સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ ન થાય એ માટે શું સેફ્ટી રાખવી જાઈએ?

Published: Sep 12, 2019, 09:56 IST | સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

હું ૩૧ વર્ષની છું અને લેસ્બિયન સેક્સ્યુઅલિટી ધરાવું છું. ઘરથી દૂર રહું છું અને આર્થિક રીતે પગભર હોવાથી હવે પેરન્ટ્સ તરફથી લગ્નનું દબાણ નથી. મારે ત્રણેક પાર્ટનર્સ છે અને એ બધી જ બાઇસેક્સ્યુઅલ હોવાથી પરણી ગઈ છે.

સવાલઃ હું ૩૧ વર્ષની છું અને લેસ્બિયન સેક્સ્યુઅલિટી ધરાવું છું. ઘરથી દૂર રહું છું અને આર્થિક રીતે પગભર હોવાથી હવે પેરન્ટ્સ તરફથી લગ્નનું દબાણ નથી. મારે ત્રણેક પાર્ટનર્સ છે અને એ બધી જ બાઇસેક્સ્યુઅલ હોવાથી પરણી ગઈ છે. છોકરીઓ હોવાથી અમને મળવામાં અને એકાંત શોધી લેવામાં વાંધો નથી આવતો. કોઈને શક પણ જતો નથી અને જ્યાં સુધી કોઈને ખબર ન પડે ત્યાં સુધી સમાજમાં વાંધો પણ નથી. મેં એવું સાંભળ્યું છે કે હોમોસેક્સ્યુઅલ સંબંધોમાં જાતીય ચેપનું સંક્રમણ વધુ થાય છે. શું લેસ્બિયન્સ સેક્સમાં મલ્ટિપલ પાર્ટનર્સ હોય તો ચેપી રોગોની શક્યતા રહે? મારી ફ્રેન્ડ્સ એકદમ ફૉર્વર્ડ છે અને સેક્સલાઇફમાં ખૂબ એક્સપરિમેન્ટેટિવ છે. અમે જનરલી જાતજાતનાં વાઇબ્રેટિંગ ટૉય્સ વાપરતાં હોઈએ છીએ. પરસ્પર મુખમૈથુન કરી આપતા હોઈએ છીએ. શું કિસ કરવાથી જાતીય રોગો ફેલાય? સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ ન થાય એ માટે શું સેફ્ટી રાખવી જાઈએ? 

જવાબ : વ્યક્તિ સજાતીય હોય કે વિજાતીય પ્રેફરન્સવાળી, જ્યારે પણ મલ્ટિપલ પાર્ટનર્સ સંકળાય ત્યારે ચેપી રોગોની શક્યતાઓ વધી જતી હોય છે. તમારી લેસ્બિયન ફ્રેન્ડ્સ પરણેલી છે, તેમના પતિઓ સિંગલ પાર્ટનર ધરાવે છે કે મલ્ટિપલ એ તમને ખબર નથી અને તમે ખુદ એક કરતાં વધુ છોકરીઓ સાથે સંબંધ ધરાવો છો એટલે ચેપી રોગોની શક્યતાઓનું રિસ્ક વધે તો છે જ.

આ પણ વાંચો: 61 વર્ષે પણ સમાગમ લાંબો સમય ચાલે એ માટે પણ કોઈ ગોળી જણાવશો.

સામાન્ય રીતે તમે જે વાઇબ્રેટિંગ ટૉય્ઝ વાપરો છો એ દરેક વ્યક્તિનાં અલાયદાં રાખવાં જરૂરી છે. એટલું જ નહીં, એ ટૉય્સની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. એક જ ટૉય વધુ વ્યકિતએ વાપરેલાં હોય ત્યારે એક વ્યક્તિના જનનાંગોમાંના જર્મ્સ બીજી વ્યક્તિમાં ટ્રાન્સફર થવાની શક્યતાઓ વધી જાય છે. ધારો કે ક્યારેક એકબીજાએ વાપરેલું સાધન વાપરવું પડે તો દરેક વ્યક્તિએ અલગ-અલગ કૉન્ડોમ એની પર પહેરાવીને પછી જ પ્રાઇવેટ પાર્ટ્સમાં ટચ કરવા દેવું જાઈએ. કિસ કરવાથી જાતીય રોગો ફેલાવાની શક્યતાઓ ઘણી ઓછી છે. બન્ને વ્યક્તિઓના મોંમાં કે પછી પ્રાઇવેટ પાર્ટ્સમાં કોઈ ફ્રેશ કાપો પડવાને કારણે લોહી નીકળતું હોય અને બેમાંથી એકને એચઆઇવીનો ચેપ હોય તો બીજાને એ લાગવાની શક્યતા રહે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK