(સેક્સ સંવાદ - ડૉ. રવિ કોઠારી)
સવાલ : મારી ઉંમર ૩૫ વર્ષની છે. મારી વાઇફ સેક્સ દરમ્યાન ખૂબ ઝડપથી થાકી જાય છે. હજી તો માંડ યોનિપ્રવેશ થયો હોય ને તે થાકીને એકદમ ઢીલી પડી જાય છે. એ પછી ગમેએટલું તેને ઉત્તેજિત કરવાની કોશિશ કરું પણ વ્યર્થ. તે કામકાજમાં પણ ઢીલી છે. થોડુંક કામ કરે ને થાકી જાય. શું મારી વાઇફને દેશી વાયેગ્રા આપી શકાય? સેક્સ દરમ્યાન સ્ટૅમિના ટકી રહે એ માટે દેશી વાયેગ્રાની ઉત્તેજના કામ આવી શકે ખરી? એની અસર અને આડઅસર શું થાય? મારી વાઇફને પણ નથી ગમતું કે તે સેક્સક્રીડા દરમ્યાન પૂરતો સાથ નથી આપી શકતી. અધવચ્ચે થાકી ગયા પછી સમાગમ પડતો મૂકવો પડે છે ને પછી તેને ગિલ્ટ થાય છે કે પોતે સપોર્ટ નથી કરી શકતી. આને કારણે તે વધુ ડિપ્રેશન અનુભવે છે.
જવાબ : તમે જે વર્ણન કર્યું છે એ પરથી એવું ધારી લઉં છું કે તમારી સાથેના પરસ્પર સંબંધો સુંવાળા અને સમજણભર્યા છે. કોઈ માનસિક મતભેદોને કારણે સેક્સમાંથી રસ ઊડી ગયો હોય એવું નથી. જો એમ જ હોય તો સૌથી પહેલાં તેને પોતે સપોર્ટ નથી કરી શકતી એ માટે ગિલ્ટ ફીલ ન કરવા દેવું. તેનો સ્ટૅમિના ખૂબ જ ઓછો હશે ને કદાચ એટલે જ તે સાથ નહીં આપી શકતી હોય એ સ્વીકારીને ખૂબ પ્રેમ અને હૂંફથી તેને સમજાવવી.
દેશી વાયેગ્રા એટલે કે ભારતમાં બનેલી સિલ્ડેનાફિલ સાઇટ્રેટ. આ ગોળી જ વાયેગ્રા કહેવાય. એના સિવાયની કોઈ આયુર્વેદિક જડીબુટ્ટીઓને વાયેગ્રા માની ન લેવી. વાયેગ્રા પુરુષોને ઇરેક્ટાઇલ ડિસફન્ક્શનમાં મદદ કરે છે. આ દવાની શોધ પછી સ્ત્રીઓ પર પણ એના પ્રયોગો થયા છે, પરંતુ એનાથી સ્ત્રીઓનો સ્ટૅમિના વધે છે એવું ક્યાંય નોંધાયું નથી. સમાગમ દરમ્યાન યોનિપ્રદેશમાં ભીનાશ અને ચીકણાહટ વધે, પણ શારીરિક બળમાં કોઈ ફરક ન પડી શકે.
તમારાં વાઇફનો સ્ટૅમિના ઓછો છે એ માત્ર સેક્સલાઇફની તકલીફ નથી. ઓવરઑલ લાઇફમાં પણ તેઓ થાકી જાય છે ને વધુ કામ નથી કરી શકતાં એ બતાવે છે કે તેમનું કમ્પ્લીટ મેડિકલ ચેક-અપ કરાવવું. હીમોગ્લોબિન, થાઇરૉઇડ અને ડાયાબિટીઝના ટેસ્ટ પણ કરાવવા. જરૂર પડ્યે કોઈ સ્ત્રી-નિષ્ણાતને પણ બતાવવું.
છેલ્લા ચારેક વર્ષથી સેક્સ ડ્રાઇવ લો છે, સમાગમમાં પણ રસ નથી, શું કરવું?
26th February, 2021 11:49 ISTહમણાં-હમણાંથી માસિકના સમયમાં ડિલે થઈ જાય છે, તો શું કરવું?
25th February, 2021 12:02 ISTઇન્દ્રિયના કડકપણા માટે વાયેગ્રા લઈ શકું?ક્યારે અને કેવી રીતે લેવાય?
24th February, 2021 11:52 ISTશું વિદેશી વાયેગ્રાની કોઇ આડઅસર થાય? લાંબાગાળે મુશ્કેલી આવી શકે?
23rd February, 2021 13:30 IST