પ્રાઇવેટ પાર્ટના હેરક્લિન કર્યા પછી ફોડલીઓ ન થાય એ માટે શું કરવું?

ડૉ.રવિ કોઠારી | Apr 18, 2019, 12:39 IST

શેવ કરો, વૅક્સ કરો કે જસ્ટ કાતરથી વાળ કાપો; એ પછી એ ભાગને સ્વચ્છ પાણી અને સાબુથી દિવસમાં બે વાર યોગ્ય રીતે સાફ કરવાનું રાખવું જરૂરી છે.

પ્રાઇવેટ પાર્ટના હેરક્લિન કર્યા પછી ફોડલીઓ ન થાય એ માટે શું કરવું?
પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : મારાં નવાં-નવાં લગ્ન થયાં છે અને મને પ્રાઇવેટ પાર્ટ્સની અટ્રૅક્ટિવનેસ માટે બહુ ચિંતા રહે છે. એ ભાગમાં મને વાળનો ગ્રોથ એટલોબધો છે કે ઑલમોસ્ટ દર પંદર દિવસે શેવિંગ કરવું પડે છે. શેવિંગ પછી એ ભાગમાં ફોડલી થાય છે અને ગરમીને કારણે પાકે છે. એ ભાગની ત્વચા બહુ કાળી પડી ગઈ છે એટલું જ નહીં, એ ભાગમાં ઇનગ્રોન હેરની સમસ્યા પણ છે. એક-બે વાર મેં વૅક્સિંગ કરાવેલું તો એ પછી વાળનો ગ્રોથ ઘણો મોડો થયેલો, પરંતુ એ પછીયે ખંજવાળ અને ફોડલીઓની સમસ્યા વધુ હતી. આ સમસ્યાનું શું થઈ શકે? બન્ને પછી ફોડલીઓ ન થાય એ માટે શું કરવું?

જવાબ : માણસોને ભલે ન ગમે, પણ પ્રાઇવેટ પાર્ટને પ્રોટેક્ટ કરવા માટે એ ભાગમાં વાળ ભગવાને આપ્યા છે. એ ભાગ દેખાવમાં અટ્રૅક્ટિવ અને ગોરો હોય એની ચિંતા કરવાને બદલે એ સ્વચ્છ અને સ્વસ્થ હોય એ વધુ ઇમ્પોર્ટન્ટ છે. વાળને કારણે એ ભાગમાં ગરમી અને પરસેવો વધુ થાય છે. શેવિંગ કરવાથી બે-ચાર દિવસ એ ભાગ સ્મૂધ લાગે છે, પણ એ પછીથી વાળનો ગ્રોથ શરૂ થતાં ત્યાં ખંજવાળ આવે છે.

ખંજવાળને કારણે તેમ જ ભેજ અને પસીનાને કારણે પણ ઇનગ્રોથનું પ્રમાણ વધે છે. તમે શેવિંગ કરો તો દર વખતે સ્ટરાઇલ અને શાર્પ બ્લૅડ વાપરો એ જરૂરી છે. બુઠ્ઠી બ્લૅડને કારણે પણ વાળ બરાબર શેવ નથી થતા અને ઇનગ્રોથનું પ્રમાણ વધે છે.

હવે વૅક્સિંગનો ઑપ્શન પણ સારો છે, પરંતુ એ દરમ્યાન યોગ્ય સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવ્યું હોય એ જરૂરી છે. વૅક્સિંગ પહેલાં અને પછી બન્ને વખત એ ભાગને ઍન્ટિ-સૅપ્ટિક લિક્વિડ વડે સાફ કરવામાં આવે તેમ જ કરનાર વ્યક્તિએ ગ્લવ્ઝ પહેરેલાં હોય એ જરૂરી છે. વૅક્સિંગ કે શેવિંગ પહેલાં તમે એ ભાગને સારી રીતે સ્ક્રબ કરીને ત્યાંની આસપાસની ડેડ સ્કિન દૂર કરી દેશો તો એનાથી ઇનગ્રોન હેરની શક્યતા ઘટશે.

આ પણ વાંચો : પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન માટે સ્પ્રે વાપરી શકું? કોઈ આડઅસર તો ન થાયને?

શેવ કરો, વૅક્સ કરો કે જસ્ટ કાતરથી વાળ કાપો; એ પછી એ ભાગને સ્વચ્છ પાણી અને સાબુથી દિવસમાં બે વાર યોગ્ય રીતે સાફ કરવાનું રાખવું જરૂરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK