સેક્સ-સંવાદ
સવાલ : મારાં લગ્નને બે વર્ષ થયાં છે, અમારે બાળક નથી. પત્નીનું માસિક એકદમ નિયમિત છે એટલે પહેલાં મારા ર્વીયનું ચેક-અપ કરાવ્યું તો જાણવા મળ્યું કે સ્પર્મ કાઉન્ટ માત્ર બે કરોડ જેટલા છે. ડૉક્ટરનું કહેવું છે કે નૉર્મલી ચાર-છ કરોડ હોવા જરૂરી છે. મારી વાઇફનાં બ્લડ-રિપોર્ટ્સ અને સોનોગ્રાફી ફાઇન છે. ડૉક્ટરનું કહેવું છે કે બહુ ઓછા શુક્રાણુ નથી એટલે તમે પ્રયત્ન કરીને વધારી પણ શકો છો. એમ કરશો તો લૅબોરેટરીમાં બાળક પેદા કરવાની પદ્ધતિ નહીં અપનાવવી પડે. શુક્રાણુ વધારવા માટેની કોઈ રીત કે દવા હોય તો જણાવશો.
જવાબ : વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના સ્ટાન્ડર્ડ પ્રમાણે શુક્રજંતુઓનો જથ્થો પ્રત્યેક મિલીલિટરમાં (સીસી) ૨૦ મિલ્યનથી વધુ હોવો જરૂરી છે. તમે એકદમ બૉર્ડરલાઇન પર છો એટલે સાવ જ પ્રેગ્નન્સી ન રહે એવી શક્યતાઓ નથી. હા, સાથોસાથ સ્પર્મની ગતિ પણ ૩થી ૪ ગ્રેડ સુધીની હોવી જરૂરી છે, જેથી શુક્રજંતુ વેગ પકડીને ઈંડાને ફળીભૂત કરી શકે. ઓછાં શુક્રજંતુ માટે ઍલોપથીમાં એવી કોઈ ઠોસ દવા નથી. ઘણી વખત લોકો હૉમોર્ન આપે છે, પણ હૉમોર્ન જો યોગ્ય રીતે ન આપવામાં આવે તો ખતરનાક બેધારી તલવાર જેવાં સાબિત થઈ શકે.
શરીરમાં પિત્ત વધી જાય ત્યારે શુક્રાણુની સંખ્યા ઘટતી હોય છે એવું આયુર્વેદ માને છે. શુક્રજંતુને વધારવા માટે આયુર્વેદમાં ઓછા નુકસાને વધુ અસરકારક રસ્તો છે.
પિત્ત ઓછું થાય એવો ખોરાક લેવો. પિત્તનું શમન કરવા માટે ગાયનું ઘી, ગાયનું દૂધ, સૂકી કાળી દ્રાક્ષ જેવી ચીજો ઉત્તમ છે. સૉફ્ટ ડ્રિન્ક્સ, દારૂ, તમાકુ, સ્મોકિંગ કરતા હો તો એ છોડી દેવું જરૂરી છે. ખાવામાં મરચાં-મસાલાવાળા ખોરાકનું સેવન બંધ કરવું.
ખૂબ જ ગરમ પાણીથી સ્નાન ન કરવું. શુક્રજંતુને ઠંડું વાતાવરણ વધુ માફક આવે છે એટલે રોજ સવાર-સાંજ બે વાર અંડકોશ એટલે કે વૃષણ એક ટમ્બ્લરમાં બરફવાળા ઠંડા પાણીમાં ડુબાડી પાંચ-દસ મિનિટ હળવા હાથે મસળવા. આ પ્રયોગથી શુક્રજંતુની સંખ્યામાં વધારો થઈ શકે છે.
સમાગમ કર્યા પછી ઈન્દ્રિયના સોપારી જેવા ભાગ પર બળતરા થાય છે
4th March, 2021 10:18 ISTશું એવું બને ખરું કે પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન ગોળીને કારણે ડીલે થઈ જાય?
3rd March, 2021 11:16 ISTમૅસ્ટરબેશન કરતી વખતે સ્કિન પાછળ ખેંચવામાં ખૂબ જ તકલીફ પડે છે.
2nd March, 2021 11:19 ISTમારો BF એક્સાઇટમેન્ટમાં મારી સ્કિનને હર્ટ કરી દે છે શું એ નૉર્મલ છે?
1st March, 2021 11:23 IST