કોરોના પછીના ‘ન્યૂ નોર્મલ’માં ડેટ પર જતા પહેલા આ કાળજી રાખજો

Updated: 16th October, 2020 12:01 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કિસ જેટલું જોખમ સેક્સમાં પણ છે. ચિકનપોક્સની જેમ કોરોનાવાયરસ પણ કઈ અચાનક નાબૂદ થઈ જશે નહીં. આ કપરા સમયમાં તમારે સેક્સ પાર્ટનર સાથે બધી જ વાત શૅર કરવી પડશે જેથી બંને સુરક્ષિત રહે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કડક લૉકડાઉન હતું ત્યારે લોકો અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળતા હતા, જોકે તબક્કાવાર અનલૉક થવાથી લોકો પણ બહાર નીકળે છે, કામ કરવા તો ઠીક પણ ફરવા પણ જાય છે. મિત્રો એકબીજાને ઘણા સમય બાદ મળીને એન્જોય કરે છે, એક ક્વૉલિટી ટાઈમ પસાર કરે છે. કપલ્સ પણ બહુ ટાઈમ બાદ મળતા પોતાની ઈન્ટીમસી (ઘનિષ્ઠતા)ને રોકી શકતા નથી.

હવે વાત એ છે કે તમે ઘરની બહાર નીકળો છો, માસ્ક પહેરો છો, ફેસ ગાર્ડ પહેરો છો, હાથમાં ગ્લોવ્ઝ પહેરો છો. આટલી બધી સલામતી રાખો છો પણ તમારા પ્રેમી/પ્રેમિકાને મળો ત્યારે કિસ કરો છો તે વખતે મગજમાં એક વખત પણ કોરોના મહામારી છે એ વિચાર આવે છે કે નહીં? જે રીતનો સમય ચાલી રહ્યો છે તે હિસાબે સ્મુચનું અસ્તિત્વ રહેશે કે નહીં એ કોઈને ખબર નથી. શું તમે લૉકડાઉન બાદ તમારા પ્રેમી/પ્રેમિકાને મળ્યા બાદ બિન્દાસ લિપ કિસ કરી છે? શું તમે બિન્દાસ સેક્સ કરી શકશો? બસલ વેબસાઇટમાં આવેલા એક રિપોર્ટમાં આ અંગે મજાની વાત કરાઇ છે.

ડૉ.જેસિકા એ. શેફર્ડનું કહેવું છે કે, તમે જે વ્યક્તિને કિસ કરવા માગતા હો તે માસ્ક પહેર્યા વિના પાર્ટીઓમાં અને બાર્સમાં જતી હોય તો તે જોખમકારક વ્યક્તિ ગણાય. તમારે જ એક જવાબદાર વ્યક્તિ તરીકે સામી વ્યક્તિને ઓળખવી પડશે. તમે વ્યક્તિને ઓળખ્યા વિના જ આગળ વધશો તો તમે જ જોખમમાં મુકાશો. તમે કોઈને પણ કિસ કરી શકો પરંતુ ડેટના જોખમના પરિબળનું મૂલ્યાંકન કરો. ડરની વાત નથી પણ અન્ય વ્યક્તિ સમક્ષ તમારે પણ જવાબદાર બનવું જોઈએ.

તેમણે ઉમેર્યું કે, કિસ જેટલું જોખમ સેક્સમાં પણ છે. ચિકનપોક્સની જેમ કોરોનાવાયરસ પણ કઈ અચાનક નાબૂદ થઈ જશે નહીં. આ કપરા સમયમાં તમારે સેક્સ પાર્ટનર સાથે બધી જ વાત શૅર કરવી પડશે જેથી બંને સુરક્ષિત રહે. આ કઈ વિશ્વનો અંત નથી. આ વાયરસ આપણા જીવનનો ભાગ બનતા આપણે તેનાથી સુરક્ષિત રહેવા માટેના પગલા લેવાના છે.

સેક્સ અત્યંત મહત્વનું છે પણ તમારે સુરક્ષા પણ રાખવી પડશે. જો તમે ડેટ પર જાવ અને સામી વ્યક્તિ છ ફીટનું અંતર રાખવા માગતી હોવ તો જરૂરી નથી કે કિસ કરીને જ તમે તમારો પ્રેમ વ્યક્ત કરો. તમે લાગણીઓ વ્યક્ત કરીને પણ પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકો છો.

First Published: 11th October, 2020 21:44 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK