પત્ની સાથે સમાગમ કરતાં અચાનક જ મારી ઇન્દ્રિય શિથિલ થઈ ગઈ છે. શું કરું?

Published: Sep 17, 2019, 15:13 IST | સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી | મુંબઈ

હમણાં મારી પત્ની સાથે સમાગમ કરતાં-કરતાં અચાનક જ મારી ઇન્દ્રિય શિથિલ થઈ ગઈ. થોડા સમય પહેલાં છાપામાં પણ વાંચેલું કે ડાયાબિટીઝને કારણે નપુંસકતા આવે છે. શું મારી આ સમસ્યા એવી તો નથીને?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર ૫૧ વરસ છે. દોઢેક વરસ પહેલાં મને ડાયાબિટીઝનું નિદાન થયું છે. મારા ફૅમિલી ડૉક્ટર પાસેથી મેં ડાયાબિટીઝને લગતી બધી વાતોને ધ્યાનમાં લીધી છે. ડાયટ કન્ટ્રોલ તેમ જ દવાઓ નિયમિત લઉં છું. એક્સરસાઇઝ કરવામાં પહેલાં આળસુ હતો એ પણ હવે સુધારી લીધું છે. મારા ફૅમિલી ડૉક્ટર કહે છે કે જો હું રોજ ૪૫ મિનિટ એક્સરસાઇઝ નહીં કરું તો ડાયાબિટીઝ વધશે અને સાથે જ બીજી સમસ્યાઓ પણ આવશે. એમાં સેક્સલાઇફમાં પણ તકલીફ થઈ શકે. હમણાં મારી પત્ની સાથે સમાગમ કરતાં-કરતાં અચાનક જ મારી ઇન્દ્રિય શિથિલ થઈ ગઈ. થોડા સમય પહેલાં છાપામાં પણ વાંચેલું કે ડાયાબિટીઝને કારણે નપુંસકતા આવે છે. શું મારી આ સમસ્યા એવી તો નથીને?

જવાબ : ડાયાબિટીઝને કારણે રક્તવાહિનીઓને નુકસાન પહોંચે છે અને એટલે જો બ્લડશુગર કન્ટ્રોલમાં રાખવામાં ન આવે તો ઉત્તેજના વખતે ઇન્દ્રિયમાં બ્લડ-સર્ક્યુલેશનમાં તકલીફ થઈ શકે છે. તમારા ફૅમિલી ડૉક્ટરે તમને જે કન્ટ્રોલ માટેનાં પગલાં લેવાનું કહ્યું છે એને તમારે સ્ટ્રિક્ટલી ફૉલો કરવાં જાઈએ.

તમારા કેસમાં ડાયાબિટીઝને લીધે ઇન્દ્રિયઉત્થાનમાં તકલીફ પડવાનું કારણ ઓછું અને માહિતીને કારણે માનસિક અસર વધુ લાગે છે. અત્યાર સુધી તમારી સેક્સલાઇફ એકદમ બરાબર હતી અને અચાનક જ ડાયાબિટીઝનું નિદાન થયું. સાથે તમે જે માહિતી વાંચી છે એ બધાને કારણે માનસિક રીતે તમને ચિંતા પેસી ગઈ છે કે હવે તમને નપુંસકતા આવી જશે. આ મેન્ટલ ટેન્શન અને તાણને કારણે તમને અચાનક જ ઇન્દ્રિયમાં આવેલું કડકપણું જતું રહ્યું હોઈ શકે છે. તમને યોનિપ્રવેશ કરી શકાય એટલું કડક ઉત્થાન થાય છે એ બતાવે છે કે તમને હજી સુધી શારીરિક કોઈ પ્રૉબ્લેમ થયો નથી.

આ પણ વાંચો : સ્ત્રીઓની ફર્ટિલિટી જોખમાવાનું નંબર-વન કારણ ખબર છે?

મનમાંથી નપુંસકતાનો ભય કાઢી નાખો, પરંતુ ડાયાબિટીઝ પ્રત્યે હળવું વલણ ન રાખો. તમે નિયમિત એક્સરસાઇઝ કરવાનું રાખો અને શુગરને કન્ટ્રોલમાં રાખો. શારીરિક પ્રવૃત્તિ જાળવશો અને સાવ બેઠાડુ જિંદગી ન જીવાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. મોટા ભાગે શુગરની તકલીફ એમાંથી જ આગળ વધતી હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK