યુરિન પાસ કરતી વખતે બળતરા થાય છે શું કરવું?

Published: Apr 02, 2019, 12:14 IST | ડૉ.રવિ કોઠારી

કબજિયાતને કારણે કે મળત્યાગ માટે જોર કરતી વખતે પણ સફેદ ટીપાં પડી શકે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : ઉંમર છે ૩૭ વર્ષ. દસ વર્ષ પહેલાં લગ્ન થયેલાં. લગ્ન પહેલાં મને હસ્તમૈથુનની ખૂબ જ આદત હતી એને કારણે ઇન્દ્રિયનો વધુ વિકાસ થતો અટકી ગયો હતો અને સાઇઝ નાની રહી ગઈ હતી. એમ છતાં, લગ્ન પછી હું પત્નીને સંતોષ આપી શકું છું. હમણાંથી હસ્તમૈથુન ઘટી ગયું છે છતાં સમાગમ દરમ્યાન બે-ત્રણ મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. ઇન્દ્રિયની સાઇઝ ઘટી નથી કે ઉત્તેજનામાં પણ એટલો ઘટાડો નથી થયો. યોનિપ્રવેશ સરળતાથી કરાવી શકું એટલું કડકપણું આવે છે. શીઘ્રપતનને કારણે મારી પત્નીને સંતોષ નથી મળતો. ક્યારેક સવારે ઊઠું ત્યારે યુરિન પાસ કરતી વખતે બળતરા થાય છે ને એ પછી સફેદ ટીપાં જેવું નીકળતું હોય એવું લાગે છે. ફૅમિલી ડૉક્ટરની દવા લઉં છું, પણ સફેદ ટીપાં કે બળતરામાં કોઈ ફરક નથી.

જવાબ : પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન જીવનના કોઈ પણ તબક્કે થઈ શકે છે. હસ્તમૈથુનની આદત હોવા ન હોવા સાથે એને કોઈ સંબંધ નથી. બીજું, હસ્તમૈથુન કરવાથી ઇન્દ્રિયની સાઇઝ નથી વધતી, નથી ઘટતી. ઇન્દ્રિય સ્નાયુનો બનેલો અવયવ છે ને એ સંકોચાઈ જાય છે એવી ભ્રમણા અનેક લોકોને સતાવતી હોય છે. તમે એ ખોટી માન્યતાને મનમાંથી કાઢી નાખો.

માનસિક ઉચાટને કારણે પણ શીઘ્રસ્ખલન થઈ શકે છે. ઇન્દ્રિયમાં યોગ્ય ઉત્તેજના આવતી હોય, પણ લાંબો સમય એ ટકી શકતી ન હોય તો એ માટેની સમાગમના એક કલાક પહેલાં ડેપોક્સિટિન નામની ગોળી લઈ શકો છો, પરંતુ એ પહેલાં ફૅમિલી ડૉક્ટર પાસે કમ્પ્લીટ ચેક-અપ કરાવી લેવું હિતાવહ છે.

આ પણ વાંચો : મને દર વખતે પ્રેગ્નન્સીની ચિંતા રહેવાથી હું બહુ સ્ટ્રેસમાં રહું છું. શું કરવું?

સવારે ઊઠીને ક્યારેક યુરિન પાસ કરતી વખતે જે બળતરા થાય છે એનું સાદું કારણ કદાચ તમે ઓછું પાણી પીતા હો એવું બની શકે. દિવસમાં અઢીથી ત્રણ લીટર પાણી પીવાનું રાખો. જરૂર પડ્યે ધાણા અને જીરું નાખીને ઉકાળેલું પાણી ઠારીને પીઓ. એમ કરવાથી યુરિનરી ટ્રૅક્ટની બળતરા શાંત થશે. ત્રણેક દિવસ આ પ્રયોગ કરવા છતાં બળતરા ન શમે તો યુરિન રૂટીન અને કલ્ચર રિપોર્ટ કરાવી લેવો. ક્યારેક યુરિનરી ટ્રૅક્ટનું ઇન્ફેક્શન હોઈ શકે છે. કબજિયાતને કારણે કે મળત્યાગ માટે જોર કરતી વખતે પણ સફેદ ટીપાં પડી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK