શું ઍલોપૅથિક દવાઓ સેક્સને ખતમ કરવામાં કારણભૂત બની શકે ખરી?

Published: Jan 24, 2020, 15:53 IST | Dr. Ravi Kothari | Mumbai

મારી ઉંમર ૬૦ વર્ષ છે. ત્રણ સંતાનોનો પિતા છું. શરીરસુખ માણવાની તાલાવેલી ધરાવું છું અને તીવ્ર કામેચ્છા હજી અકબંધ છે, પરંતુ એક મુશ્કેલીનો શિકાર બન્યો છું.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલઃ મારી ઉંમર ૬૦ વર્ષ છે. ત્રણ સંતાનોનો પિતા છું. શરીરસુખ માણવાની તાલાવેલી ધરાવું છું અને તીવ્ર કામેચ્છા હજી અકબંધ છે, પરંતુ એક મુશ્કેલીનો શિકાર બન્યો છું. અતિ કામેચ્છા થાય છે અને તંદુરસ્તી સારી છે, પણ ઇન્દ્રિયની અતિ શિથિલતાથી હારી ગયો છું. ઇન્દ્રિયમાં જરા પણ ઉત્તેજના આવતી નથી. બિલકુલ જ નહીં. આપની કૉલમ નિયમિત વાંચું છું. વાયેગ્રા અને સુહાગ્રા પણ લઈ ચૂક્યો છું, પરંતુ કંઈ ફરક નથી પડ્યો. આપની પાસે કોઈ મેડિકલ કે આયુર્વેદિક ઉપાય હોય તો મને રસ્તો બતાવશો. મને બીજી કોઈ બીમારી કે તકલીફ નથી. કોઈ શસ્ત્રક્રિયા પણ કરાવી નથી. હા, કૉલેસ્ટરોલ માટે છેલ્લાં દસ વર્ષથી દવા લઉં છું. પાચનક્રિયા, ઊંઘ, શ્વાસ અને લોહી પાતળું થવા માટે જે દવાઓ લઉં છું એની યાદી આ પત્ર સાથે લખી છે. હું એ જાણવા માગું છું કે શું આ ઍલોપૅથિક દવાઓ સેક્સને ખતમ કરવામાં કારણભૂત બની શકે ખરી? 

જવાબ: સૌથી પહેલી વાત એ કે ઇન્દ્રિયમાં જો થોડીક પણ ઉત્તેજના આવતી હોય તો જ વાયેગ્રા એ વધારવાનું કામ કરી શકે છે. તમે કહો છો એમ જો જરા પણ ઉત્તેજના ન આવતી હોય તો વાયેગ્રાની અસર ન થાય એ સ્વાભાવિક છે. બીજું, તમે શ્વાસ માટેની જે દવા લો છો એ વેસોડાયલેટર છે એટલે એનાથી ઇન્દ્રિયમાં લોહીનો ધસારો થવામાં ક્યારેક થોડી મુશ્કેલી આવતી હોવાનું જોવા મળ્યું છે, પરંતુ એનાથી સાવ જ ઉત્તેજના ચાલી જાય એવું નથી.  મોટી ઉંમરે ઘટતા જતા ટેસ્ટોસ્ટેરોન-લેવલને કારણે પણ ઉત્તેજનામાં બહુ મોટો ફરક પડે છે. એ માટે તમે ફ્રી ટેસ્ટોસ્ટેરોનની ટેસ્ટ કરાવો. જો ટેસ્ટોસ્ટેરોન ઓછું હોય તો એ માટેની દવા કે ઇન્જેક્શન્સ લેવાં પડશે. જરૂર જેટલી માત્રામાં હૉર્મોન્સનાં ઇન્જેક્શન્સ લેવાથી મોટી ઉંમરે ઉત્તેજનાની તકલીફમાં ઘણો જ ફાયદો જોવા મળ્યો છે.

જો ટેસ્ટોસ્ટેરોનની માત્રા નૉર્મલ હોય તો પીનાઇલ કલર ડૉપ્લર ટેસ્ટ કરાવવો. આ ટેસ્ટ કરાવતી વખતે ડૉક્ટરને ખાસ કહેવું કે તમને વાયેગ્રાની અસર નથી થતી એટલે તેઓ ઉત્તેજના લાવવા માટેનું ઇન્જેક્શન આપશે. ધારો કે વીનસ લીકેજ હશે તો આ ટેસ્ટમાં

જાણી શકાશે. આટલી તપાસ કરાવીને શું રિપોર્ટ આવે છે એ ફરીથી આ કૉલમમાં લખી જણાવશો.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK