સ્ત્રીઓ માટે વપરાતું કામેચ્છા અને આનંદ વધારે એવું તેલ સજેસ્ટ કરશો?

ડૉ.રવિ કોઠારી | Mar 14, 2019, 11:32 IST

અમારાં લગ્નને છ વર્ષ થયાં છે. પત્ની જાતીય જીવનમાં સપોર્ટિવ છે, પરંતુ ઍક્ટિવ નથી. કદી તે ઇન્ટિમસી માટે પહેલ નથી કરતી. એટલું જ નહીં, તેને ઑર્ગેઝમ ફીલ થતું હોય એવું પણ મને નથી લાગતું.

સ્ત્રીઓ માટે વપરાતું કામેચ્છા અને આનંદ વધારે એવું તેલ સજેસ્ટ કરશો?
પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : અમારાં લગ્નને છ વર્ષ થયાં છે. પત્ની જાતીય જીવનમાં સપોર્ટિવ છે, પરંતુ ઍક્ટિવ નથી. કદી તે ઇન્ટિમસી માટે પહેલ નથી કરતી. એટલું જ નહીં, તેને ઑર્ગેઝમ ફીલ થતું હોય એવું પણ મને નથી લાગતું. સંભોગ દ્વારા તેને સંતોષ મળતો હોય એવું નથી લાગતું, પણ જો મૅસ્ટરબેશન કે અન્ય ઓરલ સંતોષ આપું તો તેને ગમે છે. પુરુષો માટે વાપરવાનું કામવર્ધક તેલ હોય છે શું એવું સ્ત્રીઓ માટે હોય ખરું? એક વાર મેં મારા માટે લાવેલા કામવર્ધક તેલથી તેને ઑર્ગેઝમ કરાવી આપ્યું. તેની ચેષ્ટા પરથી લાગ્યું કે તેને એ ખૂબ ગમ્યું પણ હતું. જોકે એ પછી તેને ખંજવાળ આવવા લાગી હતી. તો સ્ત્રીઓ માટે વપરાતું કામેચ્છા અને આનંદ વધારે એવું તેલ સજેસ્ટ કરશો?

જવાબ : માર્કેટમાં કામવર્ધકના લેબલથી જે પણ ચીજો વેચાય છે એનાથી કામેચ્છા વધે એવું કદી બન્યું નથી. એ પુરુષો માટે હોય કે સ્ત્રીઓ માટે, કામેચ્છા પરાણે પેદા કરી શકાતી નથી કેમ કે એ માનસિક બાબત છે, શારીરિક નહીં. કામેચ્છા થયા પછી અંગોમાં કામોત્તેજના વધારે એવી ચીજો શોધાઈ છે, પણ કામેચ્છા જ ન હોવા છતાં ઉત્તેજના લાવી શકે એવું શક્ય નથી.

માર્કેટમાં જે તેલો આવે છે એનાથી કામશક્તિ વધી જવાનો દાવો પોકળ છે. એ માનસિક સંતોષ માટે હોય છે. કામવર્ધક પ્રોડક્ટની અંદર જે પ્રોડક્ટ છે એના કરતાં એના રૅપર પરના ઉત્તેજિત કરે એવા ચિત્રને જોઈને વધુ ફાયદો થાય છે. તેલ માત્ર સ્નિગ્ધતાનું કામ કરે છે. એ પછી સાદું કોપરેલ હોય કે મોટા દાવા કરતું કામવર્ધક તેલ, બન્નેનું એક જ કામ છે. તેલમર્દન કરવાથી અંગો વધુ મજબૂત થાય છે એવું નથી હોતું. એ ભાગમાં સ્પર્શ થવાને કારણે ઉત્તેજના વધે છે અને સ્નિગ્ધતા હોય તો ઘર્ષણ વિના સ્પર્શ માણી શકાય છે.

આ પણ વાંચો : ફોરસ્કિન પર ચીરા, ઘર્ષણ અને લાલાશ કોઈ ગંભીર સમસ્યા તો નહીં હોયને?

બીજું, સ્ત્રીઓનાં અંગો પરનું તેલ અંદરના ભાગોમાં પણ સહેલાઈથી જઈ શકતું હોવાથી જો તેલ ચોખ્ખું અને સ્ટરિલાઇઝ્ડ ન હોય તો અંદર ઇન્ફેક્શન થવાના ચાન્સિસ રહે છે. તમે આડાઅવળા અખતરા કરવા કરતાં સાદું સુગંધ વિનાનું કોપરેલ વાપરો એ જ બહેતર છે. તેલ લગાવ્યા પછી એ ભાગની હૂંફાળા ગરમ પાણી અને સાબુથી યોગ્ય સફાઈ થાય એ જરૂરી છે, નહીંતર ઇન્ફેક્શન અને ઈચિંગ વધી શકે છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK