મિત્રો સાથે પૉર્ન ક્લિપ જોવાની આદતે ચડી ગયો છું. બહાર કેવી રીતે આવુ?

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી | મુંબઈ | Jun 25, 2019, 12:13 IST

મારાં લગ્નને પાંચ વર્ષ થયાં છે. લગ્નજીવન ઠીકઠાક ચાલી રહ્યું હતું, પણ કંઈક નવું કરવામાં મિત્રોની સાથે પૉર્ન ક્લિપ જોવાની આદતે ચડી ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલઃ મારાં લગ્નને પાંચ વર્ષ થયાં છે. લગ્નજીવન ઠીકઠાક ચાલી રહ્યું હતું, પણ કંઈક નવું કરવામાં મિત્રોની સાથે પૉર્ન ક્લિપ જોવાની આદતે ચડી ગયો હતો. હતો એટલા માટે કેમ કે હવે એ બંધ થઈ ગયું છે. રાધર, આ વાતની પત્નીને ખબર પડતાં ઘરમાં જબરો ઝઘડો થયો અને પછી તો પત્નીએ બેડમાં અસહકાર આપવાનું શરૂ કરી દેતાં આખરે મેં કાલ્પનિક સુખની દુનિયા છોડી દીધી. આ વાતને ચારેક મહિના થઈ ગયા છે અને પત્ની સાથે બધું થાળે પડ્યું છે. જોકે એમ છતાં હવે મને બે-ત્રણ મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. પૉર્ન જોતી વખતે પણ મને વહેલું સ્ખલન થઈ જતું હતું, પણ હવે બંધ કર્યા પછીયે એ સિલસિલો ચાલુ જ છે એટલે અમારો બન્નેનો મૂડ ખરાબ છે. વચ્ચે જે થોડા મહિના પૉર્નનો સંગાથ રહ્યો એની અસરમાંથી કઈ રીતે બહાર આવવું? હજી તો હું ૩૪ વર્ષનો છું અને જાતીય જીવનમાં એટલાંબધાં અપ્સ ઍન્ડ ડાઉન્સ આવી જાય એ ચિંતાજનક છે. અમારા સંબંધ પરથી હવે પૉર્નની અસર ઘટે એ માટે શું કરવું?

જવાબઃ પૉર્ન દૃશ્યોની અસર શારીરિક ક્રિયાઓ પર નહીં, પરંતુ મન પર થતી હોય છે. સામાન્ય રીતે ઉત્તેજક દૃશ્યો જોતી વખતે અતિઉત્તેજનાને કારણે વહેલું સ્ખલન થાય એ જોયું છે, પણ હવે એની અસર ન હોય. બની શકે કે પતિ-પત્નીના સંબંધોમાં થયેલી ખાટીમીટી તકરારોને કારણે મનમાં કોઈ ઍન્ગ્ઝાયટી ઘર કરી ગઈ હોય એની અસરમાં શીઘ્રસ્ખલન થતું હોઈ શકે છે. તમારી ઍન્ગ્ઝાયટીમાં પૉર્ન ફિલ્મનો ભૂતકાળ જોડાતો હોવાથી બળતામાં ઘી હોમાય છે. પૉર્ન જોવાથી કોઈ અર્લી-ઑર્ગેઝમ ફીલ કરવા લાગે એવું ન બને. આ માન્યતા અને ચિંતા દૂર ન થાય ત્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે. મેલ સુપીરિયર પોઝિશનની સરખામણીએ ફીમેલ સુપીરિયર પોઝિશનમાં સમાગમ કરવાથી સ્ખલન આપમેળે લંબાય છે એટલે તમે એ વેરિએશન લાવી શકો છો.

આ પણ વાંચો : મારા પપ્પા સગાઈ પછી તરત જ લગ્ન કરી લેવાની ઉતાવળ કરે છે

સેક્સની બાબતમાં રિલૅક્સેશન ટેક્નિક શીખવી બહુ જરૂરી છે. એને કારણે પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશન વકરે છે. જો તમને સહેજ મદદ જોઈતી હાયે તો ડૅપોક્સિટિન ૩૦ મિલીગ્રામની એક ગોળી સમાગમના એક-બે કલાક પહેલાં લઈ લો. એનાથી તમને સ્ખલન લંબાવવામાં મદદ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK