સમસ્યા એ છે કે વીર્યની માત્રા ઘણી ઓછી છે તો બાળક મેળવવામાં તકલીફ પડે?

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી | Jul 05, 2019, 13:10 IST

લગ્નને ત્રણ વરસ થયાં છે, છ મહિનાથી બાળક માટે પ્રયત્ન કરીએ છીએ, પણ સફળતા નથી મળતી.

સમસ્યા એ છે કે વીર્યની માત્રા ઘણી ઓછી છે તો બાળક મેળવવામાં તકલીફ પડે?
પ્રતીકાત્મક તસવીર

સવાલ : લગ્નને ત્રણ વરસ થયાં છે, છ મહિનાથી બાળક માટે પ્રયત્ન કરીએ છીએ, પણ સફળતા નથી મળતી. વાઇફના માસિકમાં અનિયમિતતા હોવાથી બે મહિના પહેલાં તેની ટ્રીટમેન્ટ શરૂ કરી છે. મારી સમસ્યા એ છે કે વીર્યની માત્રા ઘણી જ ઓછી હોય છે. એક ચમચી જેટલું માંડ નીકળે છે. મને તો લાગે છે કે વીર્ય અંદર જ જતું નથી એને કારણે બધી ગરબડ થાય છે. હું હસ્તમૈથુન કરતો હતો ત્યારે વીર્યની માત્રા ઘણી વધારે રહેતી હતી. વળી વીર્યસ્ખલન પછી એ અંદર જવાને બદલે યોનિમાંથી બહાર છલકાઈ જાય છે. વીર્ય ઊંડે સુધી પહોંચે એ માટે શું કરવું જોઈએ? સમાગમ પછી પહેલાં કરતાં થાક પણ વધુ લાગે છે. શું વીર્યની ઓછી માત્રાને કારણે બાળક મેળવવામાં તકલીફ પડે?

જવાબ : બાળક મેળવવાની ક્ષમતા વીર્યની માત્રા કરતાં વીર્યમાં રહેલા શુક્રાણુઓની સંખ્યા અને ગતિ પર વધુ આધાર રાખે છે. વીર્યની માત્રામાં વધ-ઘટ થવા પાછળ ઘણાં પરિબળો કામ કરે છે. ઉંમર અનુસાર વીર્યના પ્રમાણમાં અને રંગમાં પણ ફરક પડી શકે છે. ઘણી વાર બે સમાગમ વચ્ચેનો સમયગાળો ટૂંકો હોય તો પણ ઓછી ક્વૉન્ટિટી નીકળે છે. તમને છેલ્લા ૬ મહિનાના પ્રયત્ન છતાં પ્રેગ્નન્સી નથી રહી એ માટે બીજાં ઘણાં કારણો હોઈ શકે. વીર્યમાં રહેલા શુક્રાણુઓની ક્વૉન્ટિટી અને ક્વૉલિટી કેટલી અને કેવી છે એની તપાસ કરાવી છે? વીર્યના એક ટીપામાં કરોડો શુક્રાણુઓ હોય છે અને પ્રેગ્નન્સી રહે એ માટે કોઈ એક જ શુક્રાણુ સ્ત્રીબીજને ફલિત કરે એની જરૂર હોય છે. સ્પર્મની સંખ્યાની સાથોસાથ એની મોટિલિટી અને સ્ટ્રેન્ગ્થ પણ મહત્વની છે.

આ પણ વાંચો : દીકરીને જેન્ડર આઇડેન્ટિટી ડિસઑર્ડર છે, જેની સારવાર ચાલુ છે. શું કરવું?

તમારી વાઇફની પણ ટ્રીટમેન્ટ ચાલી રહી છે ત્યારે તમે પણ સાથે વીર્યની તપાસ કરાવી લો. પુરુષના શુક્રાણુમાં ઓછામાં ઓછો 20 મિલ્યન સ્પર્મકાઉન્ટ હોવો જરૂરી છે. જો એમાં પણ કંઈ તકલીફ હોય તો સાથે-સાથે સારવાર થઈ જાય. એ દરમ્યાન વીર્ય યોગ્ય રીતે યોનિમાર્ગમાં અંદર જાય એ માટે વીર્યસ્ખલન પછી પત્નીને બન્ને પગ છાતી પાસે લાવીને પાંચેક મિનિટ એમ જ સૂઈ રહેવાનું કહો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK