સેક્સ દરમિયાન સ્તનપાન કરવાથી સ્તન મોટા અને બેડોળ થઈ ગયા છે. શું કરું?

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી | મુંબઈ | Oct 03, 2019, 16:14 IST

એવું સાંભળ્યું છે કે મોટી બ્રેસ્ટવાળી સ્ત્રીઓને સ્તન-કૅન્સર થાય છે. મને એવું ન થાય એ માટે કંઈ થઈ શકે? ઢીલાં પડી ગયેલાં સ્તનને ઉન્નત અને સુડોળ બનાવવાં દવા હોય તો સૂચવશો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મને મેનોપૉઝનાં લક્ષણો દેખાઈ રહ્યાં છે અને અમુક સમયે સ્તનમાં દુખાવો થાય છે. મારા હસબન્ડ જ્યારે પણ સેક્સ કરે ત્યારે તેમને સ્તનપાન કરવાની આદત છે. ઘણી વખત તેઓ ખૂબ જોરથી દબાવે છે ત્યારે ખૂબ દુખાવો પણ થાય છે. વધુપડતું સ્તનપાન કરવાને કારણે સ્તન મોટાં અને બેડોળ થઈ ગયાં છે. એવું સાંભળ્યું છે કે મોટી બ્રેસ્ટવાળી સ્ત્રીઓને સ્તન-કૅન્સર થાય છે. મને એવું ન થાય એ માટે કંઈ થઈ શકે? ઢીલાં પડી ગયેલાં સ્તનને ઉન્નત અને સુડોળ બનાવવાં દવા હોય તો સૂચવશો.

જવાબ : સૌથી પહેલાં તો તમારે મનમાંથી એ માન્યતા કાઢી નાખવાની જરૂર છે કે પતિ સમાગમ દરમ્યાન તમારાં સ્તન ચૂસે છે એનાથી એ મોટાં અને બેડોળ થઈ ગયાં છે. સ્તનપાન કરવાથી એના આકારમાં કોઈ જ ફરક નથી પડતો. સામાન્ય રીતે ડિલિવરી દરમ્યાન સ્તન ભરાય છે અને જો બાળકને તમે નિયમિત બ્રેસ્ટફીડ કરાવો તેમ જ યોગ્ય માપની બ્રૅસિયર પહેરી રાખો તો સમય જતાં એ પાછાં પહેલાં જેવાં સંકોચાય છે. યોગ્ય સપોર્ટ મળે એવી બ્રૅસિયર ન પહેરવામાં આવતી હોય ત્યારે સ્તન લચી પડે છે અને બેડોળ થઈ જાય છે. ઉંમર વધવાની સાથે સ્તનના સ્નાયુઓ પણ ઢીલા પડતા જાય છે. સ્ત્રીઓ યુવાન હોય ત્યારથી જ જો ખોટા ફિટિંગવાળી અને યોગ્ય સપોર્ટ ન મળે એવી બ્રૅસિયર પહેરતી હોય તો મસલ્સ વહેલા લચી પડે છે. ખાસ કરીને હેવી બ્રેસ્ટ ધરાવતી સ્ત્રીઓએ નીચેથી સપોર્ટ મળે એવી વધુપડતી ફિટ નહીં અને વધુપડતી ઢીલી નહીં એવી બ્રૅસિયર પહેરવી. મોટાં બ્રેસ્ટવાળી જ નહીં, કોઈ પણ સ્ત્રીએ બ્રેસ્ટ-કૅન્સર બાબતે સાવચેત રહેવું જોઈએ. કૅન્સર પ્રિવેન્શન માટે નિયમિત કસરત કરવી અને લીલાં શાકભાજી તથા ફળો ડાયટમાં નિયમિત લેવાં. દર મહિને એક વાર અરીસા સામે ઊભા રહીને જાતે જ બ્રેસ્ટનું ચેક-અપ કરવું. સ્તનમાં ક્યાંય પણ ગઠ્ઠા જેવું દેખાય, નિપલના રંગમાં ફેરફાર જણાય કે નિપલમાંથી પ્રવાહી નીકળતું હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો.

આ પણ વાંચો : સમાગમ લાંબો ચાલે એ માટે કોઈ દવા લઈ શકાય? ઉપાય જણાવો

સ્તન સુડોળ બનાવવા માટે બજારમાં મળતી કોઈ પણ પ્રકારની દવા-મલમ અસરકારક નથી હોતાં. એટલે એવી બધી બાબતોમાં ખર્ચ કરીને ખોટા ભરમાશો નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK