આયુર્વેદમાં કોઈ રસાયણ અને સેક્સ-ટૉનિક હોય છે જે લેવાથી ફાયદો થઈ શકે?

ડૉ.રવિ કોઠારી | Apr 12, 2019, 12:27 IST

સાથે જ પૂરતો શારીરિક વ્યાયામ, સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ આ ત્રણનું કૉમ્બિનેશન પણ જરૂરી છે.

આયુર્વેદમાં કોઈ રસાયણ અને સેક્સ-ટૉનિક હોય છે જે લેવાથી ફાયદો થઈ શકે?
પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : માણસોના જીવનમાં પ્રેમ અને જાતીય સુખનું મહત્વ અન્ય પ્રાણીઓ કરતાં વધુ છે. પ્રાણીઓની જેમ માત્ર પ્રજનન માટે જ નહીં, સંતોષ માટે માણસો જાતીયસુખ મેળવતા હોય છે. ડૉ. પ્રકાશ કોઠારી પણ કહેતા હોય છે કે માણસ જીવે ત્યાં સુધી કામસંતોષ મેળવી શકે છે. જોકે ઘણી વાર એ માટે શરીર સાથ આપતું નથી. અમુક ઉંમર પછી અસર વર્તાય જ છે. આમ તો સેક્સલાઇફ માટે બજારમાં ઘણી પ્રોડક્ટ્સ મળે છે, પણ એમાંથી કઈ અસર કરશે અને કઈ નહીં એ સમજાતું નથી. આ બાબતે ડૉક્ટરોનું પણ જ્ઞાન બહુ સીમિત રહ્યું છે. શું આયુર્વેદ જેવા પૌરાણિક શાસ્ત્રમાં બુઢાપાને સેક્સલાઇફમાં અસર કરતો અટકાવવા માટે ઔષધો છે? આયુર્વેદમાં કોઈ રસાયણ અને સેક્સ-ટૉનિક હોય છે જે લેવાથી ફાયદો થઈ શકે?

જવાબ : જાતીય જીવનમાં સક્રિયતા જોઈતી હોય તો એ માટે શરીરને નીરોગી રાખવું જરૂરી છે. આયુર્વેદમાં એ માટે બુઢાપાને દૂર કરે, યૌવન ટકાવી રાખે, મૈથુનશક્તિમાં વધારો કરે અને શરીરને અંદરથી સ્વસ્થ રાખે એવાં રસાયણ દ્રવ્યોની વાત કરવામાં આવી છે. જોકે રસાયણ ઔષધ એનો ચમત્કાર બતાવે એ માટે પહેલાં તો શરીર શુદ્ધ હોવું જરૂરી છે. જેમ કહેવાય છે કે મેલાં કપડાં પર ગમેએવો સારો રંગ હોય તોય એ ચડતો નથી અને ચડે તો એ જોઈએ એવો ચમકતો નથી એવી જ રીતે અશુદ્ધ શરીરમાં ગમે એટલી સારી ઔષધિ નાખવામાં આવે, એની યોગ્ય અસર ન થાય એવું પણ બને. શરીરશુદ્ધિ માટે પાચનતંત્રને મજબૂત કરવું મસ્ટ છે. એ માટે ત્રિફળા બેસ્ટ કહેવાય. હરડે, બહેડાં અને આમળાંનું મિશ્રણ થઈને બને છે ત્રિફળા. પહેલાં એકાદ મહિનો રોજ રાતે સૂતાં પહેલાં ગરમ પાણી સાથે એક ચમચી આ ચૂર્ણ લેવું. એ પછીથી રોજ સવારે ઊઠીને નરણે કોઠે આ ચૂર્ણ ગરમ પાણી સાથે લઈ શકાય.

આ પણ વાંચો : કૉન્ડોમ વાપર્યા પછી સ્ખલન અવસ્થા સુધી જલ્દી પહોંચાય એવો કોઈ ઉકેલ ખરો?

શરીર અને કામજીવન બન્ને માટે ઉત્તમ રસાયણ ગુણ ગાયના ઘીમાં છે. ચોખ્ખું અને ભેળસેળ વિનાનું ગાયનું ઘી રાતે સૂતાં પહેલાં એક ગ્લાસ ગાયના દૂધમાં મેળવીને લેવું જોઈએ. સાથે જ પૂરતો શારીરિક વ્યાયામ, સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ આ ત્રણનું કૉમ્બિનેશન પણ જરૂરી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK