માનસિક રીતે અસ્વસ્થ 18 વર્ષના દીકરાને જાતીય શિક્ષણ આપવું કે કેમ?

Published: Jul 18, 2019, 12:30 IST | ડૉ.રવિ કોઠારી - સેક્સ-સંવાદ | મુંબઈ ડેસ્ક

મારી પત્ની કહે છે કે જો તેનો જાતીય વિકાસ પણ નૉર્મલ હશે તો તેને છોકરીઓ પ્રત્યે આકર્ષણ પણ થશે અને એવા સંજાગોમાં જો તે બહાર જઈને કંઈક ઊલટું કરી આવ્યો તો શું?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : મારો દીકરો ૧૮ વર્ષનો છે અને માનસિક રીતે અસ્વસ્થ છે. જોકે હાઇટ-બૉડી એકદમ નૉર્મલ વ્યક્તિ જેવાં જ વધી ગયાં છે. તેને જાતીયતા વિશે કેટલી સમજણ પડે છે એ તો ખબર નથી, પણ ક્યારેક તેના પૅન્ટમાં વીર્યના ડાઘ જાવા મળે છે. મને ખબર નથી કે તે મૅસ્ટરબેશન કરે છે કે પછી સ્ખલન થઈ જાય છે. તેનું વર્તન ક્યારેક બહુ વિચિત્ર હોય છે. હવે આવા સંજાગોમાં તેની જાતીયતા બાબતે શું થઈ શકે? તેને આ વિશે કેવી રીતે અને કેટલું સમજાવવું જાઈએ? મારી પત્ની કહે છે કે જો તેનો જાતીય વિકાસ પણ નૉર્મલ હશે તો તેને છોકરીઓ પ્રત્યે આકર્ષણ પણ થશે અને એવા સંજાગોમાં જો તે બહાર જઈને કંઈક ઊલટું કરી આવ્યો તો શું? તેને સાંજે ગાર્ડનમાં ચાલવા લઈ જઈએ ત્યારે તે બીજા લોકો તરફ વિચિત્ર નજર કરે છે. તેની ઉંમરની અમારા બિલ્ડિંગમાં રહેતી છોકરીઓ સમજણી થઈ ગઈ છે છતાં તે તેમની સાથે રમવાની જીદ કરે છે. તેને જાતીય શિક્ષણ આપવા માટે શું કરવું?

જવાબ : ભલે તમારો દીકરો માનસિક રીતે અસ્વસ્થ હોય, પણ શરીરનો વિકાસ નૉર્મલ છે ત્યારે તેની જાતીયતા પણ નૉર્મલ હશે. હૉર્મોનલ બદલાવ અત્યારે ચરમ પર હોવાથી થોડુંક અજુગતું લાગે એવું વર્તન પણ કરતો હોઈ શકે છે. આવા સંજાગોમાં બને ત્યાં સુધી તેને એકલો બહાર ફરવા મોકલવો નહીં.

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

પૅન્ટમાં જોવા મળતા વીર્યના ડાઘ બતાવે છે કે તેની શારીરિક ક્રિયાઓ સ્વસ્થ છે. જો તે હસ્તમૈથુન કરતો કે પોતાના પ્રાઇવેટ પાર્ટ્સ સાથે રમતો કદી જોવા ન મળ્યો હોય તો બની શકે કે એ નાઇટફૉલ જ હોય. જે હોય એ, એમાં કશું ખોટું નથી. હા, તેને કુદરતી આવેગો સંતોષવા માટે હસ્તમૈથુન કરતાં શીખવવું જરૂરી છે. જોકે આ બાબતનું જ્ઞાન આપવામાં સાવચેતી જરૂરી છે. જાતે સંતોષ લેતાં શીખવું અને છતાં એ ક્રિયાને અંગત રાખવી એ સંતુલન શીખવવાનું મહત્ત્વનું છે. તમે જાતે જ તેને કશું શીખવો એના કરતાં સેક્સોલૉજિસ્ટ-કમ-સાઇકોલૉજિસ્ટ નિષ્ણાત હોય એવી વ્યક્તિને કન્સલ્ટ કરવી જાઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK