ગાયના ઘી અને મધથી સેક્સપાવરમાં વધારો થાય ખરો?

Published: 24th October, 2012 05:57 IST

મારી ઉંમર ૩૯ વર્ષની છે. મને પુષ્કળ ઍસિડિટી થાય છે. જે દિવસે સેક્સ કરું એના બીજા દિવસે ખૂબ જ ઍસિડિટી ફીલ થાય છે.

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૩૯ વર્ષની છે. મને પુષ્કળ ઍસિડિટી થાય છે. જે દિવસે સેક્સ કરું એના બીજા દિવસે ખૂબ જ ઍસિડિટી ફીલ થાય છે. મારા એક ફ્રેન્ડના કહેવાથી હું દરરોજ સવારે એક ગ્લાસ લીંબુપાણી હૂંફાળું હોય એવું પીઉં છું. શું લીંબુથી ઍસિડિટી થાય? મને સમાગમ પછી થાક લાગતો હોવાથી સમાગમ પછી પણ હું ક્યારેક લીંબુનું શરબત લઉં છું. શું આને કારણે ઍસિડિટી વધતી હશે? ગાયના ઘી અને મધથી સેક્સપાવર સુધરે છે એવું ક્યાંક વાંચ્યું હતું. શું હું એ લઈ શકું?

જવાબ : રોજ સવારે નરણા કોઠે એક ગ્લાસ હૂંફાળું લીંબુપાણી પીવાથી પેટ સાફ રહે છે અને કબજિયાતને કારણે થતા રોગો અટકે છે. એ પીવાથી સેક્સલાઇફ પર કોઈ જ સારી અથવા તો વિપરીત અસર નથી થતી. મતલબ કે તમારા ઍસિડિટી થવા અને સેક્સ કરવાને કોઈ જ સંબંધ નથી. ઍસિડિટી માટે રોજ રાતે કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી રાખો અને સવારે ઊઠીને કાળી દ્રાક્ષ પાણીમાં ચોળીને એ બધું પી જાઓ. એમ કરવાથી રાહત રહેશે. ઍસિડિટીના ઉકેલ માટે પાચનશક્તિ સુધારવી અને કબજિયાત ન થાય એનું ધ્યાન રાખવું.

ગાયનું ઘી એ રસાયણ છે એટલે જો શુદ્ધ ગાયનું ઘી મળે તો એનું સેવન નિયમિત કરવું. એનાથી માત્ર સેક્સલાઇફ જ નહીં, ઓવરઑલ હેલ્થમાં ફાયદો થશે.

મધનું પણ એવું જ છે. આજકાલ ચોખ્ખું મધ મળવું દુર્લભ છે. આયુર્વેદ મુજબ એક વર્ષથી જૂના મધનું નિયમિત સેવન કરવાથી વધારાની ચરબી ઓછી થાય છે અને રક્તવાહિનીઓ અંદરથી ખૂલે છે. એનાથી ઇન્દ્રિયમાં લોહીનો પ્રવાહ વધુ ઝડપથી વહી શકે છે અને પરિણામે ઇન્દ્રિય ઉત્થાનમાં મદદ થાય છે. જોકે મધ ગરમ પાણી સાથે લેવું હિતાવહ નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK