સમાગમ લાંબો ચાલે એ માટે કોઈ દવા લઈ શકાય? ઉપાય જણાવો

Published: Sep 30, 2019, 17:07 IST | સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી | મુંબઈ

મારી ઉંમર ૩૫ વર્ષ છે. થોડાક સમય પહેલાં મને લાગતું હતું કે પહેલાં જેટલો લાંબો સમાગમ નથી ચાલતો. એને કારણે આનંદ અનુભવાય એ પહેલાં જ સ્ખલન થઈ જાય છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલઃ મારી ઉંમર ૩૫ વર્ષ છે. થોડાક સમય પહેલાં મને લાગતું હતું કે પહેલાં જેટલો લાંબો સમાગમ નથી ચાલતો. એને કારણે આનંદ અનુભવાય એ પહેલાં જ સ્ખલન થઈ જાય છે. મેં તમારી કૉલમ વાંચીને ડૅપોક્સિટિન 30 મિલીગ્રામની ગોળી લીધી. આ દવાની ખાસ આડઅસર નથી એવું પણ તમે કહેલું એટલે જાતે પ્રયોગ કરી લીધો. જોકે એ પછી સમાગમના સમયમાં ખાસ કોઈ ફરક ન પડ્યો એટલે થોડાક દિવસ પછી ૬૦ મિલીગ્રામ ગોળી લીધી. એનાથી સમાગમ ખૂબ લાંબો ચાલ્યો. એટલો લાંબો કે સ્ખલન થાય એ પહેલાં તો હું ફિઝિકલી ખૂબ થાકી ગયેલો. સાવ જ થાકી ગયો હોવાથી લાંબા સમાગમ પછીયે બહુ મજા ન આવી. અલબત્ત, એ પછી મેં જોયું હતું કે હું દવા ન લઉં તોય પ્રમાણમાં સારોએવો લાંબો સમાગમ ચાલતો. મારે જાણવું એ છે કે આ ગોળીની અસર કેટલા દિવસ સુધી રહે? શું આ દવા જ્યારે સમાગમ કરવાનો હોય ત્યારે જ લેવાની હોય કે પછી લીધેલી દવાની અસર અમુક દિવસો સુધી ટકે?

જવાબ: સૌથી પહેલી વાત તો એ કહેવાની કે આ કૉલમમાં જે પણ દરદીને સલાહ આપવામાં આવે છે એ વ્યક્તિગત ધોરણે હોય છે. કોઈએ બંધબેસતી પાઘડી પહેરીને જાતે દવાઓ લેવાનું શરૂ કરી દેવું હિતાવહ નથી. ડૅપોક્સિટિન એ શીઘ્રસ્ખલનને વિલંબિતમાં ફેરવવા માટેની છે. આ દવાની અસર દિવસો સુધી નથી રહેતી એટલે જ જ્યારે સમાગમ કરવાનો હોય એના એક-બે કલાક પહેલાં જ લેવાની હોય છે. વાત સાચી કે પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન માટે આ દવા ઘણી જ અસરકારક છે અને એની ખાસ ખરાબ આડઅસરો નથી. એનો મતલબ એ નથી કે તમને તકલીફ ન હોય એ છતાં તમે એ દવા લેવા માંડો. વિટામિન્સ શરીર માટે આવશ્યક કહેવાય છે. એમ છતાં, એમ જ એના ફાકડા ભરવાની મનાઈ જ હોય છે. તમારા શરીરમાં એની કમી ન હોય એ છતાં તમે એનાં સપ્લિમેન્ટ્સ લેવા લાગો તો નુકસાન પણ થઈ શકે છે.

આ પણ વાંચો : સહેલીની જેમ આવકારી તે દેરાણી, પિયરના પૈસાનો દેખાડો કરે છે. શું કરું?

સમાગમ અકારણ લંબાવ્યા કરવાથી વધુ સંતોષ મળવાનો છે એવું નથી હોતું. તમે કુદરતી રીતે સંતોષ મેળવી શકો એટલો સમય સંભોગ ન કરી શકતા હો તો જ આ દવા લેવી જોઈએ. ખરેખર તમને આ દવાની જરૂર છે કે નહીં એ ડૉક્ટરને નક્કી કરવા દો. આ દવાઓ અનુભવી વ્યક્તિના પ્રિસ્ક્રિપ્શન વિના ન લેવી જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK