61 વર્ષે પણ સમાગમ લાંબો સમય ચાલે એ માટે પણ કોઈ ગોળી જણાવશો.

Published: Sep 11, 2019, 10:37 IST

મારી ઉંમર ૬૧ વર્ષ છે. ત્રણેક વર્ષ પહેલાં મને છાતીમાં હળવો દુખાવો થયેલો અને એ પછી ઍન્જિયોપ્લાસ્ટી કરાવેલી. એ પછી હું દેશી વાયેગ્રા લઈને સંબંધ રાખતો હતો. જોકે હમણાં ૬ મહિના પહેલાં બાયપાસ સર્જરી કરાવી છે.

સવાલ : મારી ઉંમર ૬૧ વર્ષ છે. ત્રણેક વર્ષ પહેલાં મને છાતીમાં હળવો દુખાવો થયેલો અને એ પછી ઍન્જિયોપ્લાસ્ટી કરાવેલી. એ પછી હું દેશી વાયેગ્રા લઈને સંબંધ રાખતો હતો. જોકે હમણાં ૬ મહિના પહેલાં બાયપાસ સર્જરી કરાવી છે. અત્યાર સુધી અમે સારી રીતે સેક્સ માણી શકતાં હતાં, પણ બાયપાસ પછીથી મને કડકપણું ઓછું લાગે છે. મને અને મારી વાઇફને સેક્સ માણવાની ઇચ્છા થાય છે, પરંતુ ઓછા ઉત્થાનને કારણે એટલો આનંદ નથી મળતો તો આ માટે હવે ફરી દેશી વાયેગ્રા લઈ શકાય ખરી? પહેલાં હું ક્યારેક લેતો હતો, પણ હવે સર્જરી પછી થોડું સંભાળીને આગળ વધવું ઠીક કહેવાય. કેટલા ગ્રામની વાયેગ્રા લઈ શકાય? સમાગમ લાંબો સમય ચાલે એ માટે પણ કોઈ ગોળી જણાવશો.

જવાબ : સામાન્ય રીતે જો આરામ અવસ્થામાં અને કસરત પછી બન્ને અવસ્થામાં તમારો કાર્ડિયોગ્રામ નૉર્મલ આવે તો તમે વાયેગ્રા લઈને સમાગમમાં રાચી શકો. જ્યાં કાર્ડિયોગ્રામની સર્વિસ ઉપલબ્ધ નથી હોતી ત્યાં એમ માનવામાં આવે છે કે જો એક વ્યક્તિ અડધો કલાક સુધી રિઝનેબલ સ્પીડથી રોકાયા વગર ચાલી શકતી હોય તો અને અજુગતું બ્લડપ્રેશર વધ-ઘટ ન થતું હોય અથવા છાતીમાં કોઈ પણ પ્રકારનો દુખાવો ન થતો હોય તો એ વ્યક્તિ સમાગમમાં ચોક્કસ રાચી શકે. આ જનરલ ગાઇડલાઇન છે, પરંતુ તમારે વાયેગ્રા લઈ શકાય કે કેમ એનો સચોટ જવાબ તમારું રેગ્યુલર ચેક કરનારા કાર્ડિયોલૉજિસ્ટને પૂછીને જાણવો જોઈએ.

આ પણ વાંચો: ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બિમારીના કારણે મારી સેક્સ લાઈફ પર કેટલી અસર કરશે?

દેશી વાયેગ્રા ભૂખ્યા પેટે સમાગમના એક કલાક પહેલાં લેવી જાઈએ. એનાથી તમારી ૫૦ ટકા ઉત્તેજના ૯૦થી ૯૫ ટકા સુધી સહેલાઈથી પહોંચી શકે. આ ગોળી ૨૪ કલાકમાં એક જ વાર લઈ શકાય. બીજું કે જો બ્લડપ્રેશર માટે કોઈ નાઇટ્રેટયુક્ત ગોળીનું સેવન કરતા હો તો દેશી વાયેગ્રા તમારાથી ન લઈ શકાય. તમારા ડૉક્ટર એ ચેક કરીને કહી શકશે. સમાગમના ચારથી પાંચ કલાક પહેલાં ડૅપોક્સિટિનની ૩૦ મિલીગ્રામની ગોળી લેવામાં આવે તો શીઘ્રસ્ખલન વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ જાય છે. આ ગોળીઓ હંમેશાં તમારા ફૅમિલી ડૉક્ટરની સલાહ હેઠળ પ્રિસ્ક્રિપ્શન સાથે જ લેવી જાઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK