ગુદામૈથુન કરવાના લીધે પત્નીને પાઈલ્સ અને મસા થયા છે. શું કરવું જોઈએ?

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી | મુંબઈ | Oct 11, 2019, 16:35 IST

અમે મિડલએજેડ યુગલ છીએ. બે સંતાનો પછી હવે બાળકો ન જોઈતાં હોવાથી મારી વાઇફ ગર્ભનિરોધ માટેની ઓરલ ગોળીઓ લે છે. એ છતાં ક્યારેક પિરિયડ્સમાં મોડું થઈ જાય તો પ્રેગ્નન્સીની ચિંતા રહે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલઃ અમે મિડલએજેડ યુગલ છીએ. બે સંતાનો પછી હવે બાળકો ન જોઈતાં હોવાથી મારી વાઇફ ગર્ભનિરોધ માટેની ઓરલ ગોળીઓ લે છે. એ છતાં ક્યારેક પિરિયડ્સમાં મોડું થઈ જાય તો પ્રેગ્નન્સીની ચિંતા રહે છે. એ શક્યતા ટાળવા માટે અમે એક-બે વાર ગુદામૈથુન કરવાનો પ્રયત્ન કરેલો, પણ એનાથી પત્નીને પીડા વધુ થઈ એટલું જ નહીં, એ પછી તેને મસા અને હરસની તકલીફ પેદા થઈ છે. અમે ગુદામૈથુન કર્યાને ત્રણેક મહિના થઈ ગયા છે. શું આ ગુદામૈથુનના કરવાને કારણે હશે? પાઇલ્સ બહુ મોટો અને બહારની તરફ આવ્યો હોવાથી તે પીડામાં છે. ઘરેલુ દવાઓ કરી પણ કોઈ ડૉક્ટર પાસે જવાનો સંકોચ થાય છે. શું હિસ્ટરીમાં આ વાત બહાર આવશે?

જવાબ : સૌથી પહેલી વાત એ સમજો કે સંકોચને કારણે ડૉક્ટરને બતાવવાનું ડિલે કરવાની જરૂર નથી. મસા ગુદામૈથુનને કારણે થયા છે એવું ધારી લેવું એ જ સૌથી મોટી ભૂલ છે. મસા અને હરસ થવાનું મુખ્ય કારણ છે ક્રૉનિક કબજિયાત. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ગુદામૈથુનને કારણે હરસ-મસા થાય છે એવું નથી, પરંતુ જો ગુદામાર્ગમાં ચીરા પડ્યા હોય કે ઝીણા મસાની શરૂઆત થઈ હોય તો ગુદામૈથુનને કારણે વકરી જરૂર શકે છે. હરસ-મસા હોય ત્યારે ગુદામૈથુન કરવાથી સ્ત્રીને અસહ્ય પીડા થઈ શકે છે. હવે જ્યારે મસાની તકલીફ છે ત્યારે ફરીથી ગુદામૈથુન કરવાનો સવાલ આવતો નથી. સૌથી પહેલાં તો પત્નીને કબજિયાતની તકલીફ હોય તો એ દૂર કરો. રાત્રે સૂતાં પહેલાં હરડે લેવાથી મળ પાતળો થઈને સરળતાથી નીકળી જશે અને વારંવાર કડક મળને કારણે ઘર્ષણ અટકશે તો રુઝાવામાં પણ ફરક પડશે. પરિસ્થિતિ વધુ વકરે એ પહેલાં જ ડાયટમાં કાળજી અને કસરત કરીને પાચનશક્તિ સુધારો અને કબજિયાત થઈને મળ કઠણ ન થાય એનું ધ્યાન રાખવું મસ્ટ છે.

આ પણ વાંચો : દીકરો મા‌નસિક રીતે અક્ષમ જન્મ્યો છે અને ઘરવાળા બીજું બાળક કરવાનું દબાણ કરે છે

ધારો કે હિસ્ટરી લેતી વખતે ડૉક્ટર એનલ સેક્સ બાબતે પૂછે તો એમાં શરમાવા જેવું પણ નથી. એકબીજાને બ્લેમ કરવા કરતાં સૌથી પહેલાં તો એની સારવાર કરવી જરૂરી છે. કોઈ પણ આયુર્વેદ ડૉક્ટર અથવા તો પછી પેટના નિષ્ણાત પાસે જઈને ચેકઅપ કરાવો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK