મને યુવાન છોકરીઓ જોવાનું ખુબ મન થાય છે, શું કરું?

Published: 24th September, 2012 05:51 IST

મારી ઉંમર ૫૩ વર્ષની છે. પત્ની સાથેની સેક્સલાઇફ સારી છે, પણ મારી સમસ્યા એ છે કે હજીયે મને યુવાન છોકરીઓ જોવાનું મન થાય છે અને હું તેમની કલ્પનામાં રાચ્યા કરું છું.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૫૩ વર્ષની છે. પત્ની સાથેની સેક્સલાઇફ સારી છે, પણ મારી સમસ્યા એ છે કે હજીયે મને યુવાન છોકરીઓ જોવાનું મન થાય છે અને હું તેમની કલ્પનામાં રાચ્યા કરું છું. કલ્પનામાં કોઈને ખબર નથી પડતી ત્યાં સુધી વાંધો નથી, પરંતુ ધર્મનું કામ કરવાનું હોય ત્યારે મને ખૂબ પશ્ચાત્તાપ થાય છે. મારે સુંદર પરસ્ત્રીઓથી મનને ચલિત થતું અટકાવવું છે. એવી કોઈ દવા હશે કે જેનાથી સેક્સની ઇચ્છા કે કલ્પના પર લગામ આવે? મારી પત્ની જ્યારે કહું ત્યારે સાથ આપે છે એટલે જ્યારે હું બીજાની કલ્પના કરું છું ત્યારે મને પોતાને ઠીક નથી લાગતું. મને પહેલાં આવા સેક્સી વિચારો નહોતા આવતા, પણ હમણાંથી એની ફ્રીક્વન્સી વધી ગઈ છે.

જવાબ : જેમ દુનિયામાં સેક્સની ઇચ્છા પેદા કરતી કોઈ દવા નથી એમ એવી કોઈ જ દવા નથી જે તમારા સેક્સના વિચારો પર લગામ આપે. ઍલોપથી, આયુર્વેદિક, હોમિયોપથી, યુનાની કોઈ જ ક્ષેત્રની દવાઓ આમાં કામ નથી આપતી. પત્ની સિવાયની યુવાન સ્ત્રીઓની કલ્પના તમને ગમે છે, પણ એનાથી પાછળથી ગિલ્ટ અનુભવાતું હોય તો મનને સમજાવવાની જરૂર છે. ક્યારેક માનસિક અશાંતિને કારણે પણ વિચારોની ચંચળતા વધી જતી હોય છે. તામસિક આહાર, વિચારવાયુ અને માનસિક સ્ટ્રેસને કારણે પણ આવું થતું હોઈ શકે. એ માટે તમે ગાયના ઘીનો પ્રયોગ કરી શકો છો. રોજ સવારે અને સાંજે એક ચમચી ગાયનું ઘી ગરમ દૂધ સાથે લેવાનું રાખો. આ ગાયનું ઘી એક વરસ જૂનું હોય તો બેસ્ટ. બીજું, રાતે સૂતી વખતે બન્ને નસકોરાંમાં ગાયના શુદ્ધ ઘીનાં પાંચ-પાંચ ટીપાં નાખો. તીખું, તળેલું, આથેલું ઓછું ખાઓ. દિવસમાં બે વાર પાંચ-દસ મિનિટ માટે પ્રાણાયામ કરો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK