(સેક્સ સંવાદ - ડૉ. રવિ કોઠારી)
સવાલ : મારી ઉંમર ૨૭ વર્ષ છે. હું સેક્સની બાબતમાં થોડોક કન્ઝર્વેટિવ છું ને એટલે જ ચાર વરસથી જે ગર્લફ્રેન્ડ છે તેની સાથે મેં શારીરિક સંબંધો બાંધ્યા નહોતા. અમારી સગાઈ થઈ એ પછીથી હું કન્ટ્રોલ રાખી શક્યો નહીં ને છેલ્લા ચાર મહિનામાં અમે ત્રણેક વાર સંબંધ માણ્યો છે. હવે મારી સમસ્યા એ છે કે મેં એક વાર મારી મંગેતરને બીજા કોઈ પુરુષ સાથે ખૂબ મુક્ત મને ફરતા જોઈ હતી. તે પેલાની બાઇક પાછળ બેસીને જતી હતી ને તેની કમર પકડીને બેઠી હતી. અમે જ્યારે મળ્યાં ત્યારે તેણે કહેલું કે પેલો છોકરો તો તેનો દૂરનો કઝિન બ્રધર હતો. એ પછી એક વાર મેં તેને મૉલના ખૂણામાં એક છોકરાને ફ્લાઇંગ કિસ આપતી જોઈ હતી. આ વખતે પણ તેણે કહેલું કે એ તેનો જૂનો દોસ્ત હતો. મારે જાણવું છે કે આ છોકરીના અન્ય કોઈ પુરુષ સાથે સંબંધો છે કે કેમ. શું કોઈ શારીરિક લક્ષણો પરથી એ જાણી શકાય? હું પોતે જ તેની સાથે સેક્સ માણી ચૂક્યો છું, પણ અમે પહેલી વાર સેક્સ કર્યું ત્યારે તેને લોહી નહોતું નીકળ્યું. તે બીજા કોઈ સાથેના સંબંધમાં છે કે કેમ એ જાણવા શું કરવું?
જવાબ : તમને તમારી મંગેતરના અન્ય કોઈ વ્યક્તિ સાથે સેક્સ સંબંધો હશે એવી શંકા થાય છે, પરંતુ તમે જે બે પરિસ્થિતિઓમાં તેને જોઈ એનાથી સીધી રીતે શંકા કરી શકાય એવું કંઈ જણાતું નથી. આજના જમાનામાં આવી ચેષ્ટા મૉડર્ન યુવતીઓમાં સામાન્ય છે.
બીજું, એવાં કોઈ જ શારીરિક લક્ષણો નથી હોતાં જેનાથી સ્ત્રી એક કરતાં વધુ વ્યક્તિ સાથે સંબંધ ધરાવે છે એવું જણાઈ શકે. પહેલી વારના સમાગમમાં લોહી પડવું જોઈએ એ માન્યતા વર્ષો જૂની છે. આવી જડ માન્યતાને કારણે અનેકોના સુખી સંસાર ભાંગ્યા છે. કૌમાર્ય પટલ સમાગમ વિના પણ તૂટી ગયો હોઈ શકે છે એટલું સમજવું જરૂરી છે.
છેલ્લે હું એટલું જ કહીશ કે હજી તો તમારી સગાઈ થઈ છે ને અત્યારથી જ જો તમને તમારી ભાવિ સંગિની પર અવિશ્વાસ થવા લાગ્યો હોય તો આ સંબંધ આગળ કઈ રીતે વધશે? લગ્નનો પાયો જ પ્રેમ અને વિશ્વાસ છે. વિશ્વાસ વિનાના સંબંધો તમારા માટે તો ઠીક, પેલી યુવતીની જિંદગીને પણ બરબાદ કરી શકે છે. કાં તો શંકામુક્ત થઈને મંગેતરને પ્રેમ કરો, કાં પછી અવિશ્વાસ ન જ જતો હોય તો લગ્નની ઝંઝટમાં પડવાનું ટાળો.
છેલ્લા ચારેક વર્ષથી સેક્સ ડ્રાઇવ લો છે, સમાગમમાં પણ રસ નથી, શું કરવું?
26th February, 2021 11:49 ISTહમણાં-હમણાંથી માસિકના સમયમાં ડિલે થઈ જાય છે, તો શું કરવું?
25th February, 2021 12:02 ISTઇન્દ્રિયના કડકપણા માટે વાયેગ્રા લઈ શકું?ક્યારે અને કેવી રીતે લેવાય?
24th February, 2021 11:52 ISTશું વિદેશી વાયેગ્રાની કોઇ આડઅસર થાય? લાંબાગાળે મુશ્કેલી આવી શકે?
23rd February, 2021 13:30 IST