મારી ફિયાન્સેના સ્તન ખૂબ જ નાના છે, સેક્સલાઈફ ઠંડી રહેશે તો?

Published: 20th October, 2011 19:33 IST

મને ફીમેલના આખા ફિગરમાં સૌથી આકર્ષક અંગ બ્રેસ્ટ લાગે છે. મારી હમણાં જ સગાઈ થઈ છે ને અમે હવે તો સાથે ફરવા પણ જઈએ છીએ. મારી ફિયાન્સે ચહેરે-મોહરે ખૂબ જ સુંદર અને ગોરી છે, પણ તે ખૂબ પાતળી છે. પાતળી હોવા સાથે તેનાં સ્તન ખૂબ જ નાનાં છે. મારી સેક્સ્યુઅલ ફૅન્ટસીમાં હંમેશાં મોટાં સ્તનવાળી સ્ત્રીઓ જ આવતી હોય છે.

 

(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મને ફીમેલના આખા ફિગરમાં સૌથી આકર્ષક અંગ બ્રેસ્ટ લાગે છે. મારી હમણાં જ સગાઈ થઈ છે ને અમે હવે તો સાથે ફરવા પણ જઈએ છીએ. મારી ફિયાન્સે ચહેરે-મોહરે ખૂબ જ સુંદર અને ગોરી છે, પણ તે ખૂબ પાતળી છે. પાતળી હોવા સાથે તેનાં સ્તન ખૂબ જ નાનાં છે. મારી સેક્સ્યુઅલ ફૅન્ટસીમાં હંમેશાં મોટાં સ્તનવાળી સ્ત્રીઓ જ આવતી હોય છે. હસ્તમૈથુન દરમ્યાનની કલ્પનાઓમાં પણ બિગ બ્રેસ્ટ્સવાળી સ્ત્રીઓના જ વિચારો આવે છે. મારી ફિયાન્સેને જોઈને હું અટ્રૅક્ટ જરૂર થયો છું, પણ જ્યારે પણ તેના ઓવરઑલ ફિગર કે બ્રેસ્ટની નાની સાઇઝ જોઉં છું તો મને એમાં કશુંક ખૂટતું લાગે છે. મારી કાલ્પનિક દુનિયા સાથે એ જાણે મૅચ ન થતું હોય એવું લાગે છે. પૉર્ન સાઇટ્સ પર એવું પણ કહેવાય છે કે નાનાં સ્તનવાળી સ્ત્રીઓ સેક્સલાઇફમાં પણ ઠંડી હોય છે. આનો ઉકેલ શું કાઢવો?

જવાબ : સેક્સ કરતાં સેક્સની કલ્પના વધુ રળિયામણી હોય છે. તમે કાલ્પનિક દુનિયામાં પહેલેથી જ મોટાં સ્તનવાળી સ્ત્રીની કલ્પના કરી છે એટલે તમને એ ગમે છે. એ પસંદગી ખોટી છે એવું નથી, પરંતુ એની પાછળનું જે તારણ કાઢ્યું છે એ ઠીક નથી. દરેક વ્યક્તિના ગમા અને અણગમા અલગ હોય છે. કોઈકને મોટાં બ્રેસ્ટ્સ આકર્ષે છે ને કોઈકને નાનાં. મોટાં સ્તનવાળી સ્ત્રીઓ સેક્સલાઇફમાં હૉટ હોય એવું ક્યાંય કહેવાયું નથી. ઇન ફૅક્ટ, સાયન્સ કહે છે કે જે સ્ત્રીનાં સ્તન નાનાં હોય છે તેઓ ઝડપથી ઉત્તેજિત થાય છે. સ્ત્રી પાર્ટનર જેટલી વધુ ઉત્તેજિત થાય એટલો સેક્સક્રીડામાં સાથ પણ સારી રીતે આપે છે.

સ્ત્રીનાં સ્તન નાનાં હોય કે મોટાં, એનાથી સ્ત્રીની ઉત્તેજિત થવાની ક્ષમતામાં કે સેક્સનું સુખ આપી શકવાની ક્ષમતામાં કોઈ ફરક નથી પડતો. હા, તમને મોટાં સ્તન જોવાનું વધુ ગમતું હોય અને વધુ ઉત્તેજના આવતી હોય તો એ પણ એક માનસિક કન્ડિશનિંગ જ છે.

માનસિક વિચારધારાને બદલવા માટે તમારે જાતે જ તમારા ગમા-અણગમા પર કામ કરવું પડે. જો તમને સાચી સમજણ પડશે તો વાંધો નહીં આવે. આ વાત સમજવાની કોશિશ કરીને હસ્તમૈથુન દરમ્યાન તમારા આ કન્ડિશનિંગને બદલવાની કોશિશ કરો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK