સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી
સવાલ : હું ૨૨ વર્ષની છું. ઘણાં વર્ષોથી બેસ્ટ ફ્રેન્ડ હતો તેની સાથે હાલમાં ઇન્ટિમેટ સંબંધો શરૂ થયા છે. અમે એકાંતમાં હોઈએ ત્યારે તેને મને સ્પર્શ કરવાનું ને કિસ કરવાનું ખૂબ ગમે છે. પહેલી વાર અચાનક જ કિસ થઈ ગઈ ને એના રોમાંચક અનુભવ પછી તો અમે વારંવાર એની મજા માણી રહ્યા છીએ. એક વાર ફ્રેન્ડને ત્યાં રૂમમાં એકલાં હતાં ત્યારે તેણે મારા પ્રાઇવેટ પાર્ટ્સને ઓરલી ઉત્તેજિત કર્યા હતા. એ પછી તેની ઇચ્છા છે કે હું પણ તેને ઓરલી આનંદ આપું, પણ અચાનક કોઈ આવી જતાં વાત અટકી ગઈ. મારી ફ્રેન્ડ્સ કહે છે કે બૉયફ્રેન્ડને ઓરલ સેક્સ કરી આપો તો તે ઇન્ટરકોર્સ કરવા માટે ઉત્તેજિત થઈ જાય અને પછી સેક્સ કરવું જ પડે. મારે એવું નથી કરવું. શું ઓરલ સેક્સ પછી પુરુષ સેક્સ ન કરે તો ન ચાલે?
જવાબ : મુખમૈથુન પછી સમાગમ કરવો જ પડે એવું જરૂરી નથી, પરંતુ મુખમૈથુનને કારણે આવેલી ઉત્તેજનામાં બન્ને પાર્ટનર સહજતાથી સમાગમ ભણી દોરાઈ જાય એવું બને છે ને એ વખતે બેઉ પક્ષે કેટલી સમજણ અને સભાનતા છે એના પર આધાર રહે છે.
લગ્ન પહેલાં ઇન્ટિમસી માણવી જ હોય તો સેક્સને બદલે ઓરલ સેક્સ પસંદ કર્યું છે એ હિતાવહ જ છે અને કદાચ આ સૌથી સેફ પ્રકાર છે. એનાથી અનવૉન્ટેડ પ્રેગ્નન્સીનું રિસ્ક ટળી જાય છે અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝનું રિસ્ક ઘટી જાય છે. જોકે એ પછી સમાગમ ન કરવો હોય તો એ માટે મક્કમ મનોબળની જરૂર પડે છે.
પશ્ચિમના દેશોમાં થયેલા એક સર્વેમાં કહેવાયું છે કે જે યુગલો સેક્સનો રોમાંચ લગ્ન સુધી અટકાવી રાખે છે તેઓ લગ્ન પછી વધુ ઉત્કટ સંબંધો માણે છે. સાઇકોલૉજિકલી આ વાત સાચી પણ લાગે છે. લગ્ન વિના પણ ઇન્ટિમસી મળી જતી હોય તો એની કદર એટલી નથી થતી જેટલી એનો પૂરતો ઇન્તેજાર કર્યા પછી મળે છે. ઓરલ સેક્સ કે સેક્સની મૂંઝવણ અનુભવવાને બદલે જલદી લગ્ન કરી લો અને પછી મુક્ત મને ઇન્ટિમસી માણો.
કોઈ હૉર્મોન ટ્રીટમેન્ટ લેવાય? એનાથી આડઅસર થવાની સંભાવના કેટલી?
21st January, 2021 07:47 ISTપત્નીનું માસિક અનિયમિત થયું હોવાથી તેને સંભોગમાં રસ નથી રહ્યો
19th January, 2021 07:49 ISTમારી ઉંમર કરતા પાંચ વર્ષ મોટી છોકરીને પ્રેમ કરું છું પણ કહી શકતો નથી
15th January, 2021 19:10 ISTફોરસ્કિન પર ચીરા, ઘર્ષણ અને લાલાશનું કારણ કોઈ ગંભીર સમસ્યા તો નથી ને?
15th January, 2021 07:15 IST