પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન માટે સ્પ્રે વાપરી શકું? કોઈ આડઅસર તો ન થાયને?

Published: Apr 17, 2019, 11:16 IST | ડૉ.રવિ કોઠારી

ઇન્દ્રિયની ઉત્તેજનામાં તસુભાર પણ વધારો થતો નથી. એટલે તમને જે હેતુથી એ વાપરવાની ઇચ્છા છે એમાંય કોઈ ફાયદો નથી થવાનો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : અમારાં નવાં લગ્ન થયેલાં ત્યારે અમે ખાસ્સો એવો સમય ઇન્ટિમસીમાં ગાળતાં હતાં. હવે લગ્નને છ-સાત વર્ષ થઈ ગયાં છે અને ઇન્ટિમસીમાં મોનોટોની આવવા લાગી છે. અમને બન્નેને અવનવા પ્રયોગો કરવાની ઇચ્છા થાય છે અને વધુ સમય ગાળી શકીએ તો સારું એવું થાય છે, પણ એટલી લાંબી ઉત્તેજના નથી ટકતી. ઉત્તેજના આવવામાં કે સમાગમમાં અમને કોઈ તકલીફ નથી પડતી, પણ અમારી ઇચ્છા છે કે સમાગમ થોડો લાંબો ચાલે તો અમે વેરિએશન્સ ટ્રાય કરી શકીએ. મારો ફ્રેન્ડ પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન માટે સ્પ્રે વાપરે છે અને એનાથી તેને ફાયદો પણ થયો છે. મને એવી કોઈ તકલીફ નથી એમ છતાં શું હું પણ આ સ્પ્રે વાપરી શકું? એનાથી કોઈ આડઅસર તો ન થાયને? કેમ કે ઊલમાંથી ચૂલમાં પડવા જેવું ન થાય એની મને ચિંતા છે.

જવાબ : જેમને વહેલું સ્ખલન થઈ જતું હોય તેમને માટે ઉત્તેજના લંબાવે એ પ્રકારનાં સ્પ્રે આવે છે. આ સમસ્યા સ્ખલનને પાછું ઠેલે છે. જોકે જુદા-જુદા નામે વેચાતાં આ સ્પ્રેમાં ખરેખર ઉત્તેજના વધારવાના કોઈ જ ગુણ નથી હોતા, પરંતુ એનાથી સંવેદના બુઠ્ઠી થઈ જાય છે. ઉત્તેજિત ઇન્દ્રિય સ્પર્શ માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ સ્પ્રેમાં રહેલી ઍનેસ્થેટિક દવા ઇન્દ્રિય પર લગાવવાથી ઉપરની ત્વચા બહેર મારી જાય છે અને ત્યાં થોડા સમય માટે સંવેદના ઘટી જાય છે.

આ પણ વાંચો : ગુટકાને લીધે સેક્સલાઇફ પર અસર થાય કે કેમ એ સમજાવો

સ્પર્શ-સંવેદના ઘટવાને કારણે તમે સંભોગ લાંબો ચલાવી શકો છો. જોકે સંવેદના ઘટવાને કારણે સમાગમ લાંબો ચાલ્યો હોવા છતાં આનંદ બેવડાતો નથી. વ્યક્તિ આનંદ મેળવવા માટે થઈને સંભોગ લાંબો ચાલે એવું ઇચ્છતી હોય છે, પણ સ્પ્રેને કારણે ઊલટું થાય છે. સમાગમ લાંબો ચાલે છે, પણ સંવેદના ચાલી જવાને કારણે વ્યક્તિ સ્પર્શ અને ઘર્ષણનો આનંદ નથી મેળવી શકતી. તમે વિવિધ પ્રયોગો આનંદ મેળવવા માટે કરો છો કે પછી ક્રિયા લાંબી ચલાવવા માટે? તમે જે આનંદ મેળવવા આ સ્પ્રે વાપરવા પ્રેરાયા છો એ આનંદ સ્પ્રે વાપર્યા પછી મળવાનો નથી. એટલે આ સ્પ્રે વાપરવાં જરાય હિતાવહ નથી, કેમ કે એનાથી ઇન્દ્રિયની ઉત્તેજનામાં તસુભાર પણ વધારો થતો નથી. એટલે તમને જે હેતુથી એ વાપરવાની ઇચ્છા છે એમાંય કોઈ ફાયદો નથી થવાનો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK