ગર્લફ્રેન્ડની વજાઇનામાંથી સફેદ રંગનું જાડું પ્રવાહી નીકળે એ નૉર્મલ છે?

Published: Apr 04, 2019, 12:36 IST | ડૉ.રવિ કોઠારી

કોઈ પણ સંબંધમાં બને ત્યાં સુધી કૉન્ડોમ વાપરવું બધી જ રીતે હિતાવહ છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : મારી ઉંમર ૨૧ વર્ષ છે. પોસ્ટ ગ્રૅજ્યુએશન ચાલે છે અને હાલમાં કમિટેડ રિલેશનશિપમાં છું. અમે બન્ને એકબીજાને વફાદાર છીએ અને ફિઝિકલી પણ મર્યાદાઓ પાર કરી છે. જોકે હમણાં બનેલી એક ઘટનાને કારણે મારા મનમાં શંકાનું બીજ રોપાયું છે. છેલ્લે જ્યારે અમે સંબંધ રાખ્યો ત્યારે ગર્લફ્રેન્ડની વજાઇનામાંથી સફેદ રંગનું જાડું પ્રવાહી નીકળતું હતું. ઇન્ટરકોર્સ પહેલાં આ વાતની ખબર ન પડી, પણ એ પછી મેં મારા પાર્ટ્સ પર પણ એ પ્રવાહી જામેલું જોયું એટલે ખબર પડી. એ પછી મને એ ભાગમાં ખંજવાળ પણ આવવા લાગી. મેં તેને આ બાબતે પૂછ્યું તો કહે છે કે આવું તો મને અવારનવાર થાય છે. શું તેને કોઈ ચેપી રોગ તો નહીં હોયને? થોડા દિવસ પછી મને હવે ખંજવાળ અને લાલાશ જતી રહી છે. શું આવા સંજોગોમાં તે ખરેખર વફાદાર જ હશે એવું માની લેવાય? ફરીથી સંબંધ રાખવાનું કેટલું જોખમી? ટ્રાન્સપરન્ટ પ્રવાહી લુબ્રિકેશન માટે હોય છે, પણ આ નૉર્મલ કહેવાય?

જવાબ : આમ જોવા જઈએ તો વફાદારી અને ગર્લફ્રેન્ડના પાર્ટ્સમાંથી નીકળતા વાઇટ ડિસ્ચાર્જને કંઈ લેવાદેવા નથી. ગર્લફ્રેન્ડ પૂરી વફાદાર હોય અને છતાં તેને આવું સફેદ પાણી નીકળી શકે છે. તેને જાતીય રોગ હશે કે કેમ એ પણ આ લક્ષણ પરથી કહી ન શકાય. કેમ કે તમે જે સફેદ જાડું પ્રવાહીની વાત કરી છે એ ઘણું કૉમન છે. મહિલાઓમાં ઘણી વાર વાઇટ ડિસ્ચાર્જની તકલીફ થતી હોય છે અને એમાં જાડું, ઘેરું ને ક્યારેક ફોદા થઈ જાય એવું પાણી પણ પડે છે.

આ પણ વાંચો : મારું વજન 90-પત્નીનું 68 છે એવામાં અમારા માટે બેસ્ટ પોઝિશન કઈ?

ગર્લફ્રેન્ડને કહો કે પ્રવાહીની તપાસ કરીને ચેપ બૅક્ટેરિયલ છે કે ફંગલ એનું નિદાન કરાવે અને એ માટે જરૂરી દવાનો કોર્સ કરે. આ જ દવાનો કોર્સ તમે પણ લો એ બહેતર છે, કેમ કે ઇન્ફેક્શનના અંશો તમારાં અંગોમાં સંઘરાઈને ફરીથી તમારા સમાગમ દરમ્યાન ફીમેલ પાર્ટનરમાં જઈ શકે છે. તમને આ ઇન્ફેક્શનને કારણે તમને કોઈ લક્ષણો જોવા નહીં મળે, પરંતુ જો તમે દવા નહીં કરાવો તો તમારી ગર્લફ્રેન્ડને વારંવાર આવું થશે અને તમે બન્ને પરેશાન થશો. બીજી વણમાગી સલાહ એ છે કે કોઈ પણ સંબંધમાં બને ત્યાં સુધી કૉન્ડોમ વાપરવું બધી જ રીતે હિતાવહ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK