મારું વજન 90-પત્નીનું 68 છે એવામાં અમારા માટે બેસ્ટ પોઝિશન કઈ?

Published: Apr 03, 2019, 12:04 IST | ડૉ.રવિ કોઠારી

ઓબેસિટીને કારણે અત્યારે તમને માત્ર પોઝિશન અપનાવવામાં તકલીફ પડી રહી છે, પણ વધુપડતું વજન હોવાથી ફર્ટિલિટી પર પણ માઠી અસર થાય છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : મારાં લગ્નને છ મહિના થયાં છે. આ પહેલાં કૉલેજમાં કે એ પછી પણ ક્યારેય હું ફિઝિકલી કોઈની સાથે જોડાયો નહોતો. હું મૅસ્ટરબેશન જ કરતો હતો. હાલમાં વાઇફ સાથે સમસ્યા કમ્ફર્ટેબલ પોઝિશનની છે. અમે ઘણી વાર ઇન્ટિમસી આગળ વધારવાનો પ્રયત્ન કર્યો, પણ અમને એકેય પોઝિશનમાં મૂવમેન્ટ ફાવતી નથી. કદાચ એનું કારણ છે અમારું વજન. મારું વજન લગભગ ૯૦ કિલો જેટલું છે અને તેનું ૬૮ કિલો. ફીમેલ સુપિરિયર પોઝિશનમાં તેને મૂવમેન્ટ કરતાં નથી ફાવતું અને હું જ્યારે ઉપર હોઉં ત્યારે તેને મારું વજન નથી ખમાતું. અત્યાર સુધી અમે કદી ઇન્ટરકોર્સ દ્વારા ઑર્ગેઝમ પર નથી પહોચ્યાં. અમે એકબીજાને ઓરલી સંતુષ્ટ કરીએ છીએ. અમારા માટે બેસ્ટ પોઝિશન કઈ કહેવાય? કોઈ પણ પોઝિશનમાં પેનિટ્રેશન દરમ્યાન અમને મુશ્કેલી પડે છે.

જવાબ : તમારે અત્યારે પોઝિશન કઈ બેસ્ટ કહેવાય એના કરતાં તમારા સ્વાસ્થ્ય માટે શું બેસ્ટ છે એ સમજવું જરૂરી છે. વજન વધુ હોય અને બૉડીની ફ્લેક્સિબિલિટી ઓછી હોય તો સેક્સ્યુઅલ લાઇફની શરૂઆતમાં થોડીક ગડમથલ તો રહે જ. એવામાં વજન જે છે એનો સ્વીકાર કરી લેવો અને છતાં સેક્સલાઇફ સુધરે એવી ઇચ્છા રાખવી એ લાંબા ગાળાનું સૉલ્યુશન નથી. બીજું, વજન વધારે હોય એ જ એકમાત્ર સમસ્યા નથી, શરીરની ફ્લેક્સિબિલિટી પણ સારી હોવી જરૂરી છે. કાં તો તમારે શરીરનું વજન હાથ અને પગ પર લેવાની તાકાત કેળવવી જોઈએ કાં પછી સમાગમ દરમ્યાન ઉપરની પોઝિશનમાં ન રહેવું જોઈએ. એનાથી સામેવાળી વ્યક્તિ પર વધુ વજનને કારણે સમાગમનો આનંદ નહીં, અકળામણ થાય એવું બની શકે.

આ પણ વાંચો : યુરિન પાસ કરતી વખતે બળતરા થાય છે શું કરવું?

મેદસ્વી યુગલો સ્પૂન પોઝિશન કે ડૉગી પોઝિશન અપનાવી શકે છે. જોકે આ તો શૉર્ટ ટર્મ અને ઇન્સ્ટન્ટ ઉકેલ છે. તમારી ઉંમર જોતાં તમારે લાંબા ગાળાનું વિચારવું જોઈએ. તમે ખરેખર તમારી સેક્સલાઇફ માટે ગંભીર હો તો બીજા શૉર્ટકટ અપનાવવાને બદલે વજન ઘટાડવા પર ધ્યાન પરોવવું જોઈએ. યોગ્ય ડાયટ અને એક્સરસાઇઝ કરીને ફિટ ઍન્ડ ફાઇન બની શકો છો. ઓબેસિટીને કારણે અત્યારે તમને માત્ર પોઝિશન અપનાવવામાં તકલીફ પડી રહી છે, પણ વધુપડતું વજન હોવાથી ફર્ટિલિટી પર પણ માઠી અસર થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK