માસિક દરમ્યાન સમાગમ માણવાથી હેલ્થની કોઈ બીમારી થાય ખરી?

મુંબઈ | May 02, 2019, 14:39 IST

હનીમૂન વખતે પિરિયડ્સ દરમ્યાન અમે એક વાર સંબંધ રાખેલો. એ વખતે મને ખૂબ બ્લીડિંગ થયેલું અને પછી માસિક ત્રણ દિવસમાં બંધ થઈ ગયેલું.

માસિક દરમ્યાન સમાગમ માણવાથી હેલ્થની કોઈ બીમારી થાય ખરી?
પ્રતીકાત્મક તસવીર

સવાલ : અમારાં નવાં-નવાં લગ્ન થયાં છે. અમારી બેડરૂમ-લાઇફ સારી ચાલે છે. ખાસ તો મારા હસબન્ડ જબરદસ્ત પૅશનેટ હોવાથી લગભગ એકાંતરે દિવસે સમાગમ કરીએ છીએ. સમસ્યા ત્યારે આવે છે જ્યારે મારું માસિક ચાલતું હોય. એ દરમ્યાન ચાર દિવસ મારાં સાસુ અમને એક રૂમમાં પણ સૂવા નથી દેતાં. કહેવાય છે કે જે ચીજની ના પાડવામાં આવે એ જ ચીજ કરવાનું આપણને બહુ મન થાય. મને આ સમયે મારા હસબન્ડ સાથે રહેવાની ખૂબ ઇચ્છા થાય છે, પણ એમ શક્ય નથી બનતું. મારા હસબન્ડ આ બાબતે બહુ રિબેલિયસ છે. હનીમૂન વખતે પિરિયડ્સ દરમ્યાન અમે એક વાર સંબંધ રાખેલો. એ વખતે મને ખૂબ બ્લીડિંગ થયેલું અને પછી માસિક ત્રણ દિવસમાં બંધ થઈ ગયેલું. આને કારણે મને પણ આ દિવસો દરમ્યાન શું કરવું અને શું નહીં એ સમજાતું નથી. માસિક દરમ્યાન સમાગમ માણવાથી હેલ્થની કોઈ બીમારી થાય ખરી?

જવાબ : માસિક દરમ્યાન સ્ત્રીને આરામ મળે એ કારણસર તેને ઘરનાં કામમાંથી મુક્તિ મળે છે. જોકે નવાં-નવાં લગ્ન થયાં હોય ત્યારે સળંગ પાર્ટનરથી દૂર રહેવાનું થાય એ કઠે એ સ્વાભાવિક છે. તમારા ઘરમાં પ્રવર્તતા ધાર્મિક નીતિનિયમો પાળવા કે ન પાળવા એ તમારે જાતે જ નક્કી કરવાનું રહે. બાકી, હેલ્થના દૃષ્ટિકોણથી કહું તો માસિક દરમ્યાન સમાગમ કરવામાં કોઈ વાંધો નથી. ઇનફૅક્ટ મેડિકલ સાયન્સ તો કહે છે કે આ સમય દરમ્યાન સમાગમ કરવામાં આવે તો ઘણી સ્ત્રીઓને ઑર્ગેઝમના આનંદને કારણે માસિકની પીડામાંથી રાહત મળે છે અને મૂડ પણ સુધરે છે.

આ પણ વાંચો : બૉયફ્રેન્ડની મમ્મીએ મારા પેરન્ટ્સને ઘરે બોલાવીને એમની સાથે ગેરવર્તન કર્યું

જો તમારી ઓવરઑલ તબિયત સારી હોય, હીમોગ્લોબિન પૂરતું હોય, વધુપડતું માસિક આવવાથી શરીર નબળું પડી ગયું ન હોય અને શરીરમાં ક્રૅમ્પ્સ ન આવતાં હોય તો તમે સુખેથી સંભોગમાં રાચી શકો છો. ધ્યાન ફક્ત એટલું જ રાખવાનું કે એ વખતે હંમેશાં હસબન્ડે કૉન્ડોમ પહેરવું. કૉન્ડોમ વગર ડાયરેક્ટ લોહીના સ્ત્રાવનો સંસર્ગ થાય તો હસબન્ડને ઇન્ફેક્શન લાગવાના ચાન્સિસ રહે છે. ક્યારેક સમાગમ દરમ્યાન થોડું વધુ લોહી નીકળે તો ગભરાવાની જરૂર નથી. કેમ કે એ પછી ઓવરઑલ બ્લીડિંગનો સમય ઘટી જાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK