ગુદામૈથુન બાદ તરત જ યોની પ્રવેશ કરાય ખરો?

Published: 25th October, 2012 06:23 IST

હું ૩૪ વર્ષનો છું. મને ગુદામૈથુન કરવાની ઘણી જ ઇચ્છા થાય છે, મારી પત્નીને પણ ગમે છે; પરંતુ થોડી જ વારમાં તેને દુખવા લાગતું હોવાથી ચરમસીમા પર પહોંચી શકાતું નથી.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : હું ૩૪ વર્ષનો છું. મને ગુદામૈથુન કરવાની ઘણી જ ઇચ્છા થાય છે, મારી પત્નીને પણ ગમે છે; પરંતુ થોડી જ વારમાં તેને દુખવા લાગતું હોવાથી ચરમસીમા પર પહોંચી શકાતું નથી. એક વાર ઇન્દ્રિયને ગુદાપ્રવેશ કરાવ્યા પછી તેને દુખાવો થતો હોવાથી ર્વીયસ્ખલન થાય એ પહેલાં જ મારે ઇન્દ્રિય કાઢી લેવી પડે છે. એ પછી યોનિપ્રવેશ કરાવું તોય મારી પત્નીને ગમતું નથી. શું એમ એક જ સમયે બન્ને પ્રકારના મૈથુન કરવાથી કોઈ તકલીફ થાય ખરી? એનાથી પત્નીને કે મને કોઈ તકલીફ થાય?

જવાબ : ગુદામૈથુનને આપણા ભારતીય કાયદા મુજબ ગેરકાનૂની ગણવામાં આવ્યું છે. જોકે બન્ને પાર્ટનર્સ એકમેકની સહમતીથી આ ક્રિયા કરી શકે છે, કેમ કે કામસૂત્રમાં ગુદામૈથુનનો પણ ઉલ્લેખ થયો છે.

તમારી પત્નીને ગુદામૈથુન વખતે દુખે છે એનું કારણ છે યોગ્ય લુબ્રિકેશનનો અભાવ. તમારે ખૂબબધું કોપરેલ તેલ આ ક્રિયા દરમ્યાન વાપરવું જોઈએ જેથી ઘર્ષણ ઓછું થાય અને પીડા ઘટે. યોનિમાર્ગના સ્નાયુઓ લવચીક છે એની સાપેક્ષે મળમાર્ગના સ્નાયુઓ એવા નથી હોતા. તમે જોયું હોય તો થોડોક કઠણ મળ નીકળે તોય મળમાર્ગ પર કાપા પડી જાય છે. એટલે જ યોગ્ય ચીકાશ ન હોય તો ઇન્દ્રિયના આવાગમનથી પીડા વધી જઈ શકે છે.

બીજું, ગુદામૈથુન દરમ્યાન ઇન્ફેક્શનથી બચવા માટે કૉન્ડોમનો ઉપયોગ કરવો મસ્ટ છે. નહીંતર ઇન્દ્રિય ડાયરેક્ટ મળ સાથે સંસર્ગમાં આવવાથી ઇન્ફેક્શન થઈ શકે છે. કૉન્ડોમથી લુબ્રિકેશનમાં પણ મદદ થશે. જોકે એક વાર ગુદામૈથુન કર્યા પછી યોનિપ્રવેશ કરાવવો હોય તો કૉન્ડોમ ચેન્જ કરી લેવું જરૂરી છે. નહીંતર મળમાર્ગની અંદરનો મળ કૉન્ડોમ પર ચોંટે છે અને એ જ યોનિમાર્ગમાં જાય તો એનાથી ફીમેલ પાર્ટનરને ઇન્ફેક્શન થાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK