સુન્નત કરાવેલા પુરુષે સેક્સ દરમ્યાન કોઈ ખાસ કાળજી રાખવાની હોય?

Published: 28th September, 2012 06:24 IST

મારી ઉંમર ૧૮ વર્ષની છે. મને જન્મ વખતે થોડીક તકલીફ હોવાથી સુન્નત કરાવેલી છે. હું હજી વર્જિન છું.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૧૮ વર્ષની છે. મને જન્મ વખતે થોડીક તકલીફ હોવાથી સુન્નત કરાવેલી છે. હું હજી વર્જિન છું. જ્યારે પણ હું એક્સાઇટ થાઉં છું ત્યારે ઇરેક્શનની સાઇઝ ૧૨ સેન્ટિમીટર જેટલી હોય છે. શું એનાથી હું મારી પાર્ટનરને સંતોષ આપી શકીશ? સુન્નત કરાવેલા પુરુષે સેક્સ દરમ્યાન કોઈ ખાસ કાળજી રાખવાની હોય? 

જવાબ : સુન્નતમાં ઇન્દ્રિય પરની ફોર-સ્કિન કાપી નાખવામાં આવી હોવાથી એ ભાગ એક્સપોઝ થયેલો રહે છે. તમે બાળપણમાં સુન્નત કરાવી છે એટલે હવે કોઈ એક્સ્ટ્રા કાળજી રાખવાની જરૂર નથી. તમારી ઇન્દ્રિયની ઉત્તેજિત અવસ્થામાં લંબાઈ પણ યોગ્ય છે. સુન્નત કરાવી હોય કે ન કરાવી હોય, તમે પ્રાઇવેટ પાર્ટ્સની સ્વચ્છતા બાબતે યોગ્ય કાળજી લેતા રહો એ જરૂરી છે. એ સિવાય કોઈ જ એક્સ્ટ્રા કૅરની જરૂર નથી.

€ € €

સવાલ :
હું ૧૯ વર્ષનો છું. ભણવા માટે એકલો પડું છું ત્યારે મને પૉર્ન સાઇટ્સ જોઈને મૅસ્ટરબેશન કરવાની આદત પડી ગઈ છે. એને કારણે હવે ભણવામાં પણ મન નથી લાગતું. એક તરફ મને ભણવાની પણ ચિંતા થાય છે અને બીજી તરફ મૅસ્ટરબેશન કર્યા વિના રહેવાતું નથી. શું કરું? પ્લીઝ, આ એડિક્શનથી છુટકારો નહીં મળેતો હું ફેલ થઈશ.

જવાબ : મૅસ્ટરબેશન હેલ્ધી આદત છે, પણ એના યોગ્ય સમયે. તમે સૌથી પહેલાં તો પૉર્ન સાઇટ્સ જોવાનું બંધ કરશો તો સ્ટરબેશનની ઇચ્છા ઓછી થઈ જશે. બીજું, એકલા વાંચવાનું બંધ કરો. બે-ત્રણ મિત્રોની સાથે વાંચો, જેથી એકાંત મળે નહીં અને તમે તમારી પૉર્ન સાઇટ્સ જોવાની આદત પર લગામ રાખી શકો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK