શું 36 વર્ષની ઉંંમરે વીર્યની સંખ્યા ઘટી જાય અને બાળક થવામા તકલીફ થાય?

Published: Sep 27, 2019, 17:00 IST | સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી | મુંબઈ

વીર્યની તપાસ કરાવીને શુક્રાણુની સંખ્યા જાણવી હોય તો શું આ ગુપ્ત રિપોર્ટ નીકળી શકે? આ માટે કઈ પૅથોલૉજી લૅબ સારી? વીર્ય કેવી રીતે આપવાનું એ સમસ્યા મને મૂંઝવે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલઃ હું ૩૬ વર્ષનો કુંવારો છું. ઘણાં વર્ષો માત્ર મૅસ્ટરબેશન કરતો હતો. કૌટુંબિક જવાબદારીઓને કારણે અત્યાર સુધી લગ્ન થઈ શક્યાં નહોતાં. હવે મૅરેજ થાય એવી સંભાવના છે. હમણાંથી એક પાર્ટનર સાથે સંબંધ પણ છે અને સમાગમમાં મને કોઈ તકલીફ પડતી નથી. કહેવાય છે કે ૩૦-૩૫ વર્ષ પછી ફર્ટિલિટી ઘટી જાય છે તો શું હવે અમે લગ્ન કરીએ તો બાળક મેળવવાનું સંભવ બનશે કે નહીં એની ચિંતા છે. ઍટ લીસ્ટ મારામાં હજી પિતા બનવાની ક્ષમતા છે કે નહીં એ મારે જાણવું છે. વીર્યની તપાસ કરાવીને શુક્રાણુની સંખ્યા જાણવી હોય તો શું આ ગુપ્ત રિપોર્ટ નીકળી શકે? આ માટે કઈ પૅથોલૉજી લૅબ સારી? વીર્ય કેવી રીતે આપવાનું એ સમસ્યા મને મૂંઝવે છે. રિપોર્ટ તમને મોકલાવીએ તો તમે કંઈક મદદ કરી શકો?

જવાબઃ તમે કોઈ પણ લૅબોરેટરીમાં કોઈ પણ ટેસ્ટ કરાવો એ હંમેશાં ગુપ્ત જ રહે છે. જાકે શુક્રાણુની સંખ્યા જાણવી એ કોઈ ખોટું કામ નથી એટલે એ ગુપ્ત રહે એવી ચિંતા કરવાની જરૂર નથી. મુંબઈમાં ઘણી લૅબોરેટરીઓ છે એટલે તમારા રહેણાક વિસ્તારમાં કઈ લૅબ રિલાયેબલ છે એ વિશેની માહિતી તમારા ફૅમિલી ડૉક્ટર પાસેથી મેળવી શકો છો. આ ટેસ્ટ માટેની તૈયારીઓ વિશે સહેજ જાણી લેવું જરૂરી છે. સૅમ્પલ આપતાં પહેલાં તમારે ત્રણ-ચાર દિવસ સુધી હસ્તમૈથુન, સંભોગ કે સ્વપ્નદોષથી વીર્યસ્ખલન ન થયું હોય એનું ધ્યાન રાખવું. તમે વીર્ય ટેસ્ટિંગ માટે આપો એના ત્રણ-ચાર દિવસ પહેલાંથી હસ્તમૈથુન કે સંભોગથી વર્જિત રહેવું. બીજું, તમે જે લૅબોરેટરીમાં વીર્યની ટેસ્ટ કરાવવાના હો ત્યાં જઈને જ વીર્યનું સ્ખલન કરીને વીર્યનાં સૅમ્પલ આપી શકો તો બેસ્ટ. ઘણી વ્યક્તિઓને ઑન ડિમાન્ડ અથવા એક રૂમમાં હસ્તમૈથુનથી વીર્યનું સ્ખલન કરવામાં તકલીફ પડતી હોય છે. તેમણે લૅબમાંથી આગલા દિવસે એક બૉટલ લઈ લેવી.

આ પણ વાંચો : મારી ફ્રેન્ડે લવ-મેરેજ કર્યા હતા 6 વર્ષ બાદ પતિ એની સાથે રૅપ જેવી હરકત કરે છે

જોકે ઘરે વીર્યનું સૅમ્પલ લીધાના અડધા કલાકમાં જ લૅબોરેટરીમાં પહોંચાડી દેવું જરૂરી છે. તમારો રિપોર્ટ જરૂર અમને મોકલાવી શકો છો. ધારો કે રિપોર્ટમાં ખામી આવી હોય તો પણ ગભરાવાની જરૂર નથી. એમાંની મોટા ભાગની ખામીઓની સારવાર માટે કોઈ ને કોઈ ઉપાય મોજૂદ હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK