યોનિમાં આંગળી નાખવાથી યોનિપટલ તૂટે ખરો?

Published: 10th September, 2012 06:16 IST

મારી ઉંમર ૧૯ વર્ષ છે. હું દસ-બાર વર્ષની હતી ત્યારે મારી પડોશમાં રહેતા એક છોકરા સાથે ઘર-ઘર રમતી. એમાં અમે મમ્મી-પપ્પા બનતાં.

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૧૯ વર્ષ છે. હું દસ-બાર વર્ષની હતી ત્યારે મારી પડોશમાં રહેતા એક છોકરા સાથે ઘર-ઘર રમતી. એમાં અમે મમ્મી-પપ્પા બનતાં. એક વાર રમતમાં ને રમતમાં અમે એકબીજાના પ્રાઇવેટ પાર્ટ્સ સાથે રમત કરવાની શરૂ કરેલી. મને યાદ છે ત્યાં સુધી તેણે મારા અંદરના ભાગોમાં આંગળી નાખવાની પણ કોશિશ કરેલી ને હું પીડાથી ચિલ્લાઈ ઊઠેલી. અમે બન્ને ગભરાઈ ગયાં ને આ ઘટના બાબતે કોઈ ને કંઈ કહ્યા વિના પોતપોતાના ઘરે જતાં રહ્યાં. હવે હું જાતે મૅસ્ટરબેશન કરું ત્યારે મારી આંગળી પણ આખી અંદર જતી રહે છે. શું અંદરનો યોનિપટલ તૂટી ગયો હશે? મતલબ કે હવે હું કુંવારી નથી રહી? મારા પિરિયડ્સ પણ ખૂબ અનિયમિત છે. શું આ કોઈ ગરબડની નિશાની છે? અમારી કેટલીક ફ્રેન્ડ્સમાં આ વિશે વાતો થતી હોય છે ત્યારે મને ખૂબ ઍન્ગ્ઝાયટી રહે છે.

જવાબ : સામાન્ય રીતે માસિકની શરૂઆત થાય એ વખતના એક-દોઢ વરસ પછીથી માસિકમાં નિયમિતતા આવી જતી હોય છે. તમારા પિરિયડ્સ હજીય અનિયમિત કેમ છે એ જાણવા માટે કોઈ સારા ગાયનેકોલૉજિસ્ટને મળો અને હા, પિરિયડ્સને અને બાળપણમાં જે ઘટના ઘટી એ બન્નેને કોઈ લેવાદેવા નથી.

યોનિમાર્ગમાં આંગળી નાખવાથી યોનિપટલ તૂટી ગયો હશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. ધારો કે તૂટી ગયો હોય તોપણ એ બાબતે ચિંતા કરીને કોઈ જ ફાયદો નથી. યોનિપટલ એટલે કૌમાર્યપટલ એ તો કુંવારા હોવાની નિશાની કહેવાય એવી માન્યતા જૂનીપુરાણી થઈ ગઈ. કૌમાર્યપટલ એટલો નાજુક હોય છે કે ક્યારેક વધુ વજન ઉપાડવાથી કે ખૂબ ઇન્ટેન્સિવ ડાન્સ કરવાથી પણ તૂટી જઈ શકે છે ને કેટલીક વાર સમાગમ કર્યા પછી પણ એ અકબંધ રહે છે. માટે જ કૌમાર્યપટલને વર્જિનિટીની નિશાની માનીને એને જ કૌમાર્યનો માપદંડ માની લેવી જોઈએ નહીં.

ફ્રેન્ડ્સની વાતોથી મનમાં કોઈ જ ગ્રંથિ બાંધવાની જરૂર નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK