ચરમસીમાએ પહોંચ્યા પછીયે વીર્ય બિલકુલ નથી નીકળતું, શું કરું?

Published: 23rd October, 2012 05:51 IST

પત્નીને હવે સેક્સમાં રસ નથી રહ્યો. મારી ઉંમર ૭૧ વર્ષ છે, પણ મને ખૂબ મન થતું હોવાથી હસ્તમૈથુનની આદત પડી ગઈ છે.

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : પત્નીને હવે સેક્સમાં રસ નથી રહ્યો. મારી ઉંમર ૭૧ વર્ષ છે, પણ મને ખૂબ મન થતું હોવાથી હસ્તમૈથુનની આદત પડી ગઈ છે. સેક્સની ઇચ્છા થયા પછી ઘણી વાર મૅસ્ટરબેશન દરમ્યાન ઝડપથી ઉત્તેજના નથી આવતી. પત્ની હસ્તમૈથુન કરી આપે છે, પણ ક્યારેક તો ચરમસીમાએ પહોંચ્યા પછીયે મને વીર્ય બિલકુલ નથી નીકળતું અને ઇન્દ્રિય એમ જ ઢીલી પડી જાય છે. હસ્તમૈથુન રવાડે ચડીને મેં વધુપડતું વીર્ય વહાવી દીધું છે એને કારણે તો આવું નહીં થતું હોયને? ઉત્થાન માટે મારે મહેનત કરવી પડે છે. છેલ્લા કેટલાક સમયથી મારું મન ખૂબ ચંચળ થઈ ગયું છે.

જવાબ : તમે ૭૧ વર્ષની ઉંમરે પણ સેક્સમાં સક્રિય રહીને આનંદ મેળવો છો એ સારી વાત છે. પાછલી ઉંમરે જ્યારે પત્ની ઓછી ઇચ્છાને કારણે અથવા તો શારીરિક કારણોસર તમને સાથ ન આપતી હોય અને પતિની કામેચ્છા તીવ્ર હોય તો શું કરવું એ કોરી ખાતો સવાલ છે. આ સંજોગોમાં તમે હસ્તમૈથુનનો આશરો લીધો છે એ એકદમ યોગ્ય અને સહજ છે. એમાં કશું જ ખોટું નથી. તમારી પત્ની તમને હજીયે ક્યારેક સમાગમનો સંતોષ આપે છે અને હસ્તમૈથુન પણ કરી આપે છે એ પણ કંઈ ઓછી પૉઝિટિવ બાબત નથી.

તમે કોઈ રવાડે ચડી ગયા છો એવું તમારા મનમાંથી સાવ કાઢી નાખીને હસ્તમૈથુનમાં જ ધ્યાન કેન્દ્રિત કરો. બીજું, આ ઉંમરે વીર્યની માત્રા અને એ બનવાની ગતિ ધીમી પડી ગઈ હોય એવું બની શકે છે. જો તમે દરરોજ કે એકાંતરે હસ્તમૈથુન કરતા હો તો બની શકે કે વચ્ચે અમુક દિવસ તમને વીર્યસ્રાવ ન થાય. આ ઉંમરે ચાર-પાંચ દિવસ કે અઠવાડિયા સુધી વીર્ય ન નીકળે એ શારીરિક રીતે તદ્દન નૉર્મલ છે. વધતી ઉંમરે થતી વિચારવાયુની તકલીફ માટે રોજ રાતે સૂતાં પહેલાં એક ગ્લાસ ગરમ દૂધમાં બે ચમચી ગાયનું ચોખ્ખું ઘી નાખીને પી જવું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK