મને મારા પ્રાઇવેટ પાર્ટ્સ સાથે રમવાથી અલગ ફીલિંગ્સ આવે છે, શું કરુ?

Published: May 07, 2019, 12:45 IST | સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી | મુંબઈ

હું કૉલેજના લાસ્ટ યરમાં ભણું છું. રાતે ફ્રેન્ડ્સના ઘરે વાંચવા ભેગાં થઈએ ત્યારે એકેએક ફ્રેન્ડે મને મૅસ્ટરબેશન કરતાં શીખવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું કૉલેજના લાસ્ટ યરમાં ભણું છું. રાતે ફ્રેન્ડ્સના ઘરે વાંચવા ભેગાં થઈએ ત્યારે એકેએક ફ્રેન્ડે મને મૅસ્ટરબેશન કરતાં શીખવ્યું હતું. શરૂઆતમાં તો મને એ ન ગમ્યું, પણ જ્યારે હું એકલી હોઉં અને મારા પ્રાઇવેટ પાર્ટ્સ સાથે રમત કરું તો મને ખૂબ જ અજીબ ફીલિંગ્સ થવા લાગી. મને ક્યારે એવું કરવાની આદત પડી ગઈ એ જ ખબર ન પડી. મારી ફ્રેન્ડ્સ તો બૉયફ્રેન્ડ સાથે પણ આગળ વધી ચૂકી છે, પણ હું હજી સિંગલ છું. મારી સમસ્યા એ છે કે રાતે વાંચતી વખતે અચાનક મને બહુ મન થઈ જાય. ન કરું તો ભણવામાંથી ધ્યાન ઊઠી જાય. મેં જાગ્રત અવસ્થામાં એમ કરવાનું રેઝિસ્ટ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી ઘણી વાર હું ઊંઘમાં હોઉં ત્યારે પણ મારો હાથ ત્યાં જતો રહે છે. સાવ તંદ્રામાં જ સ્માઇલ કરતી હોઉં છું. કલ્પનાઓમાં પણ હું કોઈની સાથે હોઉં છું અને વિચિત્ર આનંદ મળતો હોય છે. માનસિક સ્વસ્થતા પાછી મેળવવા શું કરવું?

જવાબ : સૌથી પહેલાં તો સમજો કે તમે અત્યારે પણ માનસિક રીતે સ્વસ્થ જ છો. સ્ત્રીઓમાં પણ મૅસ્ટરબેશનની આદત સ્વસ્થતાની નિશાની છે. ટીનેજ પછીથી સેક્સ-હૉમોર્ન્સમાં ઉછાળ આવે એટલે સ્વાભાવિકપણે કામુક આવેગો વધે. પાર્ટનર ન હોય એ વ્યક્તિ જાતે જ એ આવેગોને સંતોષી લે છે અને એ માટે મૅસ્ટરબેશન સૌથી સરળ અને સેફ રસ્તો છે. તમે કંઈ જ ખરાબ, ગંદું કે વિચિત્ર નથીકરતાં. પુખ્ત વયની એકવ્યક્તિના શરીરમાં હૉમોર્ન્સની ઊથલપાથલ થાય અને તેને સેક્સ માટેની ઇચ્છા થાય એ ખૂબ જ નૉર્મલ છે.

આ પણ વાંચો : બ્રેકઅપ પછી શું હવે હું સ્ત્રી સાથે સમાગમ કરવાને લાયક નથી રહ્યો?

પ્યુબર્ટી-એજ પછી સેક્સ્યુઅલ ફૅન્ટસી પણ વિકસતી હોય છે. તમારી કલ્પના કે સપનામાં તમે કોઈકનો સંગાથ જોતા હો તો એ પણ નૉર્મલ છે. સુંવાળી અને ગલગલિયાં કરાવે એવી આ કલ્પનાઓ આવે ત્યારે તમે મૅસ્ટરબેશન કરીને સંતુષ્ટ થઈ જાઓ છો. જ્યારે તમે જાગ્રત અવસ્થામાં ફૅન્ટસી પર કન્ટ્રોલ કરો છો ત્યારે તંદ્રામાં એ ફૅન્ટસી હાવી થઈ જાય છે. મનગમતી વ્યક્તિ સાથે હોવાનો કાલ્પનિક રોમાંચ અનુભવવો કે પછી તેની સાથેની ઇન્ટિમસીની કલ્પના કરવી એમાં કંઈ જ ખોટું નથી. હા, તમે વગર વિચાર્યે એ કલ્પનાને હકીકત બનાવવા માટે કોઈની પણ સાથે ફિઝિકલી ઇન્ટિમેટ થઈ જાઓ એ ઠીક નથી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK