ટેસ્ટિકલસને લીધે લગ્નજીવનમાં કોઈ તકલીફ આવે?

Published: 11th December, 2014 06:59 IST

એક ટેસ્ટિકલ પણ જો પૂરેપૂરું ફંક્શનલ હોય તો એમાંથી જરૂરી પુરુષ-હૉર્મોન્સ પેદા થઈ જાય છે.


સેક્સ-સંવાદ- ડૉ. રવિ કોઠારી

સવાલ : મારા એકના એક દીકરાને જન્મથી જ એક ટેસ્ટિકલ છે. એ પણ થોડુંક અંદરની તરફ હતું જે નાનપણમાં જ સર્જરી કરાવીને બહાર કઢાવી લીધું હતું. હાલમાં તેની ઉંમર ૧૬ વર્ષ છે. તેની હાઇટનો ગ્રોથ સારો છે અને અવાજ ઘેરો થયો છે, પણ હજી દાઢીમૂછનો દોરો ફૂટયો નથી. શું તેને હૉમોર્ન્સની કોઈ તકલીફ આવશે? આગળ જતાં સેક્સ-લાઇફમાં કે બાળક કરવામાં કોઈ તકલીફ પડી શકે? શું અત્યારે હૉમોર્ન્સની કોઈ સારવાર આપવી જોઈએ જેથી પ્યુબર્ટીમાં શારીરિક વિકાસ બરાબર થાય? એક જ ટેસ્ટિકલસને લીધે લગ્નજીવનમાં કોઈ તકલીફ આવે?

જવાબ : એક ટેસ્ટિકલ પણ જો પૂરેપૂરું ફંક્શનલ હોય તો એમાંથી જરૂરી પુરુષ-હૉર્મોન્સ પેદા થઈ જાય છે. તમે જે લક્ષણો વર્ણવ્યાં છે એ આ ઉંમરે પૂરતું ટેસ્ટોસ્ટેરોન પેદા થતું હોય એવું દર્શાવે છે. દાઢીમૂછનો ગ્રોથ દરેક વ્યક્તિમાં સરખો નથી હોતો. કોઈકને વહેલો થાય છે તો કોઈકને મોડો. એમાં અન્યો સાથે સરખામણી કરવી ઠીક નથી. નાની ઉંમરે ખોટા પૅનિક થઈને હૉમોર્ન્સની સારવાર કરાવવી ઠીક નથી. હજી પ્યુબર્ટી એજ ચાલી રહી છે ત્યારે હજી હૉમોર્ન્સમાં ઊથલપાથલ થશે. એક ટેસ્ટિકલ હોવાને કારણે લગ્નજીવનમાં સમસ્યા પેદા થાય એવું નથી. અત્યારે ખોટી ચિંતા કરીને વગરકારણનું સ્ટ્રેસ તેનામાં પેદા ન કરવામાં આવે એ જ બહેતર છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK