માચોમેનને જોઈને હું એકદમ જ એક્સાઈટ થઈ જાઉં છું, શું કરું?

Published: 1st December, 2011 07:31 IST

હું પહેલેથી ખૂબ જ અંતમુર્ખ રહ્યો છું. મારી ઉંમર ૨૧ વર્ષ છે. પૈસેટકે સુખી કુટુંબમાં જન્મ્યો છું, પણ અંદરખાનેથી ખૂબ જ એકલવાયું અનુભવું છું. ભણવાનું પતી ગયું છે ને હવે કામે લાગ્યો છું. કૉલેજ દરમ્યાન એક છોકરી સાથે થોડીક દોસ્તી હતી, પણ એ ક્યારેય આગળ વધી જ નહીં.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું પહેલેથી ખૂબ જ અંતમુર્ખ રહ્યો છું. મારી ઉંમર ૨૧ વર્ષ છે. પૈસેટકે સુખી કુટુંબમાં જન્મ્યો છું, પણ અંદરખાનેથી ખૂબ જ એકલવાયું અનુભવું છું. ભણવાનું પતી ગયું છે ને હવે કામે લાગ્યો છું. કૉલેજ દરમ્યાન એક છોકરી સાથે થોડીક દોસ્તી હતી, પણ એ ક્યારેય આગળ વધી જ નહીં. મારું થિન્કિંગ થોડુંક જુદું છે. તમને કહું તો મને છોકરીઓમાં રસ નથી પડતો. છોકરીઓ સાથે હાથમાં હાથ નાખીને બેઠો હોઉં છતાં મને કોઈ જ પ્રકારની ઉત્તેજના નથી આવતી. બલ્કે કોઈ મૅચોમૅનને જોઈને હું એકદમ એક્સાઇટ થઈ જાઉં છું.

મારા બાળપણની વાત કરું તો પહેલેથી જ હું ઘરમાં એકલો રહ્યો છું. મારી આજુબાજુમાં પણ કોઈ સમવયસ્ક છોકરી નહોતી. ક્યારેય મને છોકરીને લાઇન મારવાનું મન નથી થયું. ઊલટાનું કોઈક એમ કરતું હોય તો હું ત્યાંથી કલ્ટી મારી લઉં. લોકો આને મારું શરમાળપણું સમજે છે, પણ મારું દિલ કંઈક ઑર ઝંખે છે. કૉલેજમાં ફ્રેન્ડ્સની સાથે કેટલાક એક્સપિરિયન્સ શૅર કરેલા ને એમાં જ જાતે જ સંતોષ કઈ રીતે લેવો એ શીખેલો. જ્યારે પણ હું કોઈ યંગ અને ડેશિંગ યુવકને જોઉં છું મને ઉત્તેજના આવી જાય છે. આ વાત કોઈને કેવી રીતે કહેવી એ સમજાતું નથી. સ્કૂલથી જે છોકરો મારો ફ્રેન્ડ હતો તેને એક વાર આડકતરી રીતે મારા મનની વાત કહી તો એ તો ભડકી જ ગયો. આવા અળવીતરા વિચારો બદલ તેણે મને ધમકાવી નાખ્યો ને પછી ફ્રેન્ડશિપ તોડીને જતો રહ્યો. હવે ખૂબ ડર લાગે છે. ઘરનાઓને તો કંઈ કહેવાય એમ જ નથી, કેમ કે અમારો સમાજ ખૂબ રૂઢિચુસ્ત છે. છોકરીઓ સાથે વધુ હળવાભળવાનો પ્રયત્ન કરું છું, પણ નિષ્ફળ જાઉં છું. ઘણી વાર એકલો-એકલો રડું છું. ક્યારેક તો આત્મહત્યા કરવાનું મન થઈ આવે છે. મારામાં કોઈ છોકરા પાસે જઈને આવી માગણી કરવાની હિંમત પણ નથી.

- નાલાસોપારા

જવાબ : ઘણી વાર આપણે કુદરત સામે લડવાની કોશિશ કરીએ છીએ ત્યારે આપણને દુ:ખ અને નિરાશા સિવાય કશું જ નથી મળતું. તમને વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ નથી થતું એ વાતનું ભારણ મનમાંથી કાઢી નાખો. તમને છોકરા પ્રત્યે આકર્ષણ થાય છે એવું ન હોવું જોઈએ એમ વિચારીને તમે તમારા મગજમાં વધુ ને વધુ ગિલ્ટ ઊભું કર્યા કરશો તો એનાથી કોઈ ફાયદો નહીં થાય. તમારા પ્રકૃતિગત આકર્ષણને તમે ખોટું છે અને બદલાવું જોઈએ એમ સમજીને કોસ્યા કરશો તો પણ એનો કોઈ હલ નહીં મળે. કોઈ પણ સમસ્યાને ઉકેલવાનું પહેલું પગથિયું એ સમસ્યાનો સ્વીકાર છે.

સ્વીકાર્યા પછી હાથ પર હાથ ધરીને બેસી રહેવાથી નહીં ચાલે. એ પછી બને તો કોઈ સારા સાઇકોલૉજિસ્ટ અથવા તો સેક્સોલૉજિસ્ટને મળો. ઘણી વાર ખૂબ અંતર્મુખી વ્યક્તિત્વ હોય ત્યારે સ્ત્રીઓનો પહેલી વાર સામનો કરવાની હિંમત નથી થઈ શકતી. તમારા ઘરમાં પણ કોઈ સ્ત્રી ન હોવાને કારણે આવું થતું હોઈ શકે. ઘણા લોકો સ્ત્રી સામે વાત કરવાની હિંમત ન હોવાથી પુરુષ પ્રત્યે આકર્ષણ છે એવું મનને મનાવતા હોય છે. સાઇકોલૉજિસ્ટ સાથે તમારા મનની બધી જ વાત જરાય છુપાવ્યા વિના કે વાઘા પહેરાવ્યા વિના કહેશો તો તેઓ તમને જરૂર મદદ કરી શકશે.

જો કાઉન્સેલિંગ પછી તમારો સેક્સ્યુઅલ પ્રેફરન્સ નૉર્મલ થઈ જાય તો વેલ ઍન્ડ ગુડ. બાકી એ પછી પણ પુરુષો પ્રત્યે જ આકર્ષણ રહે તોય એનાથી ડરવાની જરૂર નથી. સજાતીય પ્રેફરન્સ ધરાવતા પુરુષો માટેનાં ખાસ ગ્રુપ્સ ચાલતાં હોય છે. એમાંના કોઈની માહિતી મેળવીને એ લોકો સાથે દોસ્તી કરશો તો તમે કંઈક ઍબ્નૉર્મલ અને એકલવાયા છો એવી લાગણી દૂર થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK