પતિને વારંવાર શીઘ્રસ્ખલન થઈ જતું હોવાથી ફિઝિકલ સંબંધોમાં મન થતું જ નથી

Published: May 16, 2019, 15:04 IST | સેક્સ સંવાદ - ડૉ. રવિ કોઠારી | મુંબઈ

મને મન થાય તો તેઓ સંતોષ આપી શકાય એ માટે સસ્ટિનેક્સ નામની દવા લે છે જેનાથી તેઓ લાંબો સમય સમાગમ ચલાવી શકે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ: મારી ઉંમર ૪૫ વર્ષ છે અને હસબન્ડ બાવન વર્ષના છે. ઉંમરના તફાવતને કારણે હમણાંથી નિજી જીવનમાં સમસ્યા આવી રહી છે. તેમને વારંવાર શીઘ્રસ્ખલન થઈ જતું હોવાથી તેમને ફિઝિકલ સંબંધોનું મન જ નથી થતું. મને મન થાય તો તેઓ સંતોષ આપી શકાય એ માટે સસ્ટિનેક્સ નામની દવા લે છે જેનાથી તેઓ લાંબો સમય સમાગમ ચલાવી શકે છે. મહિનામાં લગભગ ચારથી પાંચ વાર આ પ્રકારની દવા તેઓ લે છે. પહેલાં તો હું ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેતી હતી, પણ હવે માસિકની અનિયમિતતાને કારણે ગોળી લેવાનું છોડી દીધું છે. હવે હસબન્ડ મોટા ભાગે બહાર જ સ્ખલન કરે છે. ક્યારેક વીર્ય અંદર જતું રહ્યું હશે એવી ભીતિ હોય તો આઇ-પિલ લઈ લઉં છું. મહિનામાં એકાદ વાર આ ગોળી લેવામાં આવે તો ચાલે? બીજું, મારા પતિ ઉત્તેજના વધારવા માટે ઉપર જણાવેલી દવા લઈ શકે? કેટલી વાર?

જવાબઃ તમારા હસબન્ડ જે ગોળી લે છે એ ઉત્તેજના વધારવા માટે નહીં, પણ આવેલી ઉત્તેજનાને લાંબો સમય ચલાવવા માટે એટલે કે શીઘ્રસ્ખલન માટેની છે. આ ગોળી પ્રમાણમાં સેફ છે. જોકે એ ૨૪ કલાકમાં એક જ વાર લેવી જોઈએ. તમારા પતિ મહિને ચાર-પાંચ વાર લેતા હોય તો એમાં કોઈ જ વાંધો નથી.

બીજું, અનિયમિત માસિક હોય ત્યારે પ્રેગ્નન્સી ન જ રહે એવું નથી હોતું. આ સમયગાળો ૧૦૦ ટકા સેફ નથી મનાતો. આવા સમયે તમારે ઓરલ પિલ્સ લેવાની જરૂર નથી, પરંતુ જો પતિ નિરોધનો ઉપયોગ કરે તો એનાથી તમને અનવૉન્ટેડ પ્રેગ્નન્સીની ચિંતામાંથી મુક્તિ મળશે. તમે પ્રેગ્નન્સી ટાળવા માટે જે ગોળી લો છો એનો નિયમિત ઉપયોગ ઠીક નથી. એ ઇમર્જન્સી પિલ છે અને જ્યારે અનિવાર્ય સંજોગોમાં કે ઇમર્જન્સી ઊભી થઈ હોય ત્યારે જ વાપરવી.

આ પણ વાંચો : કહેવાય છે કે જે માણસજાતને જીતી લે છે એ જગ જીતી જાય, પણ જાતને જીતવા કરવાનું શું?

લૅટેક્સનાં કૉન્ડોમ વાપરશો તો એનાથી પ્રેગ્નન્સી પણ ટાળી શકાશે અને જાતીય ચેપથી પણ રક્ષણ મળશે. ઘણી વાર મેનોપૉઝ દરમ્યાન એ ભાગની ત્વચા પાતળી પડી જાય છે અને લુબ્રિકેશન ઘટી જતું હોવાને કારણે ઘર્ષણની તકલીફ થઈ શકે છે. કૉન્ડોમ વાપરવાથી એ સમસ્યા પણ અટકશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK