સમાગમ બાદ અમને પતિ-પત્નીને ઈન્દ્રિય અને યોનીમાં બળતરા થાય છે ને ખંજવાળ આવે છે, શું કરવું?

Published: 25th September, 2012 05:41 IST

હું ૪૧ વર્ષનો મૅરિડ છું. મને સમાગમ પછી ઇન્દ્રિયમાં બળતરા થાય છે. ખંજવાળ આવે છે અને ક્યારેક તો એના પર રૅશિઝ થઈ જાય છે.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : હું ૪૧ વર્ષનો મૅરિડ છું. મને સમાગમ પછી ઇન્દ્રિયમાં બળતરા થાય છે. ખંજવાળ આવે છે અને ક્યારેક તો એના પર રૅશિઝ થઈ જાય છે. બે-ત્રણ દિવસ સુધી ઇન્દ્રિયની ઉપરની ત્વચા સેન્સિટિવ રહે અને એ પછી સારું થઈ જાય. હવે તો મારી વાઇફને પણ સમાગમ દરમ્યાન પીડા થાય છે અને એ પછી ખંજવાળ વધુ આવે છે. મારી ઇન્દ્રિયની સાઇઝમાં કોઈ ફરક નથી છતાં તેને ઇન્દ્રિયપ્રવેશ વખતે દુખાવો થાય છે અને સમાગમ પછી સફેદ પાણી નીકળ્યાં કરે છે.

જવાબ : આ સમસ્યાનાં પ્રાથમિક કારણોમાં સૌથી મોટી શક્યતા લાગે છે કે પત્નીના યોનિમાર્ગમાં પૂરતી ચીકણાહટનો અભાવ. અમુક ઉંમર પછી યોનિમાર્ગમાં પ્રવેશ કરાવતાં પહેલાં જેમાં ઇન્દ્રિયનો પ્રવેશ કરવાનો છે ત્યાં યોગ્ય લુબ્રિકેશન છે કે કેમ એ તપાસવું જરૂરી છે. જો તમે પૂરતા ફોરપ્લે વિના સીધા જ સમાગમ કરવા જશો તો આવી સમસ્યા એક વાર નહીં, વારંવાર પેદા થઈ શકે છે. સમસ્યાના નિવારણ માટે ફોરપ્લેમાં પહેલાં કરતાં વધુ સમય ગાળો. એ છતાં ચીકણાહટ પૂરતી ન હોય તો કોપરેલ તેલ કે કેવાય જેલી લગાવો અને પછી સમાગમ શરૂ કરો. આનાથી ઘર્ષણને કારણે જો સમસ્યા હશે તો ઉકેલાઈ જશે.

બીજું, તમારી પત્નીને જો સફેદ પાણી પડવાની સમસ્યા હોય અને એને કારણે ખંજવાળ વગેરે આવતી હોય તો એ માટેની સારવાર કરાવવી જરૂરી છે. એ માટે યોનિમાર્ગમાં સતત છ રાત માટે મૂકવાની ગોળીઓ આવે છે એ લાવો. આ દરમ્યાન સમાગમ ન કરવો. આટલું કર્યા છતાં જો આ સમસ્યા લાંબી ચાલે તો એક વાર ડાયાબિટીઝની ટેસ્ટ કરાવી લેવી જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK