એકાંતમાં પણ અમને બંનેને સેક્સની ઉત્તેજના જ નથી આવતી, શું કરવું?

Published: 11th September, 2012 06:01 IST

મારી ઉંમર ૬૭ વર્ષની છે અને વાઇફ મારાથી દોઢ વરસ નાની છે. મારી વાઇફને છેલ્લાં ચારેક વરસથી સેક્સની ઇચ્છા નથી થતી.

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૬૭ વર્ષની છે અને વાઇફ મારાથી દોઢ વરસ નાની છે. મારી વાઇફને છેલ્લાં ચારેક વરસથી સેક્સની ઇચ્છા નથી થતી. છતાં અમે મહિને એક-બે વાર સમાગમ કરી લેતા હતા. જોકે બે વરસ પહેલાં મારી બાયપાસ સર્જરી થઈ છે એ પછી સાવ જ સેક્સલાઇફ બંધ થઈ ગઈ છે. અમને બન્નેને કામેચ્છા નથી થતી. શું આ નૉર્મલ કહેવાય. અમારી વચ્ચે કોઈ ઝઘડા કે અણબનાવ પણ નથી. ઘર નાનું હોવાથી એકાંત ભાગ્યે જ મળે છે અને સેક્સની ઇચ્છા નથી થતી. શું આ નૉર્મલ કહેવાય? મને મહિને એક-બે વાર સ્વપ્નદોષ થઈ જાય છે. હસ્તમૈથુનની પણ જરૂર નથી પડતી. એકાંત મળે ત્યારે સમાગમનો પ્રયત્ન કરીએ અને એકબીજાને ઉત્તેજિત કરવાની કોશિશ કરીએ છતાં સફળતા નથી મળતી.

જવાબ :
જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી કહેતા હોય છે કે કામેચ્છા બે કાન વચ્ચે હોય છે, બે પગ વચ્ચે નહીં. કામેચ્છા કુદરતી રીતે જ થાય છે, પરાણે જાગ્રત કરવાથી નથી થતી. બન્ને વ્યક્તિઓને સમાગમની ઇચ્છા ન થતી હોય ત્યારે પ્રયત્નપૂર્વક ઇચ્છા પેદા કરવાની કોશિશ ન કરવી. એનાથી વધુ નકારાત્મક વલણ બંધાતું જાય છે.

મારા મતે તમારે બન્નેએ બે-ત્રણ દિવસ શાંતિવાળી જગ્યાએ ચાલી જવું જોઈએ. જ્યાં તમે અને તમારી વાઇફ બે જ જણ હો. આ જગ્યાએ તમારે સમાગમ નથી કરવાનો એવું પહેલેથી જ નક્કી કરીને જાઓ. માત્ર રોમૅન્ટિક દિવસો સાથે પસાર કરશો એવું નક્કી કરો. ફોર-પ્લેની ચેષ્ટાઓમાં સમાગમ સિવાયનું બધું જ કરવાની છૂટ રાખો. જાણે યુવાની ફરી પાછી આવી ગઈ છે એવું માનીને એકબીજાના સ્પર્શનો આનંદ માણો. ચામડીનો ઉપયોગ ઉત્તેજના માટે કરવાનું મુખ્ય કારણ એ છે કે ચામડીમાં અમુક જગ્યાએ જ્ઞાનતંતુઓ આવેલા છે અને એને સ્પર્શ કરવાથી કામેચ્છા અને ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો થાય છે. સમાગમ કરવાનું દબાણ મગજમાં ન હોય અને સ્પર્શનો આનંદ વધુમાં વધુ મળતો જાય તો કામેચ્છા ચોક્કસ વધશે. સાથે-સાથે તમે કોપરેલ તેલનો પણ ઉપયોગ ઇન્દ્રિય અને યોનિમાર્ગમાં કરી શકો છો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK