મારા ઇન્દ્રિયની ડાબી તરફ ગાંઠ જેવું લાગે છે એનાથી કોઈ તકલીફ થાય ખરી?

Published: Nov 04, 2019, 16:30 IST | સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી | મુંબઈ

કે છેલ્લા થોડા મહિનાથી ઇન્દ્રિયની ડાબી બાજુએ સોપારી જેટલો ભાગ ઊપસી આવ્યો છે. જોકે એ ભાગ દબાવવાથી પીડા નથી થતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ :  મારી ઉંમર ૬૧ વર્ષ છે. છેલ્લા છએક મહિનાથી મને હસ્તમૈથુન દરમ્યાન તકલીફ પડી રહી છે. વાઇફ બે વર્ષ પહેલાં અવસાન પામી છે એટલે અંગત સેક્સલાઇફમાં હસ્તમૈથુનનું પ્રમાણ પહેલાં કરતાં વધી ગયું છે. જોકે છેલ્લા થોડા મહિનાથી ઇન્દ્રિયની ડાબી બાજુએ સોપારી જેટલો ભાગ ઊપસી આવ્યો છે. જોકે એ ભાગ દબાવવાથી પીડા નથી થતી. ક્યારેક હસ્તમૈથુન કરું તો એ પછી સારો એવો દુખાવો થાય છે. આને કારણે મારે હસ્તમૈથુન બંધ કરી દેવું પડ્યું છે. મને ઘણા વખતથી રાતે વારંવાર યુરિન પાસ કરવા ઊઠવું પડે છે. ડૉક્ટરનું કહેવું હતું કે પ્રોસ્ટેટ ફૂલી રહી છે. બાકી બ્લડ-પ્રેશર સિવાય બીજી કોઈ તકલીફ નથી કે નથી કોઈ વ્યસન. હસ્તમૈથુન દરમ્યાન જ મને ખબર પડે છે કે ઇન્દ્રિયની ડાબી તરફ ગાંઠ જેવું ઊપસેલું છે. બાકી બીજી કોઈ તકલીફ નથી.

જવાબ: તમે જે રીતે ઊપસેલા ભાગનું વર્ણન કર્યું છે એના પરથી હર્નિયા હોવાની શક્યતા જણાય છે. ઘણી વાર ઍન્ગ્ઝાયટીને કારણે નાની તકલીફ મોટી બની જાય છે. જોકે આ લક્ષણોને સાવ હળવાશથી ન લેવાં જોઈએ. ક્લિનિકલ તપાસ વિના ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે એટલે તમારા ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરવા જરૂરી છે. હર્નિયા હોય તો તમારે કેટલીક કાળજી રાખવી પડશે. જેમ કે હંમેશાં લંગોટ કડક પહેરવો. વધુપડતું વજન ન ઊંચકવું. નીચેનાં અંગો પર પ્રેશર ન આવે એનું ધ્યાન રાખવું. રોજેરોજ પેટ સાફ થઈ જાય એની કાળજી રાખવી. જો કબજિયાત રહેશે અને મળ કઠણ થઈ જશે તો ટૉઇલેટ જતી વખતે વધારે જોર કરવાથી હર્નિયામાં વધારે તકલીફ થશે. વધુપડતી ખાંસી પણ ન થવી જોઈએ, નહીંતર પ્રેશર વધારે આવે અને હર્નિયાની સમસ્યા વકરી શકે. આવા સંજોગોમાં સમાગમ કે હસ્તમૈથુન ન કરવું જ હિતાવહ રહેશે. વધુ રાહ જોયા વિના સારા સર્જ્યનને કન્સલ્ટ કરવા જરૂરી છે. યોગ્ય નિદાન અને એની ચિકિત્સા થવી જરૂરી છે. જરૂર લાગે તો ઑપરેશન પણ કરાવવું પડે.

પ્રોસ્ટેટની તકલીફ હોય તો ૬૦ વર્ષની વય પછી દર થોડાં વર્ષે એની તપાસ પણ કરાવવી જરૂરી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK