હુ પત્નીને સમાગમથી સંતુષ્ટ નથી કરી શકતો, તો દેશી વાયેગ્રા કઈ રીતે લેવી?

Published: Oct 18, 2019, 15:12 IST | સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી | મુંબઈ

મારા સિનિયર દોસ્તોનું કહેવું છે કે વાયેગ્રા લેવાથી ફરીથી ઉત્થાન થવા લાગશે અને સેક્સલાઇફ નૉર્મલ થઈ જશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલઃ નોકરીમાંથી રિટાયર થઈ ચૂક્યો છું. ત્રણ સંતાનો પોતપોતાને ત્યાં સેટલ છે. પત્ની બહુ જ સમજુ અને સહકાર આપનારી છે. જોકે છેલ્લા ૬ મહિનાથી બિલકુલ ઉત્થાન નથી થતું. મારા સિનિયર દોસ્તોનું કહેવું છે કે વાયેગ્રા લેવાથી ફરીથી ઉત્થાન થવા લાગશે અને સેક્સલાઇફ નૉર્મલ થઈ જશે. એક વાર દવા લીધી પણ ખરી, પરંતુ બહુ ફરક ન પડ્યો. બીજું હમણાંથી મારી બ્લડશુગર કાબૂમાં નથી રહેતી. હંમેશાં ફાસ્ટિંગ શુગર ૧૮૦ અને પોસ્ટ લંચ શુગર ૩૩૦ આવે છે. ડાયાબિટીઝની પણ કોઈ દવા હોય તો કહેજો. મારી પત્ની તરફથી પૂરો સહકાર મળે છે છતાં હું તેને સમાગમથી સંતુષ્ટ નથી કરી શકતો એ નથી ગમતું. દેશી વાયેગ્રા કઈ રીતે લેવી? એનાથી કોઈ નુકસાન તો નહીં થાયને?

જવાબ : તમે જેને સાઇડની સમસ્યા ગણો છો એ એ બ્લડશુગરને પહેલાં કાબૂમાં લેવાની જરૂર છે. ઇન્દ્રિય ઉત્થાનમાં તકલીફો વધી રહી છે એનું કારણ ઉંમર તો ખરી જ, પણ સાથે બેકાબૂ ડાયાબિટીઝ પણ હોઈ શકે છે.  માટે મહેરબાની કરીને પહેલાં તમારો ડાયાબિટીઝ કન્ટ્રોલમાં રાખો. ડાયેટિંગ અને એક્સરસાઇઝ નિયમિત કરો. ઓછામાં ઓછું પોણો કલાક ચાલો. ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખશો તો બીજી સમસ્યાઓ ઊભી નહીં થાય અને ઇન્દ્રિયના ઉત્થાનમાં પણ વધુ સમસ્યા નહીં થાય. સવારે નરણા કોઠે એક ચમચી આમળાંનો પાઉડર અથવા જૂસ લો અને જમતી વખતે એક ચમચી લીલી હળદર અને આંબાહળદરમાં લીંબુ નિચોવીને ચાવી-ચાવીને ખાઓ. આયુર્વેદમાં લીલી હળદર અને આમળાંને ડાયાબિટીઝ માટે ઘણાં સારાં ગણ્યાં છે. તમને બ્લડપ્રેશર હોય અને તમે નાઇટ્રેટયુક્ત ગોળી લેતા હો તો તમારે વાયેગ્રા ન લેવી જોઈએ. બીપી નૉર્મલ હોય તો ઇન્દ્રિયમાં ઉત્તેજના વધારવા માટે દેશી વાયેગ્રા લઈ શકાય. એનાથી ઘણું જ સારું પરિણામ મળી શકે છે. સમાગમના એક કલાક પહેલાં દેશી વાયેગ્રા ૧૦૦ મિલીગ્રામની એક ગોળી લેવી.

આ પણ વાંચો : અમને ડૉગી પોઝિશનમાં સમાગમ કરવાનું ગમવા લાગ્યું છે. શું આ નૉર્મલ છે?

આ ગોળી ભૂખ્યા પેટે લેશો તો વધુ સારી અસર બતાવશે. યાદ રહે, આ ગોળી ૨૪ કલાકમાં એકથી વધુ ન લઈ શકાય. આ ગોળી હંમેશાં તમારા ફૅમિલી ડૉક્ટરની સલાહ હેઠળ લેવી જાઈએ. તમારી ઓવરઑલ હેલ્થ ચેક કર્યા પછી તેઓ નક્કી કરી શકશે કે તમારા માટે એ ગોળી ઠીક રહેશે કે નહીં.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK