વીર્ય સ્ખલન લંબાવવાની ગોળી લીધા પછી સમાગમ ન કરીએ તો ચાલે?

Published: 12th October, 2012 06:13 IST

મારી ઉંમર ૪૧ વર્ષ છે. મને દસ વર્ષનો બાબો છે. લગ્નને પંદર વર્ષ થયાં છે. હું ફોર-પ્લે અને આફ્ટર-પ્લેમાં સારોએવો સમય વિતાવું છું એટલે પત્ની સંતુષ્ટ હોય છે, પરંતુ છેલ્લા થોડા મહિનાઓથી મને શીઘ્રસ્ખલનની સમસ્યા થઈ છે.

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૪૧ વર્ષ છે. મને દસ વર્ષનો બાબો છે. લગ્નને પંદર વર્ષ થયાં છે. હું ફોર-પ્લે અને આફ્ટર-પ્લેમાં સારોએવો સમય વિતાવું છું એટલે પત્ની સંતુષ્ટ હોય છે, પરંતુ છેલ્લા થોડા મહિનાઓથી મને શીઘ્રસ્ખલનની સમસ્યા થઈ છે. મેં તમારા જવાબોમાં વાંચ્યું છે કે ડિપોક્સિટિન અથવા પેરોક્સિટિન ગોળી લેવાથી સ્ખલન લંબાય છે. મને એનાથી ફાયદો પણ થયો છે, પણ ક્યારેક એવું બને છે કે ગોળી લીધા પછી પત્નીનો બરાબર મૂડ ન હોવાથી સમાગમ ન થાય. મારે જાણવું છે કે ગોળી લીધા પછી જો સમાગમ ન કરીએ તો ચાલે? એનાથી કોઈ આડઅસર તો ન થાયને? આવું બે-ત્રણ વાર બની ચૂક્યું છે એટલે મને ચિંતા થાય છે. બીજું, આ ગોળીના ટેમ્પરરી ઉપાય કરતાં બીજો કોઈ આયુર્વેદિક કાયમી ઉપાય નથી?  

જવાબ : તમે શીઘ્રસ્ખલન માટે ડિપોક્સિટિન જરૂર લઈ શકો છો. એની લાંબા ગાળે કોઈ ખાસ માઠી અસરો જોવા મળી નથી. ધારો કે ગોળી લીધા પછી સમાગમ ન કરવામાં આવે તો કોઈ જ ચિંતાને કારણ નથી. આમેય આ ડ્રગ યુરિન વાટે નીકળી જ જતું હોય છે. આ કોઈ શુગર કૅલરી જેવું નથી કે એક વાર પેટમાં નાખો એ પછી એટલી કૅલરી બળે એટલું કામ ન કરવામાં આવે તો એ શરીરમાં જ સંઘરાઈ રહે. કોઈ પણ ડ્રગની જેમ એના અવશેષો અમુક સમય પછી યુરિન વાટે નીકળી જ જાય છે.

આયુર્વેદની દવાઓમાં ઘણી વાર અફીણ કે મેટલ ભસ્મનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે એટલે એ લાંબા ગાળા માટે હિતાવહ નથી રહેતી. મોટા ભાગની દવાઓ ખરેખર કામ નથી કરતી, પણ એની ઉપરના પૅકેટ પર છાપેલાં ઉત્તેજક દૃશ્યોની માનસિક અસરથી થોડોક ફરક અનુભવાય છે. જો મનમાં શીઘ્રસ્ખલનને લઈને કોઈ ઍન્ગ્ઝાયટી હોય તો પહેલાં રિલૅક્સ થવાનો પ્રયત્ન કરો. ચિંતામુક્ત થઈને તમે આગળ વધશો તો કદાચ દવા વિના પણ કામ બની શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK