ડિલિવરી બાદ જ્યારે પણ સમાગમ કર્યો ત્યારે ડ્રાયનેસને લીધે ઘર્ષણ ફીલ થાય છે

સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી | May 08, 2019, 14:05 IST

ડિલિવરી પછી જાતીય જીવનમાં હજી કમ્ફર્ટ આવી નથી. નૉર્મલ ડિલિવરી હોય તો એક-દોઢ મહિના પછી સેક્સ્યુઅલી ઍક્ટિવ થઈ શકાય એવી મારા ડૉક્ટરે સલાહ આપેલી.

ડિલિવરી બાદ જ્યારે પણ સમાગમ કર્યો ત્યારે ડ્રાયનેસને લીધે ઘર્ષણ ફીલ થાય છે
પ્રતીકાત્મક તસવીર

સવાલ : ડિલિવરી પછી જાતીય જીવનમાં હજી કમ્ફર્ટ આવી નથી. નૉર્મલ ડિલિવરી હોય તો એક-દોઢ મહિના પછી સેક્સ્યુઅલી ઍક્ટિવ થઈ શકાય એવી મારા ડૉક્ટરે સલાહ આપેલી. એટલે અમે સમાગમ કરીએ છીએ, પણ તકલીફ ખૂબ થાય છે. મને હજી પિરિયડ્સ આવવાનું શરૂ નથી થયું. જ્યાં સુધી પિરિયડ્સ શરૂ ન થાય ત્યાં સુધી બીજી પ્રેગ્નન્સીના ચાન્સ નથી હોતા એટલે અમે કૉન્ડોમ વિના જ સેક્સ કરીએ છીએ. જોકે બેબી ઊંઘમાં પણ વચ્ચે-વચ્ચે જાગી જતી હોવાથી અમારે સમય ચોરીને ઝટપટ સમાગમ કરી લેવો પડે છે. ઉજાગરાને કારણે સ્ટ્રેસ પણ ખૂબ ફીલ થાય છે. જોકે સમસ્યા એ છે કે ડિલિવરી પછી અમે જ્યારે પણ સમાગમ કર્યો ત્યારે ડ્રાયનેસને કારણે ખૂબ ઘર્ષણ ફીલ થયું હતું. મારા હસબન્ડને પણ ડિસ્કમ્ફર્ટ લાગતું હતું. પેનિટ્રેશનમાં પણ મુશ્કેલી લાગતી હતી. પહેલાં આવું ક્યારેય નહોતું થયું. આવા સંજોગોમાં શું કરી શકાય? સાદું તેલ વાપરી શકાય? હું બ્રેસ્ટ ફીડ કરાવું ત્યાં સુધી કૉન્ડોમ ન પહેરીએ તો ચાલે? પ્રેગ્નન્સી ન રહે એવો સેફ ગાળો કેટલો?

જવાબ : તમને સમાગમ દરમ્યાન જે એક્સ્ટ્રા ડ્રાયનેસ અથવા તો ઘર્ષણ વર્તાય છે એનાં બે કારણ હોઈ શકે; એક તો એ કે તમે બાળક જાગી જશે એની લાયમાં ઝટપટ ક્રિયા પતાવવા માટે ફોરપ્લેમાં પૂરતો સમય ન ગાળતાં હો એને કારણે પૂરતું લુબ્રિકેશન થાય એ પહેલાં જ પેનિટ્રેશન કરાવવા જતાં ડ્રાયનેસની સમસ્યા થઈ શકે. બીજું, નૉર્મલ ડિલિવરી પછી કદાચ ડૉક્ટરે વજાઇનાની લૂઝનેસને ઘટાડવા માટે જો એકાદ એક્સ્ટ્રા સ્ટિચ લીધો હોય તો પણ ક્યારેક પેનિટ્રેશન દરમ્યાન થોડી તકલીફ પડે.

તમે સૌથી પહેલાં તો સમાગમ પહેલાંના સંવનનમાં પૂરતો સમય ગાળો. પૂરતી ચીકાશ પછી જ યોનિપ્રવેશ કરાવો. જો એમ ન થાય તો સાદું કોપરેલ તેલ કે આર્ટિફિશ્યલ લુબ્રિકેશનવાળી જેલી વાપરો. એમ છતાં જો પેનિટ્રેશનમાં તકલીફ થતી હોય તો ગાયનેકોલૉજિસ્ટ પાસે જઈને ચેકઅપ કરાવો. ઘણાં કૉન્ડોમમાં પણ લુબ્રિકેશન હોય છે એટલે અન્ય કોઈ ચીજને બદલે કૉન્ડોમ વાપરવાથી પણ ડ્રાયનેસમાં ફરક પડી શકે છે.

આ પણ વાંચો : મારા બૉયફ્રેન્ડના ઘરવાળા લગ્ન માટે ઉતાવળ કરે છે. કોઈ ઉપાય ખરો?

બ્રેસ્ટ-ફીડિંગ ચાલતું હોય ત્યારે પ્રોલેક્ટિન હૉમોર્ન્સ વધુ રહેતું હોવાથી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સિસ ઘણા ઓછા હોય છે. જોકે એમ છતાં કૉન્ડોમ ન વાપરવું યોગ્ય નથી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK