મારી સારીએવી હાઇટને કારણે લિંગ કેટલું લાંબું અને જાડું હોવું જોઈએ?

Published: Oct 22, 2019, 14:43 IST | સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી | મુંબઈ

મારી ઉંમર ૨૫ વર્ષ છે. મારી હાઇટ પાંચ ફુટ નવ ઇંચ છે. જોકે સારીએવી હાઇટને કારણે મારું બૉડી બહુ નથી બન્યું. મારું લિંગ પણ મારા શરીર જેવું ખૂબ જ પાતળું છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર ૨૫ વર્ષ છે. મારી હાઇટ પાંચ ફુટ નવ ઇંચ છે. જોકે સારીએવી હાઇટને કારણે મારું બૉડી બહુ નથી બન્યું. મારું લિંગ પણ મારા શરીર જેવું ખૂબ જ પાતળું છે. એમાં પાછી વચ્ચે મને હસ્તમૈથુનની લત લાગેલી એને કારણે હમણાંથી તો હસ્તમૈથુન વખતે પણ જોઈએ એટલી ઉત્તેજના નથી આવતી. મારા જેટલી હાઇટ હોય તો લિંગ કેટલું લાંબું અને જાડું હોવું જોઈએ? મૅસ્ટરબેશન વખતે મુઠ્ઠીમાં પણ લિંગ ખૂબ નાનું લાગે છે. રાતે સ્વપ્નસ્રાવ પણ થઈ જાય છે. મારાં લગ્ન થવાનાં છે અને મને સેક્સલાઇફને લઈને ખૂબ જ ચિંતા રહે છે. રાતે ઊંઘ પણ નથી આવતી.

જવાબ :  ઇન્દ્રિયની સાઇઝ અને શરીરની ઓવરઑલ હાઇટને કંઈ જ લેવાદેવા નથી હોતી. જેની હાઇટ વધુ હોય એનું લિંગ મોટું હોય અને ઓછી હોય એનું લિંગ નાનું હોય એવી ખોટી માન્યતાને કોરાણે મૂકો. તમે લખ્યું નથી કે લિંગની લંબાઈ અને જાડાઈ કેટલી છે, પરંતુ ધારી શકું છું કે તમે હંમેશાં તેની જાડાઈ અને લંબાઈને તમારી હાઇટની સાપેક્ષે જ સરખાવતા રહેતા હશો જેને કારણે આ ભ્રમણા ઘર કરી ગઈ છે. બીજું, હાઇટને કારણે તમારા શરીરનાં હાડકાંનું માળખું લાંબું અને પહોળું હશે. એને કારણે તમને થતું હશે કે લિંગ પણ લાંબું હોવું જોઈએ. જોકે ઇન્દ્રિયમાં હાડકું નથી હોતું. હાઇટને કારણે તમારો હાથ પણ મોટો હોવાનો અને એની સામે ઇન્દ્રિય થોડી નાની જ લાગવાની. તમે હસ્તમૈથુન દરમ્યાન લંબાઈ માપ્યા વિના રોમાંચક કલ્પનામાં રાચશો તો યોગ્ય ઉત્તેજના આપમેળે આવી જશે.

આ પણ વાંચો : લોહીને કારણે હવે હસ્તમૈથુન કે મૈથુન કરવાની હિંમત નથી થતી, શું કરવું?

સ્વપ્નસ્રાવ થાય છે એ નૉર્મલ ઘટના છે, તમે ચિંતાને કારણે હસ્તમૈથુન ટાળતા હશો એટલે આપમેળે સ્રાવ થઈ જતો હશે. સમાગમ દરમ્યાન ઇન્દ્રિય યોનિમાર્ગમાં પ્રવેશ કરે છે. યોનિમાર્ગ ખૂબ જ ફ્લેક્સિબલ હોય છે અને આગળના બે ઇંચ ભાગમાં જ સંવેદના ધરાવતો હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK