53 વર્ષે મારી સેક્સલાઈફ ઘટી રહી છે અને ઉત્તેજના આવવામાં તકલીફ પડે છે. શું કરું?

Published: Oct 31, 2019, 16:31 IST | સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી | મુંબઈ

મારી ઉંમર 53 વર્ષ છે. લગ્નને પચીસ વર્ષ થઈ ગયાં છે અને હવે કામજીવનમાં ઉતાર-ચડાવ આવી રહ્યા છે. મારા હમઉમ્ર દોસ્તોની પણ એ જ હાલત છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર 53 વર્ષ છે. લગ્નને પચીસ વર્ષ થઈ ગયાં છે અને હવે કામજીવનમાં ઉતાર-ચડાવ આવી રહ્યા છે. મારા હમઉમ્ર દોસ્તોની પણ એ જ હાલત છે. પત્નીઓનો રસ જલદી ઘટી ગયો છે એટલે મોટા ભાગે હસ્તમૈથુનથી સંતોષ લેવાનું વધ્યું છે. મારા કેટલાક દોસ્તો લગભગ દર બેથી ત્રણ દિવસે હસ્તમૈથુન કરી શકે છે એને કારણે તેમની ફિઝિકલ ફિટનેસ ખૂબ સારી છે. મારી એટલી ક્ષમતા નથી રહી. બે-ત્રણ દિવસના અંતરે પ્રયત્ન કરું તો ઉત્તેજના આવવામાં જ તકલીફ પડે છે. એ પછી વીર્ય ખૂબ જ ઓછું અથવા તો નહીંવત્ નીકળે છે. મેં જોયું છે કે મારા બીજા કેટલાક મિત્રો ઉત્તેજનાની સમસ્યા ધરાવે છે. તેમનું ઓવરઑલ સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ ગયું છે. પ્રેશર, શુગર અને નબળાઈ જેવા રોગો ઘર કરી ગયા છે. સેક્સલાઇફ અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચે કોઈ સંબંધ ખરો? જાતીય સંતોષ બરકરાર રાખવામાં આવે તો તન-મન સ્વસ્થ રહે છે, પણ એમાં તકલીફ પડતી હોય ત્યારે શું?

જવાબ : જાતીય સંતોષ એ વ્યક્તિની કુદરતી વૃત્તિઓમાંની એક છે. જેમ ભૂખ-તરસ લાગે છે એટલી જ સહજ છે કામેચ્છા. જેમ પેટમાં જગ્યા કરતાં વધુ ખાવાથી હેલ્ધી નથી થઈ જવાતું એમ ઇચ્છા વિના જાતીય સંતોષ મેળવવાનો પ્રયત્ન પણ નકામો છે.

તમારા મિત્રની સેક્સલાઇફ સારી છે એટલે તે ફિઝિકલી ફિટ છે એવું માનવું ઠીક નથી. બલ્કે તે સ્વસ્થ છે માટે તેની સેક્સલાઇફ સારી છે એવું કહેવું યોગ્ય ગણાશે. નિયમિત કસરત, સંતુલિત ડાયટ અને કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોવું એ સ્વસ્થ રહેવાની પ્રાથમિકતા છે. જો તમે ફિઝિકલી ફિટ હો એટલે કે બ્લડ-પ્રેશર, બ્લડ-શુગર અને કૉલેસ્ટરોલ જેવી સમસ્યાઓને શરીરમાં ઘર કરવા ન દીધી હોય તો આપમેળે ઉત્તેજનાની ક્ષમતા જળવાઈ રહે છે. ઉત્તેજના પ્રૉપર જળવાય એ માટે રક્તવાહિનીઓનું સ્વાસ્થ્ય સારું હોય એ જરૂરી છે.

આ પણ વાંચો : મેં એક યુવકને મારો ધરમનો ભાઈ બનાવ્યો, જોકે એ પણ પપ્પા અને ભાઈને પસંદ નથી

બીજું, અમુક ઉંમર પછી બે સ્ખલન વચ્ચેનો ગાળો વધતો જાય એ સ્વાભાવિક છે. એટલે જ્યારે ઇચ્છા થાય ત્યારે જ હસ્તમૈથુનનો પ્રયત્ન કરવો. પરાણે કરવાથી કોઈ વધારાનું સ્વાસ્થ્ય નથી મળવાનું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK