1 મહિના પહેલા કમળો થયો હતો હજી અસર છે તો સમાગમ કે હસ્તમૈથુન કરી શકાય?

Published: Apr 23, 2019, 13:06 IST | ડૉ.રવિ કોઠારી

હજી મેં દુકાને જવાનું શરૂ નથી કર્યું, પણ ઘરે ચાર-પાંચ કલાક કામ કરું છું. શું હવે હું સમાગમ કે હસ્તમૈથુન કરી શકું? એમ કરવાથી પત્નીને તો કોઈ તકલીફ ન થાયને? ફરી હસ્તમૈથુન કરવાથી સાવ નબળાઈ આવી જાય એવું તો નહીં થાયને? બીજા કોઈને પૂછતાં સંકોચ થાય છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : મારાં લગ્નને બે વર્ષ થયાં છે. લગભગ મહિના પહેલાં મને કમળો થયેલો. એ પછી શરીરમાં બહુ જ નબળાઈ આવી ગઈ છે. ડૉક્ટરનું કહેવું છે કે હજી પૂરેપૂરી રિકવરી નથી આવી. શરૂઆતમાં તો કંઈ જ ખાઈ શકાતું નહોતું. ત્વચા, યુરિન બધું જ પીળું પડી ગયેલું. વચ્ચે થોડુંક સારું લાગેલું ત્યારે એક વાર મેં હસ્તમૈથુન કરેલું, પણ એ વખતે વીર્ય પણ એકદમ પીળું નીકળ્યું હતું. આમ તો રિકવરી સારી થઈ રહી હતી, પણ મેં હસ્તમૈથુન કર્યું એ પછી ખૂબ જ નબળાઈ લાગવા લાગી. બે-ત્રણ દિવસ ફરી સંપૂર્ણ રેસ્ટ કરવો પડેલો. આ વાતને દસેક દિવસ થઈ ગયા છે. હજી મેં દુકાને જવાનું શરૂ નથી કર્યું, પણ ઘરે ચાર-પાંચ કલાક કામ કરું છું. શું હવે હું સમાગમ કે હસ્તમૈથુન કરી શકું? એમ કરવાથી પત્નીને તો કોઈ તકલીફ ન થાયને? ફરી હસ્તમૈથુન કરવાથી સાવ નબળાઈ આવી જાય એવું તો નહીં થાયને? બીજા કોઈને પૂછતાં સંકોચ થાય છે.

જવાબ : કમળો એ ચેપી રોગ નથી. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ પણ નથી થતો અને અન્ય રીતે પણ નહીં. એમાં લિવરની અંદર બિલિરુબિન નામનું પીળું રંજક દ્રવ્ય વધી જાય છે અને એટલે ત્વચા, નખ, આંખ, યુરિન, મળ બધું જ પીળું-પીળું થવા લાગે છે. તમને કમળા વખતે જે પીળું વીર્ય આવેલું એ સ્વાભાવિક છે. એની ચિંતા કરવાની જરૂર નથી. કમળાની અસર મટશે એટલે આપમેળે વીર્યનો રંગ પણ બદલાઈ જશે.

કમળા વખતે શરીરને જેટલો આરામ આપો અને સાવ પચવામાં હલકી ચીજો લેવાનું રાખો તો ઝડપથી રિકવરી થાય છે એવું મનાય છે. જ્યારે શરીરમાં થાક, તાવ કે અન્ય નબળાઈ હોય ત્યારે કુદરતી રીતે જ સેક્સની ઇચ્છા નથી થતી. થાય તો પણ એમ કરવું હિતાવહ નથી. આયુર્વેદમાં રોગાવસ્થામાં મૈથુનને નિષેધ ગણવામાં આવ્યું છે, કેમ કે એનાથી રોગની રિકવરી ધીમી પડી જાય છે.

આ પણ વાંચો : પ્રાઇવેટ પાર્ટના હેરક્લિન કર્યા પછી ફોડલીઓ ન થાય એ માટે શું કરવું?

જો તમારા રિપોર્ટ્સ નૉર્મલ હોય તો તમે હળવી સેક્સ્યુઅલ ઍક્ટિવિટીમાં જોતરાઈ શકો છો. એક વાર રોગનાં લક્ષણો શરીરમાંથી જાય, તમે ફુલ ફ્લેજ્ડ આઠ કલાક કામ કરી શકો એટલો સ્ટેમિના આવે એ પછી તમે જરૂર કામક્રીડામાં રાચી શકો છો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK