વીર્ય ઓછું પડવાથી હું નપુંસક તો નહીં થઈ જાવને?

Published: 7th September, 2012 06:07 IST

મારાં લગ્નને ૩૭ વર્ષ થઈ ગયાં છે. પહેલાં જેટલી ઍક્ટિવ સેક્સલાઇફ નથી, પણ પાર્ટનરને સંતોષી શકું છું. બાળકો પરણીને ઠેકાણે છે ને અમે બે હુતોહુતી અમારી દુનિયામાં વ્યસ્ત છીએ. હમણાંથી મેં જોયું છે કે સ્ખલન દરમ્યાન ર્વીય ઘણી ઓછી માત્રા નીકળે છે.

napunsakસેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારાં લગ્નને ૩૭ વર્ષ થઈ ગયાં છે. પહેલાં જેટલી ઍક્ટિવ સેક્સલાઇફ નથી, પણ પાર્ટનરને સંતોષી શકું છું. બાળકો પરણીને ઠેકાણે છે ને અમે બે હુતોહુતી અમારી દુનિયામાં વ્યસ્ત છીએ. હમણાંથી મેં જોયું છે કે સ્ખલન દરમ્યાન ર્વીય ઘણી ઓછી માત્રા નીકળે છે. મને ડાયાબિટીઝ કે બ્લડપ્રેશરની કોઈ તકલીફ નથી. પહેલાં જેટલો આનંદ પણ નથી આવતો. શું ઉંમરને કારણે આનંદ પણ ઘટી જાય કે પછી ર્વીય ઘટવાને કારણે એમ થતું હશે? આનંદ વધે એવી કોઈ દવા ખરી? મને ચિંતા થાય છે કે ર્વીય ઘટતું જશે અને હું ધીમે-ધીમે નપુંસક થઈ જઈશ તો? હમણાંથી તો ક્યારેક સમાગમની એકાદ મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. બાકી ઇન્દ્રિયમાં ઉત્તેજનામાં ખાસ વાંધો નથી.

જવાબ : ઉંમરની સાથે-સાથે શરીરના અન્ય અવયવોમાં પણ પરિવર્તન આવે છે એવી જ રીતે ર્વીયના રૂપ, રંગ, ઘટ્ટતા અને માત્રામાં ફરક આવવા લાગે એ સ્વાભાવિક નિશાની છે. ર્વીય ઘટવાથી તમે હવે નપુંસક થવા લાગશો એવી માન્યતા સાચી નથી. ર્વીયનું મુખ્ય કાર્ય છે સંતાનપ્રાપ્તિ માટેના શુક્રાણુઓનું વહન કરવાનું. હા, ર્વીયની માત્રા ઘટતાં સંતોષ પણ ઘટે એવું કેટલાક અંશે શક્ય છે, પણ એ ફરક મહદંશે સાઇકોલૉજિકલ હોય છે. વધુ માત્રા જોઈને સાઇકોલૉજિકલી વધુ આનંદ ફીલ થાય છે.

આપણું શરીર સાત ધાતુઓનું બનેલું છે. ર્વીય માટે શરીરની શુક્ર ધાતુ સ્વસ્થ હોવી જરૂરી છે. ખોરાકનું પાચન બરાબર થાય તો એમાંથી પોષક તkવો છૂટાં પડે છે અને આહારરસનું પોષણ થાય છે. આ રસમાંથી પહેલાં રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને પછી શુક્ર ધાતુનું પોષણ થાય છે. એમાં શુક્ર ધાતુ સૌથી છેલ્લે બને છે. આયુર્વેદ અનુસાર શુક્ર ધાતુવર્ધક ખોરાક લેવાથી ફાયદો થઈ શકે છે. એ માટે દૂધ, ગાયનું ઘી, ખીર, અડદની દાળ જેવી ચીજો આહારમાં વધુ લઈ શકાય. અશ્વગંધા, શતાવરી, કૌંચાબીજ, ગોખરુ, જીવંતી જેવાં આયુર્વેદિક ઔષધો દિવસમાં બે વાર નિયમિત લેવાથી ફાયદાકારક રહે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK