મારે જાણવું છે કે આ ફોરપ્લેનું મહત્વ શા માટે છે અને એનાથી ખરેખર શું ફાયદો થાય?

Published: Aug 12, 2019, 14:41 IST | સેક્સ-સંવાદ : ડૉ. રવિ કોઠારી | મુંબઈ

તમારી કૉલમમાં તમે મોટા ભાગની સમસ્યાઓના ઉકેલ તરીકે ફોરપ્લે પર ભાર મૂકવાનું કહો છો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ: તમારી કૉલમમાં તમે મોટા ભાગની સમસ્યાઓના ઉકેલ તરીકે ફોરપ્લે પર ભાર મૂકવાનું કહો છો. પીડાદાયક સમાગમ હોય કે પછી પાછળથી બળતરાની સમસ્યામાં પણ તમે ફોરપ્લેમાં ધ્યાન રાખવાનું કહો છો. મારે જાણવું છે કે આ ફોરપ્લેનું મહત્વ શા માટે છે અને એનાથી ખરેખર શું ફાયદો થાય? 

જવાબ: પ્લે એટલે સમાગમ. ફોરપ્લે એટલે પ્લે પહેલાંની ક્રિયા. આપણે એને સંવનન પણ કહીએ છીએ. કામસૂત્રમાં ઋષિ વાત્સ્યાયને ફોરપ્લે પર આખું એક ચૅપ્ટર લખ્યું છે. આ ક્રિયા દરમ્યાન પંચેન્દ્રિયો થકી સાથીને ઉત્તેજિત કરવાની ક્રિયાઓ સાંકળવામાં આવી છે. પંચેન્દ્રિયો એટલે દૃષ્ટિ, સ્પર્શ, ગંધ, સ્વાદ અને વાતચીત કે શ્રવણ. આ ઇન્દ્રિયો ઉત્તેજિત થાય તો એ મગજમાં રહેલા સેક્સના સેન્ટરને ઉત્તેજિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. નયનરમ્ય માહોલ ઊભો કરવાથી આપમેળે વ્યક્તિ રોમૅન્ટિક થાય છે. એટલે જ કૅન્ડલ લાઇટ ડિનર કે સુંદર સજાવેલો બેડરૂમ ફોરપ્લેમાં ખૂબ મોટો ભાગ ભજવે છે. હળવું રોમૅન્ટિક મ્યુઝિક શ્રવણશક્તિ ઉત્તેજિત કરવાની તરકીબ છે.

રૂમમાં મનગમતા ફૂલની સુગંધ હોય અથવા તો પાર્ટનરે ગમતું અત્તર લગાવ્યું હોય એ પણ ફોરપ્લેનો ખૂબ જ સુંદર ભાગ બની શકે છે. આ બધી ચીજા ઇનડાયરેક્ટલી મગજના સેક્સ-સેન્ટરને ઉત્તેજિત કરે છે. જાકે એ ઉપરાંત શરીરના અત્યંત સંવેદનશીલ ભાગોમાં એકમેકને કરવામાં આવેલા હળવા સ્પર્શથી આખા શરીરમાં લોહીનો પ્રવાહ વહેતો થઈ જાય છે. આ બધી ચીજા એવી છે જેનાથી વ્યક્તિની સમાગમ માટેની ભૂખ ઊઘડે છે. ફોરપ્લેને એટલે જ સ્ટાર્ટર કહેવામાં આવે છે. ભોજન લેતાં પહેલાં સૂપ અને સ્ટાર્ટર લેવાથી ખાવાની ભૂખ ઊઘડે છે એમ સીધા પાંચ પકવાન પર તૂટી પડવાથી અપચો થઈ શકે છે.

આ પણ વાંચો : પત્નીના વહેમીલા સ્વભાવને કારણે લગ્નજીવન ટકાવવું મુશ્કેલ બન્યું છે

અહીં જણાવ્યું એમાંથી શું કરવું એ નક્કી કરવા માટે સૌથી સારો ઉપાય છે તમારા પાર્ટનર સાથે બેસીને તેના ગમાઅણગમા વિશે જાણી લેવું. ન ભાવતી વાનગી પાર્ટનરને ખવડાવશો તો કદાચ તેનો રસ ઊડી જાય એટલે જ જમવાનું બનાવતી વખતે જ એકમેકને પૂછી લેવું કે બન્નેને શું ભાવશે અને ગમશે. જા નિખાલસતાથી આ બાબતોનું શૅરિંગ થયું હશે તો બન્નેને સંતુષ્ટિ થશે એ વાત નક્કી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK