મને ચિંતા થાય છે કે વીર્ય ઘટતું જશે તો હું ધીમે-ધીમે નપુંસક તો નહીં થઈ જાઉંને?

Published: Aug 19, 2019, 15:56 IST | સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી | મુંબઈ

છેલ્લાં ૨૬ વર્ષથી લગ્નજીવન ઘણું સુખી અને સંતોષજનક હતું. જોકે હવે એમાં ઓટ આવવા લાગી છે. પહેલાં જ્યારે વીર્યસ્ખલન થતું એ વખતે માત્રા વધુ રહેતી, હમણાં સાવ જ ઓછી થઈ ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલઃ  છેલ્લાં ૨૬ વર્ષથી લગ્નજીવન ઘણું સુખી અને સંતોષજનક હતું. જોકે હવે એમાં ઓટ આવવા લાગી છે. પહેલાં જ્યારે વીર્યસ્ખલન થતું એ વખતે માત્રા વધુ રહેતી, હમણાં સાવ જ ઓછી થઈ ગઈ છે. છેલ્લાં ત્રણેક વરસથી એમાં ઉત્તરોત્તર ઘટાડો થતો રહ્યો હોવાનું મેં નોંધ્યું છે. એટલું જ નહીં, પહેલાં જેટલો આનંદ પણ નથી આવતો. શું ઉંમરને કારણે આનંદ ઘટી જતો હશે કે પછી વીર્ય ઘટવાથી એમ થતું હશે? શું આનંદ વધે એવી કોઈ દવા ખરી? સ્ખલન પછીયે પૂરતો સંતોષ ન થયો હોય એવું લાગ્યા કરે છે. મને ચિંતા થાય છે કે વીર્ય ઘટતું જશે તો હું ધીમે-ધીમે નપુંસક તો નહીં થઈ જાઉંને? હમણાંથી તો ક્યારેક સમાગમની એકાદ મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. આ સિવાય મને ડાયાબિટીઝ, બ્લડપ્રેશર કે બીજી કોઈ જ બીમારી નથી. સેક્સલાઇફ અત્યારે તો ઠીકઠાક ચાલે છે, પણ તકલીફ ન વધે એ માટે શું કરવું?

જવાબ:  ઉંમરની અસર વીર્યનાં રૂપ, રંગ, ઘટ્ટતા અને માત્રા પર પણ પડતી જ હોય છે. ઉંમર વધવાની સાથે એમાં બદલાવ આવે છે, એનાથી તમે હવે નપુંસક થવા લાગશો એવી માન્યતા સાચી નથી. વીર્યનું મુખ્ય કામ સંતાનપ્રાપ્તિ માટેના શુક્રાણુઓનું વહન કરવાનું છે. બીજું, વીર્યની માત્રા ઘટતાં સંતોષ પણ ઘટે એનું કારણ પણ થોડું માનસિક છે. સામાન્ય રીતે વધુ માત્રા જોઈને સાઇકોલૉજિકલી પણ વધુ આનંદ મળે છે. આપણું શરીર સાત ધાતુઓનું બનેલું છે. ખોરાકનું પાચન બરાબર થાય તો એમાંથી પોષક તત્ત્વો છૂટાં પડે છે અને આહારરસનું પોષણ થાય છે. પહેલાં રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને પછી શુક્ર ધાતુનું પોષણ થાય છે. એમાં શુક્ર ધાતુ સૌથી છેલ્લે બને છે. આયુર્વેદ અનુસાર શુક્ર ધાતુવર્ધક ખોરાક લેવાથી ફાયદો થઈ શકે છે. એ માટે દૂધ, ગાયનું ઘી, ખીર, અડદની દાળ જેવી ચીજા આહારમાં વધુ લઈ શકાય.

આ પણ વાંચો : મારી ભાવિ પત્નીના સ્તન વધુ ભરાવદાર કરવા માટે કોઈ દવા કે મલમ છે?

અશ્વગંધા, શતાવરી, કૌંચાબીજ, ગોખરુ, જીવંતી જેવાં આયુર્વેદિક ઔષધો દિવસમાં બે વાર નિયમિત લેવાથી ફાયદાકારક રહે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK