"મારી પત્નીને સેક્સમાં રસ જ નથી રહ્યો"

Published: 2nd November, 2011 20:32 IST

મારાં લગ્નને ત્રણ વર્ષ થયાં છે. અમારાં પ્રેમલગ્ન છે એ વખતે તે ખૂબ જ રોમૅન્ટિક હતી. પણ છેલ્લાં થોડાંક વષોર્માં તેને સેક્સમાંથી રસ ઘટી ગયો છે. ક્યારેક મૂડ હોય તો સરસ સાથ આપે છે, પણ મોટા ભાગે તેનો મૂડ હોતો જ નથી.

 

(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારાં લગ્નને ત્રણ વર્ષ થયાં છે. અમારાં પ્રેમલગ્ન છે એ વખતે તે ખૂબ જ રોમૅન્ટિક હતી. પણ છેલ્લાં થોડાંક વષોર્માં તેને સેક્સમાંથી રસ ઘટી ગયો છે. ક્યારેક મૂડ હોય તો સરસ સાથ આપે છે, પણ મોટા ભાગે તેનો મૂડ હોતો જ નથી. હવે તો ઉત્તેજનામાં આવીને મારાથી થોડુંક જોર થઈ જાય તોય તે નારાજ થઈ જાય છે. હું પણ આવેગને કાબૂમાં રાખવાની કોશિશ કરું છું. છતાં મને વારંવાર સમાગમની ઇચ્છા થાય છે, જ્યારે તેનો સાવ ઠંડો રિસ્પૉન્સ હોય છે. શું સ્ત્રીમાં સેક્સ માટેની ઇચ્છા થાય એવી કોઈ દવા થઈ શકે? મૂડલેસ હોય ત્યારે તેને કોઈ વાતે ઉત્તેજના નથી અનુભવાતી.  

જવાબ : સ્ત્રી હોય કે પુરુષ, કામેચ્છા વધારે એવી કોઈ દવા હજી નથી શોધાઈ. પત્નીને ઉત્તેજિત કરવા અને તે દિલથી સેક્સ માટે તૈયાર થાય એ માટેની દવા મેડિકલ સ્ટોરમાં નથી હોતી, પરંતુ અંગત સંબંધોની સમજણમાં રહેલી છે. લગ્નનાં અમુક વષોર્ બાદ પચાસ ટકાથી વધુ પતિઓની આ ફરિયાદ હોય છે કે પત્ની ઉમળકાભેર સાથ નથી આપતી. આવા બધા જ સંજોગોમાં ખરેખર સ્ત્રીઓ સેક્સ બાબતે સાવ ઠંડી હોય છે એવું નથી હોતું, પણ તેમને ઉત્તેજિત કરવાનું કામ પુરુષોને નથી આવડતું એ સમસ્યા છે. એનું કારણ એ છે કે પુરુષો અને સ્ત્રીઓની ઉત્તેજિત થવાની ક્રિયામાં મૂળભૂત તફાવત છે. કામોત્તેજના માટે પુરુષ સ્ત્રીના શરીરને જોઈને પણ એકદમ ઉત્તેજિત થઈ શકે છે, જ્યારે સ્ત્રીઓ માટે શારીરિક સ્ટિમ્યુલેશનની સાથે-સાથે મેન્ટલ સ્ટિમ્યુલેશન પણ ખૂબ જ જરૂરી છે. સ્ત્રી સેક્સ્યુઅલ ઍક્ટ માટે તૈયાર થાય એ માટે પુરુષે તેને થોડીક મદદ કરવી જરૂરી છે.

સામાન્યત: સ્ત્રીઓને ઉત્તેજિત કરવામાં હળવી અને રોમૅન્ટિક વાતો ઘણે અંશે સફળ થાય છે. તમે પથારીમાં પડતાંની સાથે સમાગમ માટેની ચેષ્ટા કરો એને બદલે રિલૅક્સ મૂડમાં થોડીક રોમૅન્ટિક વાતો કરો. સૉફ્ટ અને હળવી રમત સ્ત્રીને ઝડપથી ઉત્તેજે છે. હળવાશની પળોમાં તમે તેને જ પૂછી લઈ શકો છો કે તેને શું ગમે છે? છેલ્લે ક્યારે તેને ખૂબ મજા આવેલી? શું કરવાથી તેને વધુ સારું લાગે છે? વાતવાતમાં તમને ખબર પડી જશે કે તેને કઈ બાબતો વધારે ગમે છે. એ પછી તમે અવારનવાર તેને ગમતી રીતે પ્રેમ કરવાની પહેલ કરશો તો તે આપમેળે તમારા ભણી ખેંચાઈ આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK