શું વધારે પડતા હસ્તમૈથુનથી ઈન્દ્રિય અને શરીરમાં કમજોરી આવે ખરી?

Published: 16th October, 2012 05:50 IST

હું ૨૪ વર્ષનો છું. બે વરસ પહેલાં હું પુષ્કળ હસ્તમૈથુન કરતો, પણ એક ગર્લફ્રેન્ડ સાથે સંબંધો શરૂ થયા એ પછી છોડી દીધું.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : હું ૨૪ વર્ષનો છું. બે વરસ પહેલાં હું પુષ્કળ હસ્તમૈથુન કરતો, પણ એક ગર્લફ્રેન્ડ સાથે સંબંધો શરૂ થયા એ પછી છોડી દીધું. જોકે હવે તો ગર્લફ્રેન્ડ પણ જતી રહી છે અને હસ્તમૈથુનની આદત ફરી શરૂ થઈ છે. શરીર કમજોર થઈ ગયું છે, અચાનક ચક્કર આવે છે અને ર્વીય પણ પાતળું નીકળે છે. પહેલાં સુંદર છોકરીઓને જોઈને ખૂબ ઉત્તેજના થતી, પણ હવે ઇન્દ્રિયમાં ઢીલાશ આવી ગઈ છે. જાણે મને લાગે છે કે હવે હું કોઈ સ્ત્રીને લાયક નથી. હવે તો કોઈ સ્ત્રીને જોઉં તોપણ મને ઉત્તેજના નથી આવતી. ઇન્દ્રિય પણ સંકોચાઈ ગઈ છે, ક્યારેક આપમેળે ઉત્તેજિત થાય છે ને ક્યારેક ખૂબ સેક્સી કલ્પનાઓ પછી પણ ઉત્તેજિત નથી થતી. મને જરાય આત્મવિશ્વાસ નથી રહ્યો. શું કરું?

જવાબ :
તમારા મનમાં હસ્તમૈથુન કે મૈથુનને લગતી કોઈક ખોટી માન્યતાઓ ઘર કરી ગઈ છે. બાકી જોવા જઈએ તો તમને શારીરિક તકલીફ હોવાની શક્યતા નહીંવત છે. તમે કંઈક ખોટું કામ કરી લીધું હોવાની ગિલ્ટ અનુભવો છો અથવા તો ગર્લફ્રેન્ડ સાથેના સંબંધોમાં કંઈક ગરબડ થવાને કારણે અત્યારે તમને આત્મવિશ્વાસનો અભાવ જણાઈ રહ્યો છે. સૌથી પહેલાં તો સમજો કે ઇન્દ્રિયમાં કોઈ હાડકું નથી હોતું. એ સ્નાયુઓની બનેલી છે. સ્નાયુને વાપરવાથી ક્યારેય નબળા નથી પડતા. અને એ કદી આપમેળે નાની નથી થઈ જતી. મૈથુન દરમ્યાન ઇન્દ્રિય જે કાર્ય યોનિમાર્ગમાં કરે છે એ જ હસ્તમૈથુન દરમ્યાન હાથથી થાય છે. આ બન્નેમાં બાયોલૉજિકલી કોઈ જ ફરક નથી પડતો.

તમે હવે કોઈ સ્ત્રીને સુખ આપવાલાયક નથી રહ્યા અને તમારી ઇન્દ્રિય કમજોર થઈ ગઈ છે; પણ એ ફક્ત તમારા મનની માન્યતા છે, ધારણા છે. કોઈ સારા સેક્સોલૉજિસ્ટને મળીને કાઉન્સેલિંગ કરાવો. ગેરસમજ દૂર થતાં તમે પહેલાંની જેમ જ નૉર્મલ ફીલ કરવા લાગશો અને હા, ચક્કર કેમ આવે છે એ માટે અલગથી તપાસ કરવી જરૂરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK