મારી ઉમર 28 વર્ષ છે અને લગ્નને 4 વર્ષ થયા પરંતુ હાલ અમે બાળક નથી ઈચ્છતા

Published: Sep 16, 2019, 15:01 IST | સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

અમારાં લગ્નને ચાર વર્ષ થયાં છે અને અમે હમણાં બાળક નથી ઇચ્છતાં. મારી ઉંમર ૨૮ વર્ષ છે અને હસબન્ડની ૩૦ વર્ષ. મારાં સાસરિયાંઓનું કહેવું છે કે તમે જેટલું મોડું કરશો એટલું બાળક મેળવવામાં તકલીફ પડશે.

સવાલઃ અમારાં લગ્નને ચાર વર્ષ થયાં છે અને અમે હમણાં બાળક નથી ઇચ્છતાં. મારી ઉંમર ૨૮ વર્ષ છે અને હસબન્ડની ૩૦ વર્ષ. મારાં સાસરિયાંઓનું કહેવું છે કે તમે જેટલું મોડું કરશો એટલું બાળક મેળવવામાં તકલીફ પડશે. શું આ વાત સાચી છે? કેટલીક જગ્યાએ તો અમે એ પણ વાંચ્યું છે કે જો ૩૦ વર્ષ પહેલાં બાળક પ્લાન ન કરી લેવામાં આવે તો પછી કૃત્રિમ ગર્ભધારણને શરણે જવું પડે છે. જોકે હમણાં એવા સમાચાર પણ આવ્યા કે ૭૪ વર્ષનાં દાદીએ પોતાના બાળકને જન્મ આપ્યો. તો શું બાળક કરી લેવા માટે આઇડિયલ ઉંમરની વાતો કામની નથી? અમે બન્ને વર્કિંગ છીએ અને હમણાં ફાઇનૅન્શિયલી સેટલ થઈએ એ પછી જ બાળક મેળવવા ઇચ્છીએ છીએ અને હમણાં હું કરીઅરમાં બ્રેક લેવા નથી ઇચ્છતી. હજી ત્રણેક વર્ષ બાદ પ્લાનિંગ કરીએ તો ચાલે?

જવાબ: ગર્ભધારણ એ ખૂબ કૉમ્પ્લેક્સ બાબત છે અને અત્યંત યુનિક ફૅક્ટર્સ પર આધાર રાખે છે. માત્ર આંકડાકીય ઉંમરને જ આમાં ધ્યાનમાં રાખવી ન જોઈએ. મેડિકલી જોઈએ તો ૨૪થી ૩૦ વર્ષની વયે નૅચરલી કન્સીવ થવાના ચાન્સિસ સૌથી વધુ હોય છે. જોકે એ પણ જો યુગલમાં બન્ને જણ સ્વસ્થ હોય તો જ. ઘણી વાર ટીનેજથી જ આજકાલની સ્ત્રીઓમાં પિરિયડ્સને લઈને સમસ્યા થવા માંડે છે. સ્ટ્રેસ અને હૉર્મોનલ અસંતુલનને કારણે માસિકની અનિયમિતતા વધે છે અને સાથે ગર્ભધારણની ક્ષમતા પણ ઘટતી હોય છે. બીજું, પુરુષોમાં પણ સ્ટ્રેસ એ સ્પર્મના કાઉન્ટ અને ક્વૉલિટીનો મોટો દુશ્મન ગણાય છે.

આ પણ વાંચો: સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ ન થાય એ માટે શું સેફ્ટી રાખવી જાઈએ?

ટૂંકમાં તમે રાહ જોઈ શકો એમ છો કે નહીં એ માત્ર તમારી ઉંમરને આધારે ન કહી શકાય. તમારી ફર્ટિલિટી ચેક કર્યા પછી જ એનું ચોક્કસ નિદાન થઈ શકે છે. ઘણી વાર ૩૨-૩૫ વર્ષ પછી સ્ત્રીઓના એગની ક્વૉલિટીમાં પણ ઊણપ આવતી હોય છે એટલે તમારી ઓવરીઝ નૉર્મલ છે કે નહીં એ પણ જાણવું જરૂરી છે. ફર્ટિલિટી પર અનેક ફૅક્ટર્સ અસર કરે છે એટલે કોઈ એક જ ચીજ ધ્યાનમાં રાખીને નિર્ણય ન લેવો. ઘણી વાર અમુક ઉંમર પછી બાળક મેળવવા માટે બહુ લાંબી મેડિકલ સારવારમાંથી પસાર થવું પડે છે જે આર્થિક અને માનસિક બન્ને રીતે વધુ કનડગત કરનારી હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK